વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
આપણે ૧ પીતર ૪:૩માં વાંચીએ છીએ કે અમુક ખ્રિસ્તીઓ “ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં” જોડાયા હતા. પરંતુ શું દરેક મૂર્તિપૂજા ધિક્કારપાત્ર અને પરમેશ્વરે એની મનાઈ કરી નથી?
હા, પરમેશ્વરની દૃષ્ટિએ દરેક પ્રકારની મૂર્તિપૂજા ધિક્કારપાત્ર છે. તેમનો આશીર્વાદ મેળવવા ઇચ્છનારાઓએ મૂર્તિપૂજા કરવી જોઈએ નહિ.—૧ કોરીંથી ૫:૧૧; પ્રકટીકરણ ૨૧:૮.
તેમ છતાં, એમ લાગે છે કે પ્રેષિત પાઊલ અલગ પ્રકારની મૂર્તિપૂજાનો નિર્દેશ કરી રહ્યા હતા. એનું એક કારણ એ છે કે પ્રાચીન રાષ્ટ્રોમાં મૂર્તિપૂજા સામાન્ય હતી અને સરકારી અધિકારીઓ તરફથી પણ કોઈ કાયદાકીય વિરોધ ન હતો. તેથી, દેશના નિયમો આવી મૂર્તિપૂજાને મનાઈ કરતા ન હતા. અમુક મૂર્તિપૂજા તો રાષ્ટ્રીય કે સરકારના નીતિ નિયમોનો એક ભાગ હતી. એવા કિસ્સામાં, કેટલાક ખ્રિસ્તી થયા અગાઉ ‘કાનૂની રોકટોક વિના મૂર્તિપૂજામાં’ જોડાયા હતા. (ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન, ૧૯૫૦ની આવૃત્તિ) દાખલા તરીકે, બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે સોનાની મૂર્તિ બનાવી ત્યારે યહોવાહના સેવકો, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોએ એની ભક્તિ કરવાનો નકાર કર્યો.—દાનીયેલ ૩:૧-૧૨.
બીજી રીતે જોઈએ તો, મૂર્તિપૂજામાં એવાં ખરાબ કાર્યો સમાયેલાં હતાં કે જે કુદરતની અને નૈતિક નિયમની વિરુદ્ધ હતાં જેની શરૂઆત માણસના અંતઃકરણથી થાય છે જે તેઓને ખાસ કરીને વારસામાં મળે છે. (રૂમી ૨:૧૪, ૧૫) પ્રેષિત પાઊલે “અસ્વાભાવિક વ્યવહાર” અને “અનુચિત” આચરણો વિષે લખ્યું. આવું અવારનવાર ધાર્મિક વિધિઓના નિયમોમાં જોવા મળતું હતું. (રૂમી ૧:૨૬, ૨૭) ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં જોડાનારા પુરુષો અને સ્ત્રીઓ ખરું-ખોટું પારખવાની સમજને ધ્યાન આપતા ન હતા. તેથી, આવાં ખરાબ આચરણો છોડીને જેઓ ખ્રિસ્તીઓ બન્યા, તેઓએ યોગ્ય જ પગલું ભર્યું હતું.
આ ઉપરાંત, આવી મૂર્તિપૂજા બિનયહુદીઓમાં સામાન્ય હતી, જેઓને યહોવાહ પરમેશ્વરે નાપસંદ કર્યા હતા. આમ, તેઓએ આજ્ઞાભંગ કર્યો હતો. *—કોલોસી ૩:૫-૭.
[ફુટનોટ]
^ ૧ પીતર ૪:૩માં જે ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે એનો મૂળ અર્થ, “મનાઈ કરેલી મૂર્તિપૂજા” થાય છે. અંગ્રેજી બાઇબલમાં આ શબ્દના ઘણા જુદા જુદા ભાષાંતર કરવામાં આવ્યા છે, જેમ કે “ઘૃણાસ્પદ મૂર્તિપૂજા,” “મનાઈ કરેલી મૂર્તિપૂજા” અને “નિરંકુશ મૂર્તિપૂજા.”