સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યહોવાહે ઈબ્રાહીમ સાથે ક્યાં કરાર કર્યો હતો, ઉરમાં કે હારાનમાં?

યહોવાહે પહેલી વાર ઈબ્રાહીમ સાથે કરેલા કરાર વિષે ઉત્પત્તિ ૧૨:૧-૩માં જોવા મળે છે, જે કહે છે: “યહોવાહે ઈબ્રામને કહ્યું, કે તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા બાપનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા. . . . અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.” * યહોવાહે આ કરાર ઈબ્રાહીમ ઉરમાં હતા ત્યારે કર્યો હતો. પછી તે હારાનમાં હતા ત્યારે એ ફરીથી કહેવામાં આવ્યું હોય શકે.

પ્રથમ સદીમાં, સ્તેફને યહોવાહની એ આજ્ઞાનો ઉલ્લેખ કર્યો કે ઈબ્રાહીમે કનાનમાંથી જવું જોઈએ. સભાસ્થાનને સંબોધતા તેમણે કહ્યું: “આપણો પૂર્વજ ઈબ્રાહીમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટામ્યામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન દેવે તેને દર્શન દઈને કહ્યું, કે તું તારા દેશમાંથી તથા તારાં સગાંમાંથી નીકળ, અને જે દેશ હું તને દેખાડું તેમાં જઈને રહે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨, ૩) ઈબ્રાહીમ મૂળ ઉરમાંથી આવતા હતા અને સ્તેફને બતાવ્યું તેમ ત્યાં તેમને પહેલી વાર કનાન જવાની આજ્ઞા આપવામાં આવી હતી. (ઉત્પત્તિ ૧૫:૭; નહેમ્યાહ ૯:૭) સ્તેફન, પરમેશ્વરના ઈબ્રાહીમ સાથેના કરારનો ઉલ્લેખ કરતા નથી, પરંતુ ઉત્પત્તિ ૧૨:૧-૩માં એ કરાર કનાનમાં જવાની આજ્ઞા સાથે જોડાયેલો છે. તેથી, એ માનવું વ્યાજબી છે કે યહોવાહે ઈબ્રાહીમ સાથે ઉરમાં કરાર કર્યો હતો.

તેમ છતાં, ઉત્પત્તિના અહેવાલને ધ્યાનપૂર્વક વાંચવાથી જોવા મળે છે કે ઈબ્રાહીમ હારાનમાં હતા ત્યારે, યહોવાહે ઘણા પ્રસંગોએ તેમને એ કરાર વિષે ફરીથી કહ્યું હતું. (ઉત્પત્તિ ૧૫:૫; ૧૭:૧-૫; ૧૮:૧૮; ૨૨:૧૬-૧૮) ઉત્પત્તિ ૧૧:૩૧, ૩૨ અનુસાર, ઈબ્રાહીમના પિતા, તેરાહે કનાનમાં જવા માટે ઉર છોડ્યું ત્યારે તેમની સાથે ઈબ્રાહીમ, સારાહ અને લોટ પણ હતા. તેઓ હારાનમાં આવ્યા અને તેરાહના મરણ સુધી ત્યાં રહ્યા. ઈબ્રાહીમ લાંબો સમય હારાનમાં રહ્યાં અને એ દરમિયાન તેમણે ઘણી સંપત્તિ મેળવી. (ઉત્પત્તિ ૧૨:૫) એ જ સમયે, ઈબ્રાહીમના ભાઈ, નાહોર પણ તેમની સાથે ત્યાં રહેવા ગયા.

તેરાહના મરણનો ઉલ્લેખ કર્યા પછી, કલમ ઈબ્રાહીમને કહેલા શબ્દો વિષે કહે છે: “યહોવાહના કહ્યા પ્રમાણે ઈબ્રામ નીકળ્યો.” (ઉત્પત્તિ ૧૨:૪) તેથી, ઉત્પત્તિ ૧૧:૩૧–૧૨:૪ પાક્કી ખાતરી કરાવે છે કે યહોવાહે તેરાહના મરણ પછી ઉત્પત્તિ ૧૨:૧-૩માં જણાવેલી બાબતો કહી હતી. બાબત એમ હોય તો, યહોવાહની આજ્ઞાથી ઈબ્રાહીમે હારાન છોડ્યું અને તેમણે જણાવેલા દેશમાં રહેવા ગયા ત્યારે, ઈબ્રાહીમે શરૂઆતમાં ઉરમાં સાંભળેલા પ્રથમ શબ્દો જ સાંભળ્યા હતા.

ઉત્પત્તિ ૧૨:૧ અનુસાર, યહોવાહે ઈબ્રાહીમને આજ્ઞા આપી: “તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા બાપનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા.” એક સમયે ઈબ્રાહીમનો “દેશ” ઉર હતો, અને તેમના પિતાનું ઘર પણ ત્યાં હતું. તેમ છતાં, ઈબ્રાહીમના પિતા તેમના કુટુંબીજનોને લઈને હારાનમાં ગયા, અને એ કારણે ઈબ્રાહીમે તે જગ્યાને પોતાનો દેશ કહ્યો. ઘણાં વર્ષો કનાનમાં રહ્યા પછી, તેમણે પોતાના કારભારીને ‘તેમના દેશમાં અને તેમના કુટુંબીઓ પાસે’ ઈસ્હાકને સારૂ પત્ની શોધવા મોકલ્યો ત્યારે એ ચાકર “નાહોર શહેરમાં” (હારાન કે તેની આજુબાજુના વિસ્તારમાં) ગયો. (ઉત્પત્તિ ૨૪:૪, ૧૦) ત્યાં કારભારીએ ઈબ્રાહીમના સગાઓમાંથી નોરના મોટા કુટુંબમાંથી રિબકાહને પસંદ કરી.—ઉત્પત્તિ ૨૨:૨૦-૨૪; ૨૪:૧૫, ૨૪, ૨૯; ૨૭:૪૨, ૪૩.

સભાસ્થાનને સંબોધતા સ્તેફને કહ્યું: “તેનો બાપ મરણ પામ્યો ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં દેવે [ઈબ્રાહીમને] લાવીને વસાવ્યો.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:૪) આ બતાવે છે કે યહોવાહે ઈબ્રાહીમ સાથે હારાનમાં વાત કરી હતી. તેથી એ માનવું યોગ્ય છે કે ઉત્પત્તિ ૧૨:૧-૩માં નોંધ્યા પ્રમાણે યહોવાહે આ કરાર વિષે ફરી વાર જણાવ્યું હતું જેથી ઈબ્રાહીમ કનાનમાંથી ગયા ત્યારે કરાર તેમની સાથે જ રહ્યો. આમ, આ બધી હકીકતોને ધ્યાનમાં લેતા, એ સ્પષ્ટ જોવા મળે છે કે યહોવાહે ઈબ્રાહીમ સાથે ઉરમાં કરાર કર્યો હતો અને એ કરાર વિષે તેમને ફરીથી હારાનમાં જણાવવામાં આવ્યું હતું.

[ફુટનોટ]

^ ઈબ્રાહીમ ૯૯ વર્ષના હતા અને તે કનાનમાં હતા ત્યારે યહોવાહે તેમનું નામ ઈબ્રામથી બદલીને ઈબ્રાહીમ કર્યું હતું.—ઉત્પત્તિ ૧૭:૧,.