સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

દૂરાના મેદાનમાં નબૂખાદનેસ્સારે ઊભી કરેલી વિશાળ મૂર્તિ આગળ ત્રણ હેબ્રીઓની કસોટી કરવામાં આવી ત્યારે દાનીયેલ ક્યાં હતા?

બાઇબલ એના વિષે કંઈ કહેતું નથી. તેથી, આજે કોઈ એમ કહી ન શકે કે વિશ્વાસની કસોટી દરમિયાન દાનીયેલ ક્યાં હતા.

કેટલાક લોકો કહે છે કે કદાચ દાનીયેલનો હોદ્દો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો કરતાં ઊંચો હોય શકે. તેથી, દાનીયેલને દૂરાના મેદાનમાં આવવાની કોઈ જરૂર ન હતી. દાનીયેલ ૨:૪૯ બતાવે છે કે દાનીયેલનો હોદ્દો પોતાના ત્રણ હેબ્રી સાથીઓ કરતાં ઊંચો હતો. પરંતુ આપણે એ સાબિત કરી શકતા નથી કે આને કારણે તેમને બીજાઓ સાથે મૂર્તિ સામે હાજર રહેવામાં છૂટછાટ હતી.

દાનીયેલની ગેરહાજરી વિષે લોકો કહે છે કે તે કોઈ મહત્ત્વના સરકારી કામના લીધે બહારગામ ગયા હોય શકે અથવા તે બીમાર હોવાથી આવ્યા નહિ હોય. તેમ છતાં, બાઇબલ આ વિષે પણ કંઈ કહેતું નથી. બાબત ગમે તે હોય, પરંતુ દાનીયેલ એ વખતે એવા કોઈ કામમાં વ્યસ્ત હોવા જોઈએ જેનાથી કોઈને વાંધો ન હોય. કેમ કે બાબેલના અધિકારીઓને પસંદ ન હોય એવા કોઈ કાર્યમાં તે વ્યસ્ત હોત તો, તેઓએ આ મોકાને હાથમાંથી જવા દીધો ન હોત અને તેમના પર જરૂર આરોપ લગાવ્યો હોત. (દાનીયેલ ૩:૮) આ બનાવ પહેલાં અને પછી, દાનીયેલ કપરી કસોટીનો સામનો કરીને પણ પરમેશ્વરને વફાદાર અને પ્રમાણિક સાબિત થયા હતા. (દાનીયેલ ૧:૮; ૫:૧૭; ૬:૪, ૧૦, ૧૧) તેથી, દાનીયેલ દૂરાના મેદાનમાં શા માટે હાજર ન હતા એ વિષે ભલે બાઇબલ કંઈ કહેતું નથી, તોપણ, આપણે ખાતરી રાખી શકીએ કે તે પ્રમાણિકપણે યહોવાહ પરમેશ્વરને વફાદાર રહ્યા હતા.—હઝકીએલ ૧૪:૧૪; હેબ્રી ૧૧:૩૩.