સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

કોલોસી ૧:૧૬ પરમેશ્વરના પુત્ર વિષે કહે છે કે “સર્વે તેની મારફતે તથા તેને સારૂ ઉત્પન્‍ન થયાં.” કયા અર્થમાં પરમેશ્વરના પુત્ર, ઈસુને “સારૂ” સર્વ ઉત્પન્‍ન કરવામાં આવ્યું હતું?

યહોવાહે ફક્ત ઈસુને જ ઉત્પન્‍ન કર્યા હતા. એ સિવાયની સર્વ વસ્તુઓ ઉત્પન્‍ન કરવામાં તેમણે પોતાના આ એકાકીજનિત પુત્રનો કુશળ કારીગર તરીકે ઉપયોગ કર્યો. (નીતિવચન ૮:૨૭-૩૦; યોહાન ૧:૩) યોગ્ય રીતે જ, પુત્ર આ કાર્યોમાંથી આનંદ મેળવે છે અને આ અર્થમાં તેમને “સારૂ” સર્વ ઉત્પન્‍ન કરવામાં આવ્યું છે.

આપણે જાણીએ છીએ કે માનવીય માબાપો વારંવાર પોતાનાં બાળકોમાંથી આનંદ મેળવે છે. આ રીતે, બાઇબલમાં નીતિવચનો કહે છે કે “પુત્રથી પિતાને આનંદ થાય છે.” (નીતિવચનો ૩:૧૨ IBSI; નીતિવચનો ૨૯:૧૭) એવી જ રીતે, યહોવાહ પરમેશ્વરે પણ ઈસ્રાએલના લોકો તેમને વફાદાર રહ્યા ત્યારે તેઓમાંથી આનંદ મેળવ્યો હતો. (ગીતશાસ્ત્ર ૪૪:૩; ૧૧૯:૧૦૮; ૧૪૭:૧૧) તે આપણા સમયના તેમના સમર્પિત સેવકોની વફાદારીમાંથી પણ આનંદ મેળવે છે.—નીતિવચનો ૧૨:૨૨; હેબ્રી ૧૦:૩૮.

આમ, પરમેશ્વરના સહકાર્યકર્તા, ઈસુ પણ પોતાના કાર્યની સિદ્ધિમાંથી આનંદ મેળવે એ યોગ્ય જ હતું. હકીકતમાં, નીતિવચનો કહે છે કે પુત્રને ‘તેમણે સૃજાવેલ વિશાળ સૃષ્ટિ અને માનવ સમુદાયને લીધે હર્ષ થતો હતો.’ (નીતિવચનો ૮:૩૧, IBSI) તેથી, આ અર્થમાં કોલોસી ૧:૧૬ કહે છે: “સર્વે તેની મારફતે તથા તેને સારૂ ઉત્પન્‍ન થયાં.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)