સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જગતને વધારે સારું બનાવી શકો?

શું તમે જગતને વધારે સારું બનાવી શકો?

શું તમે જગતને વધારે સારું બનાવી શકો?

“રાજકારણીઓ આ દંભી સમાજને કદી પણ સુધારી શકશે નહિ. તેઓ પ્રણાલીગત નૈતિક ધોરણોને ફરીથી સ્થાપિત કરી શકતા નથી. તેઓ ગમે તેવા સારા નીતિનિયમો બનાવે તોપણ, એ સહચર્ય કે લગ્‍ન વિષે પહેલાં લોકો જે ધોરણો અપનાવતા હતા, બાળકોનો ઉછેર કરવાને પિતાઓ જે જવાબદારી ગણતા હતા અથવા જે ખરાબ કામોને જોઈને લોકો નફરત કે શરમની લાગણી અનુભવતા હતા એને ફરીથી સ્થાપિત કરવામાં સફળ થઈ શકતા નથી. . . . આજે આપણને મુશ્કેલીમાં મૂકતી મોટા ભાગની નૈતિક સમસ્યાઓને કાયદાથી પણ જડમૂળથી કાઢી શકાતી નથી.”

અમેરિકન સરકારના એક ભૂતપૂર્વ સહાયક અધિકારીએ કહેલા આ શબ્દો સાથે શું તમે સહમત છો? જો તમે સહમત થતા હોવ તો, આજે દંભી સમાજને વધારે કોરી ખાતી સમસ્યાઓ વિષે શું કે જે લોભ, કુટુંબોમાં પ્રેમની ખામી, અનૈતિકતા, અજ્ઞાનતા અને એવા બીજાં કારણોને લીધે ઊભી થાય છે? કેટલાક લોકોને લાગે છે કે એનો કોઈ ઉકેલ નથી અને એ કારણે તેઓ રોજિંદા કામમાં પોતાનાથી બનતું સારું કરવામાં વ્યસ્ત થઈ જાય છે. બીજાઓ આશા રાખે છે કે એક દિવસ ખૂબ બુદ્ધિશાળી નેતા, પછી તે ધાર્મિક ગુરૂ પણ હોય શકે, તે આવશે અને તેઓને સાચું માર્ગદર્શન આપશે.

હકીકતમાં, ૨૦૦૦ વર્ષ પહેલાં લોકો ઈસુ ખ્રિસ્તને રાજા બનાવવા ઇચ્છતા હતા, કેમ કે તેઓને સમજાયું હતું કે ઈસુને પરમેશ્વરે મોકલ્યા છે અને તે સૌથી સારું શાસન કરી શકશે. તોપણ, ઈસુને તેઓના ઇરાદાની ખબર પડી કે તરત જ ત્યાંથી નાસી ગયા. (યોહાન ૬:૧૪, ૧૫) પછી, તેમણે રૂમી અધિકારીને કહ્યું કે, “મારૂં રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૮:૩૬) આજે, બહુ થોડા લોકો ઈસુના પગલે ચાલે છે. અરે, કેટલાક ધાર્મિક ગુરૂઓ ઈસુને પગલે ચાલવાનો દાવો કરે છે. એમાંના અમુકે દુન્યવી સરકારો પર પોતાનો પ્રભાવ પાડીને અથવા રાજકારણમાં ઊંચા હોદ્દાઓ પર બીરાજીને જગતને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે ૧૯૬૦ અને ૭૦ના દાયકા પર નજર કરવાથી જોઈ શકીએ છીએ.

જગતને સુધારવા માટેના ધાર્મિક પ્રયત્નો

લેટીન-અમેરિકાના દેશોમાં ૧૯૬૦ના દાયકામાં કેટલાક ધર્મશાસ્ત્રીઓએ ગરીબો અને કચડાયેલા લોકો માટે આંદોલન કર્યું. એ બાબતો સિદ્ધ કરવા માટે તેઓએ ધાર્મિક સ્વતંત્રતા ઊભી કરી, જેમાં તેઓએ બાઇબલ પ્રમાણે ખ્રિસ્તને તેઓના તારણહાર જ નહિ, પરંતુ એક રાજકારણી અને આર્થિક રીતે લોકોનો ઉદ્ધાર કરનાર કહ્યા. અમેરિકામાં ચર્ચના ઘણા પાદરીઓએ નૈતિક મૂલ્યોના થઈ રહેલા પતનથી ખૂબ ચિંતિત બનીને મોરલ મેઝોરીટી નામનું સંગઠન ઊભું કર્યું. તેઓનો હેતુ, રાજકીય રીતે કુટુંબના હિતમાં કાયદેસર નિયમો બનાવવાનો હતો. એવી જ રીતે, ઘણા મુસ્લિમ દેશોમાં કેટલાક જૂથોએ ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવાના પ્રયત્ન તરીકે લોકોને કુરાનમાં જણાવ્યા પ્રમાણે કરવાનું કહ્યું.

