સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરમાં સાચો વિશ્વાસ શું આજે શક્ય છે?

પરમેશ્વરમાં સાચો વિશ્વાસ શું આજે શક્ય છે?

પરમેશ્વરમાં સાચો વિશ્વાસ શું આજે શક્ય છે?

“પરમેશ્વરની કૃપામાં અડગ વિશ્વાસ હોવાથી, વ્યક્તિ પોતાની માન્યતા માટે હજાર વાર પોતાનો જીવ આપવા પણ તૈયાર હોય છે.”—માર્ટિન લ્યુથર, ૧૫૨૨.

“આપણે મોટે ભાગે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં ખ્રિસ્તી માન્યતાઓ અને રિવાજો ક્યાંય જોવા મળતા નથી.”—લુડોવિક કેનેડી, ૧૯૯૯.

આજે માન્યતા વિષે લોકોના ભિન્‍ન ભિન્‍ન વિચારો હોય છે. ભૂતકાળમાં મોટા ભાગના લોકો પરમેશ્વરમાં માનતા હતા. પરંતુ, આજકાલ જગતમાં દુઃખ-તકલીફો એટલી વધી ગઈ છે કે પરમેશ્વર અને બાઇબલમાં માનવાને બદલે લોકો એને શંકાથી જોવા લાગ્યા છે.

પરમેશ્વરમાં ખરો વિશ્વાસ

ઘણા લોકો માટે “વિશ્વાસનો” અર્થ ફક્ત ધાર્મિક માન્યતાઓ હોવી અથવા રિવાજ પ્રમાણે ચાલવું થાય છે. જોકે, બાઇબલ પ્રમાણે “વિશ્વાસનો” મૂળ અર્થ પરમેશ્વર અને તેમનાં વચનોમાં અડગ વિશ્વાસ હોવો થાય છે. એના પરથી ઈસુ ખ્રિસ્તના શિષ્યો ઓળખાઈ આવે છે.

એક પ્રસંગે ઈસુએ પ્રાર્થના કરવાની જરૂરિયાત અને “કાયર થવું નહિ” વિષે કહ્યું. એમ કહેતાં તેમણે પ્રશ્ન ઊભો કર્યો કે, શું આપણા દિવસમાં સાચો વિશ્વાસ જડશે કે કેમ. તેમણે પૂછ્યું: “માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને [આ] વિશ્વાસ જડશે શું!” શા માટે તેમણે આવો પ્રશ્ન પૂછ્યો?—લુક ૧૮:૧,.

વિશ્વાસ ગુમાવવો

આજે ઘણાં કારણોને લીધે લોકો પોતાનો વિશ્વાસ ગુમાવી દે છે. એમાં રોજિંદા જીવનની મુશ્કેલીઓ અને માનસિક આઘાત જેવાં કારણોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, ધર્મશાસ્ત્રી માઈકલ ગોઈલડર ૧૯૫૮માં મૅંચિસ્ટર, ઇંગ્લૅંડમાં એક પાદરી હતા. એ સમયે ૧૯૫૮માં મ્યૂનિક, જર્મનીમાં વિમાન તૂટી પડ્યું ત્યારે એમાં ઘણા મૅંચિસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ટીમના ખેલાડીઓ મરણ પામ્યા. ત્યારે બીબીસી ટેલિવિઝનના સમાચાર આપનાર જૉન બેકવેલે જણાવ્યું કે, માઈકલ ગોઈલડરે “લોકોનું દુઃખ જોયું ત્યારે તે કંઈ કરી શક્યા નહિ.” પરિણામે, આ જોઈને તેમનો “પરમેશ્વર પરથી વિશ્વાસ ઊઠી ગયો કે જે ચાહે તો મનુષ્યનું નસીબ બદલી શકે એમ છે.” પછી માઈકલ ગોઈલડરે પોતાની માન્યતા વિષે આમ કહ્યું કે “બાઇબલ . . . પરમેશ્વરનો ભરોસાપાત્ર શબ્દ નથી,” એને બદલે, “એ ભૂલભરેલું અને માનવોએ રચેલું પુસ્તક છે, કદાચ એમાં અમુક જગ્યાએ જ ઈશ્વરપ્રેરિત શબ્દો રહેલા છે.”

અમુક વખતે વિશ્વાસ ધીમે ધીમે ઊઠી જાય છે. એવું જ લેખક અને સમાચાર આપનાર લુડોવિક કેનેડીના કિસ્સામાં પણ બન્યું હતું. તે કહે છે કે બાળપણથી જ “[પરમેશ્વર વિષે] મારા મનમાં ઘણી શંકાઓ અને પ્રશ્નો ઊભા થતા હોવાથી, હું મોટો થયો તેમ તેમનામાંથી મારો વિશ્વાસ ઊઠી ગયો.” એમ લાગે છે કે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો કોઈ આપી શક્યું ન હતું. કેનેડીના પિતા દરિયામાં એક અકસ્માતમાં માર્યા ગયા ત્યારે, એ અણધારી ઘટનાથી તેમનો વિશ્વાસ નબળો પડી ગયો હતો. કેમ કે, ‘સમુદ્રના જોખમ અને દુશ્મનોથી બચાવવાની’ પ્રાર્થનાનો કોઈ ફાયદો થયો ન હતો. તેમના પિતા જે વહાણમાં હતા એને બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની યુદ્ધનૌકાએ હુમલો કરીને ડુબાડી દીધું હતું.—પરમેશ્વર કેવળ માયા છે (અંગ્રેજી).

આવા અનુભવો સામાન્ય છે. પ્રેષિત પાઊલ કહે છે, “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સાલોનીકી ૩:૨) તમને શું લાગે છે? આજે પરમેશ્વરમાં ન માનનારા લોકો વધી રહ્યા છે ત્યારે, શું એ શક્ય છે કે લોકો તેમનામાં અને તેમના પવિત્રશાસ્ત્રમાં ખરો વિશ્વાસ ધરાવતા હોય? આ વિષય પર હવે પછીનો લેખ શું કહે છે એ તપાસો.