સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શુદ્ધ સોનાથી પણ વધારે ટકાઉ

શુદ્ધ સોનાથી પણ વધારે ટકાઉ

શુદ્ધ સોનાથી પણ વધારે ટકાઉ

સોનાની સુંદરતા અને ટકાઉપણાના લીધે ઘણા લોકો એને મેળવવાનું ઇચ્છતા હોય છે. સોનાની ચમક વર્ષો સુધી એવીને એવી જ રહેતી હોવાથી એને ખાસ પસંદ કરવામાં આવે છે. સોના પર પાણી, ઑક્સિજન, સલ્ફર અને બીજા કશાની અસર થતી ન હોવાથી એની આ ચમક ટકી રહે છે. સમુદ્રમાં ડૂબી ગયેલાં વહાણોમાંથી અથવા બીજે ગમે ત્યાંથી મળી આવેલી સોનાની ઘણી કૃતિઓ કે ઘરેણાં સદીઓ પછી પણ એવાને એવા જ રહ્યાં છે.

તેમ છતાં, રસપ્રદપણે બાઇબલ કહે છે કે “અગ્‍નિથી પરખાએલા નાશવંત સોના કરતાં” બીજું કંઈક બહુ મૂલ્યવાન છે. (૧ પીતર ૧:૭) અગ્‍નિથી અને બીજી પદ્ધતિઓથી સોનાને ‘પારખીને’ અથવા શુદ્ધ કરીને ૯૯.૯ ટકા શુદ્ધતા મેળવી શકાય છે. પરંતુ, આ શુદ્ધ સોનાને પણ અમુક રસાયણથી પિગાળી શકાય છે. જેમ કે ત્રણ ભાગ હાઈડ્રોક્લોરિક એસિડ અને એક ભાગ નાઈટ્રીક એસિડના મિશ્રણ, એક્વા રજિયા (રાજવી જળ)માં સોનાને નાખવાથી એ પીગળી જાય છે અથવા એનો નાશ કરી શકાય છે. આમ, બાઇબલ સોનાને ‘નાશવંત સોનું’ તરીકે ઓળખાવે છે એ વૈજ્ઞાનિક રીતે સાચું છે.

એની સરખામણીમાં સાચા ખ્રિસ્તીઓનો વિશ્વાસ કદી ‘નાશ પામતો નથી.’ (હેબ્રી ૧૦:૩૯) ઈસુને કર્યું હતું તેમ, માણસો દૃઢ વિશ્વાસવાળી વ્યક્તિને મારી નાખી શકે. પરંતુ, સાચો વિશ્વાસ ધરાવનારાને આ વચન આપવામાં આવ્યું છે: “તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.” (પ્રકટીકરણ ૨:૧૦) વિશ્વાસુ લોકો મરી જાય તોપણ પરમેશ્વર તેઓને યાદ રાખે છે અને તે તેઓને સજીવન કરશે. (યોહાન ૫:૨૮, ૨૯) ગમે તેટલું સોનું પણ આમ કરી શકતું નથી. આ કિસ્સામાં, વિશ્વાસની કિંમત ખરેખર સોના કરતાં ઘણી વધારે છે. તેમ છતાં, વિશ્વાસનું આવું ચઢિયાતું મૂલ્યાંકન કરવા એની કસોટી કરવાની જરૂર છે. હકીકતમાં, પીતરે પણ કહ્યું કે “વિશ્વાસની પરીક્ષા” સોના કરતાં બહુ મૂલ્યવાન છે. તમને બાઇબલ અભ્યાસ દ્વારા, સાચા પરમેશ્વર યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કેળવવા અને એને જાળવી રાખવા મદદ કરવામાં યહોવાહના સાક્ષીઓને ઘણી ખુશી થશે. ઈસુ ખ્રિસ્તના કહ્યા પ્રમાણે એનો અર્થ “અનંતજીવન” થાય છે.—યોહાન ૧૭:૩.