શું તમે માનો છો કે આવા પ્રયત્નોના કારણે આજે જગતની પરિસ્થિતિમાં સુધારો થયો છે? પુરાવાઓ બતાવે છે કે સામાન્ય રીતે, આજે બધી જગ્યાએ નૈતિક ધોરણોની હજુ પણ અવગણના કરવામાં આવે છે અને ધનવાનો તથા ગરીબો વચ્ચેનું અંતર વધતું જ જાય છે. જ્યાં ધાર્મિક સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે એવા દેશો પણ એમાંથી બાકાત નથી.

અમેરિકામાં મોરલ મેઝોરીટી નામનું સંગઠન પોતાનો મુખ્ય હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયું ત્યારે, એના સંસ્થાપક જેરી ફાલવેલે એને ૧૯૮૯માં વિખેરી નાખ્યું. બીજા સંગઠનોએ એનું સ્થાન લીધું. તોપણ, “મોરલ મેઝોરીટી” નામનો પહેલી વાર ઉપયોગ કરનાર પૉલ વેઈરીચે આજે ખ્રિસ્તી ધર્મ (અંગ્રેજી) મેગેઝિનમાં લખ્યું: “ચુંટણીમાં અમારા ઉમેદવારો જીતી જાય તોપણ, અમે જે નીતિઓને મહત્ત્વની ગણીએ છીએ એનો અમલ કરાવવામાં સફળ થતા નથી.” તેમણે એમ પણ લખ્યું: “સમાજની સંસ્કૃતિ અને રીતિરિવાજોથી હવે વધારેને વધારે લોકોને સૂગ આવવા લાગી છે. તેથી, સંસ્કૃતિનું એટલા મોટા પાયે પતન થઈ રહ્યું છે જેવું પહેલાં કદી થયું ન હતું અને એને ફરીથી સ્થાપિત કરવું રાજનીતિના હાથની વાત નથી.”

કટાર લેખક અને પત્રકાર કાર્લ થોમસ માને છે કે રાજનીતિ દ્વારા સમાજને સુધારવાનો પ્રયત્ન કરવો એ જ સૌથી મોટી ભૂલ છે. તે કહે છે: “ખરેખર આપણી મુખ્ય સમસ્યા રાજકીય કે આર્થિક પ્રકારની નહિ, પરંતુ નૈતિક અને આત્મિક બાબતોની છે. તેથી, દરેક વ્યક્તિના હૃદયના બદલાવથી જ સમાજમાં સાચો ફેરફાર આવશે, એ ચુંટણીમાં જીત મેળવવાથી આવતો નથી.”

પરંતુ, જગતમાં કોઈ નૈતિક ધોરણો જ ન હોય અને લોકો પોતાની જાતે જ ખરાં-ખોટાનો નિર્ણય લેતા હોય ત્યારે, નૈતિક અને આત્મિક સમસ્યાઓને કઈ રીતે હલ કરી શકાય? જગતની મહાન હસ્તીઓ અને સારા ઇરાદાવાળા લોકો, પછી ભલે તેઓ ધર્મમાં માનતા હોય કે નહિ, આ જગતને સુધારી શકતા ન હોય તો, એને કોણ સુધારી શકે? આ મહત્ત્વના પ્રશ્નનો જવાબ આપણને હવે પછીના લેખમાં જોવા મળશે. હકીકતમાં, આપણે એનાથી એ પણ જોઈ શકીશું કે ઈસુએ શા માટે એવું કહ્યું હતું કે તેમનું રાજ્ય આ જગતનું નથી.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

બાળકો: UN photo; પૃથ્વી: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.