સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે વરુમાંથી—ઘેટાં જેવા બન્યા!

અમે વરુમાંથી—ઘેટાં જેવા બન્યા!

અમે વરુમાંથી—ઘેટાં જેવા બન્યા!

હું અને શકીના નાના હતા ત્યારે બાજુબાજુમાં જ રહેતા હતા. શકીના ઊંચી અને ખડતલ હતી, જ્યારે હું ઠીંગણી અને પાતળી હતી. અમે અવારનવાર ઝઘડતા હતા. પરંતુ, એક દિવસ અમારી વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. એ દિવસથી અમે એકબીજાનું મોઢું પણ જોવા તૈયાર ન હતા. છેવટે, અમે બંને એકબીજાથી અલગ રહેવા ગયા. એ કારણે અમે એકબીજા વિષે કંઈ વધારે જાણતા ન હતા.

વર્ષ ૧૯૯૪માં હું યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા લાગી. તેથી, ધીમે ધીમે મારા સ્વભાવમાં ફેરફાર થવા લાગ્યો. ચાર વર્ષ પછી હું બુજમ્બુરા, બુરુંડીમાં ખાસ સંમેલન દિવસે ગઈ ત્યારે, મારા આશ્ચર્ય વચ્ચે હું શકીનાને મળી. તેને ત્યાં જોઈને મને ખૂબ આનંદ થયો હતો. તેમ છતાં, અમે એકબીજા સાથે એટલા પ્રેમથી બોલ્યા નહિ. પછી એ દિવસે, મેં તેને બાપ્તિસ્મા લેનાર સભ્યોમાં જોઈ ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. તેણે પણ પોતાનામાં ઘણા ફેરફારો કર્યા હતા. હું જેની સાથે અવારનવાર લડતી હતી એ હવે ઝઘડાખોર વ્યક્તિ ન હતી. શકીનાને પાણીના બાપ્તિસ્માથી પરમેશ્વરને પોતાનું સમર્પણ કરતા જોવી કેટલું અદ્‍ભુત હતું!

તે પાણીમાંથી બહાર આવી ત્યારે, હું ઝડપથી તેને ભેટવા દોડી ગઈ અને તેના કાનમાં ધીમેથી કહ્યું: “તમને યાદ છે આપણે કેવા ઝઘડ્યા હતા?” તેણે કહ્યું, “હા, મને યાદ છે. પરંતુ એ નાનપણમાં હતું. હવે હું બદલાઈ ગઈ છું.”

અમને બંનેને બાઇબલ સત્ય મળ્યું એથી અમે બહુ જ ખુશ છીએ. ખરેખર, બાઇબલનું સત્ય લોકોને ભેગા કરે છે અને વરુ જેવા ગુણોને ઘેટાં જેવા ગુણોમાં બદલે છે કે જે મહાન ઘેટાંપાળક, યહોવાહ પરમેશ્વરમાં રહેલા છે. ખરેખર, બાઇબલ સત્ય જીવન બદલે છે.