“આખરે હું જાણી શક્યો કે મને શું થયું છે!”
“આખરે હું જાણી શક્યો કે મને શું થયું છે!”
ટોકિયોના એક માણસે ડિસેમ્બર ૧, ૨૦૦૦ના ચોકીબુરજમાંથી મારો અનુભવ, લેખ વાંચ્યા પછી ઉપર પ્રમાણેની ટીકા કરી. એ લેખનો વિષય હતો, “કાલે શું થશે એની તમને ખબર નથી.” એમાં અગાઉના એક મિશનરિ ભાઈનો અનુભવ આપવામાં આવ્યો હતો કે જે મેનિક-ડિપ્રેસીવ સાયકોસીસ (તીવ્ર માનસિક હતાશા) તરીકે ઓળખાતા રોગથી પીડાતા હતા.
ટોકિયોના આ માણસે આ સામયિકના પ્રકાશકોને પત્ર લખીને જણાવ્યું: “એમાં એ રોગના આપવામાં આવેલાં લક્ષણો જેવું જ મને થતું હતું. હું હૉસ્પિટલમાં મનોચિકિત્સક પાસે ગયો ત્યારે, ખબર પડી કે મને મેનિક-ડિપ્રેસનનો રોગ થયો છે. જે ડૉક્ટરે મારી તપાસ કરી તેમને એકદમ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું: ‘આ બીમારીવાળા લોકોને ભાગ્યે જ ખબર હોય છે કે તેઓ એ રોગથી પીડાય છે.’ આમ, કંઈ ગંભીર બાબત થાય એ પહેલાં મને બીમારીનાં ચિહ્નો જાણવામાં મદદ મળી.
ચોકીબુરજ અને સાથી સામયિક સજાગ બનો!ના ભિન્ન વિષયો પરના દરેક અંકને વાંચીને જગતના કરોડો લોકો લાભ મેળવી રહ્યા છે. તેઓને એના લેખો માહિતીકારક અને સંતોષપ્રદ લાગે છે. ચોકીબુરજ સામયિક હમણાં ૧૪૦ ભાષાઓમાં અને સજાગ બનો! ૮૬ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. તમે પણ ચોકીબુરજ અને સજાગ બનો!ને નિયમિત રીતે વાંચીને એનો આનંદ માણી શકો.