સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“શું પરમેશ્વર ખરેખર નરકની સજા કરે છે?”

“શું પરમેશ્વર ખરેખર નરકની સજા કરે છે?”

“શું પરમેશ્વર ખરેખર નરકની સજા કરે છે?”

“શું તમે ધર્મનો અભ્યાસ કરો છો?”

જોએલ અને કાર્લને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓને આશ્ચર્ય થયું. આ બે યુવાનો ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓના મુખ્યમથકે સ્વયંસેવકો તરીકે કામ કરે છે. તેઓ નજીકના બુકસ્ટોલમાં પુસ્તકો તપાસી રહ્યાં હતાં. જોએલ બાઇબલની સૂચિ તપાસતો હતો ત્યારે, કાર્લ તેને પ્રચાર કાર્યમાં માણેલી આનંદી ચર્ચા વિષે જણાવી રહ્યો હતો. તેઓ આ વિષે વાતચીત કરી રહ્યા હતા ત્યારે, બાજુમાં ઊભેલી એક વ્યક્તિએ એ સાંભળ્યા પછી એ પ્રશ્ન પૂછ્યો.

જોકે, એ વ્યક્તિને આ બે યુવાનો ધર્મનો અભ્યાસ કરી રહ્યા છે કે નહિ એના કરતાં પોતાની વધારે ચિંતા હતી. તે જણાવે છે: “હું યહુદી છું અને મારા અમુક ખ્રિસ્તી મિત્રોએ મને કહ્યું છે કે મને નરકમાં અગ્‍નિથી રિબાવવામાં આવશે, કેમ કે યહુદીઓ ઈસુમાં માનતા નથી. એ કારણથી હું બહુ વ્યાકુળ થઈ ગયો છું. પરંતુ, પ્રેમાળ પરમેશ્વર આવી સજા કરે એ મને વાજબી નથી લાગતું. શું પરમેશ્વર ખરેખર લોકોને નરકમાં રિબાવે છે?”

જોએલ અને કાર્લે આ વ્યક્તિને કહ્યું કે તેઓ બાઇબલના વિદ્યાર્થીઓ છે. તેઓએ તેને બાઇબલમાંથી બતાવ્યું કે મૂએલાઓ કંઈ જાણતા નથી. તેઓ મરી ગયા પછી ઊંઘતા હોય છે અને સજીવન થવાની રાહ જોતા હોય છે. તેથી, તેઓ નરકમાં કોઈ પણ જાતનું દુઃખ કે પીડા અનુભવતા નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪; સભાશિક્ષક ૯:૫, ૧૦; દાનીયેલ ૧૨:૧૩; યોહાન ૧૧:૧૧-૧૪, ૨૩-૨૬) આ વ્યક્તિએ જોએલ અને કાર્લ સાથે ૪૫ મિનિટ સુધી ચર્ચા કર્યા પછી, તેઓને પોતાનું સરનામું આપ્યું અને આ વિષય પર વધારે માહિતી માંગી.

જો નરકમાં લોકોને રિબાવવામાં આવતા હોય તો, શું કોઈ ત્યાં જવા ઇચ્છશે? તેમ છતાં, અયૂબ પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હતા તેથી, તેમણે વિનંતી કરતા આમ કહ્યું: “તું મને શેઓલમાં સંતાડે, અને તારો કોપ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખે, અને મને મુકરર સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારૂં!” (અયૂબ ૧૪:૧૩) દેખીતી રીતે જ, અયૂબ એમ માનતા ન હતા કે નરકમાં રિબાવવામાં આવે છે. એના બદલે, તે ત્યાં સંતાઈ રહેવા ઇચ્છતા હતા. મરણ પછી મૂએલા કંઈ જાણતા નથી અને બાઇબલ પ્રમાણે નરક મનુષ્યોની કબર છે.

મરણ પછી આપણું શું થાય છે અને મૂએલાઓ માટે કઈ આશા રહેલી છે એ વિષે તમે વધુ જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો, નીચેની ઑફર સ્વીકારવા અમે ઉષ્માભર્યું આમંત્રણ આપીએ છીએ.