આભારી બનો અને ખુશ રહો
આભારી બનો અને ખુશ રહો
“આભાર વ્યક્ત કરતા શીખવું એ માનવીઓ માટે સૌથી મહત્ત્વનું છે,” એવું કૅનેડાના ક્લેગરી હેરેલ્ડ છાપાએ કહ્યું. હેરેલ્ડે આપેલા અહેવાલ પ્રમાણે, પ્રાથમિક શાળાના નવ વર્ષના વિદ્યાર્થીઓને તેઓના શિક્ષકે પોતે આભાર માનતા હોય એવી બાબતો વિષે નિબંધ લખવાનું કહ્યું. એક યુવાને કહ્યું કે તે પોતાના કુટુંબનો આભારી છે, ‘કારણ કે મારા કુટુંબે મારી સારી સંભાળ રાખી છે.’ એક છોકરી પણ પોતાના કુટુંબનો આભાર માનતી હતી. તેણે કહ્યું, “મારું કુટુંબ મારી સારી રીતે સંભાળ રાખે છે, મને પ્રેમ કરે છે અને મારું પોષણ કરે છે. મારા માબાપ ન હોત તો, હું આ પૃથ્વી પર ન હોત.”
કદર ન બતાવીએ તો જીવન અસંતોષી બને છે. તત્ત્વજ્ઞાની અને ધર્મવેત્તા જે. આઈ. પાકર કહે છે કે “આપણે પરમેશ્વર પર અને એકબીજા પર આધારિત રહીએ એ રીતે જ આપણને બનાવવામાં આવ્યા છે.” એ બાઇબલમાં સદીઓ પહેલાં લખવામાં આવેલા શબ્દોની યાદ અપાવે છે, જે કહે છે: “આભારી બનો.” (કોલોસી ૩:૧૫, પ્રેમસંદેશ) બીજાઓ પ્રત્યે આભારી અને હૃદયપૂર્વકની કદર આપણને સંબંધ ટકાવી રાખવા મદદ કરે છે.
વધુમાં, બીજાઓનો આભાર માનીને અને તેઓને મૂલ્યવાન ગણીને, આપણે યહોવાહના આભારી થઈએ છીએ અને તે એની નોંધ લે છે. બાઇબલ કહે છે: “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” (૨ કાળવૃત્તાંત ૧૬:૯) પરમેશ્વર ખાતરી આપે છે કે તેમના નામ માટે માણસજાત જે પ્રેમ બતાવે છે તેઓને તે કદી ભૂલશે નહિ. (હેબ્રી ૬:૧૦) હા, તેમનો આભાર માનવાને આપણી પાસે સારું કારણ છે. કેમ કે, પરમેશ્વરનો આ ગુણ આપણે દરરોજ બતાવીએ છીએ ત્યારે, એનાથી યહોવાહને આનંદ થાય છે તેમ જ આપણો આનંદ પણ વધે છે. નીતિવચનો ૧૫:૧૩ કહે છે તેમ, “અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે.”