સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું”

“તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું”

“તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું”

આપણે ઘણી વાર અજવાળાને સામાન્ય ગણી લઈએ છીએ. પરંતુ, વીજળી જતી રહે અને આપણી ચારે બાજુ અંધકાર છવાઈ જાય ત્યારે આપણને એનું મૂલ્ય સમજાય છે. આનંદની બાબત છે કે આપણા આકાશી “અજવાળાના ઉદ્‍ભવ,” સૂર્ય પર પૂરેપૂરો આધાર રાખી શકાય છે. આપણે સૂર્યમાંથી આવતા અજવાળા માટે આભારી છીએ કારણ કે એનાથી આપણે જોઈ શકીએ, ખાઈ શકીએ, શ્વાસ લઈ શકીએ અને જીવતા રહી શકીએ છીએ.

જીવન માટે અજવાળું અનિવાર્ય હોવાથી, ઉત્પત્તિમાં પ્રથમ દિવસે અજવાળું થયું એમ વાંચીને આપણને આશ્ચર્ય થવું જોઈએ નહિ. “દેવે કહ્યું, અજવાળું થાઓ, ને અજવાળું થયું.” (ઉત્પત્તિ ૧:૩) દાઊદ જેવી આદરણીય વ્યક્તિઓએ હંમેશા યહોવાહને જીવન અને અજવાળાના ઉદ્‍ભવ તરીકે જોયા. દાઊદે લખ્યું: “જીવનનો ઝરો તારી પાસે છે; તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.”—ગીતશાસ્ત્ર ૩૬:૯.

દાઊદના શબ્દો શાબ્દિક અને રૂપકાત્મક બંને અજવાળાને લાગુ પડે છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનીકા બતાવે છે: “ખરેખર, અજવાળાને કારણે જ જોઈ શકાય છે.” ત્યાર પછી એ ઉમેરે છે: “બીજા કોઈ પણ ઇંદ્રિયોવાળા અંગ કરતાં, આંખો દ્વારા મગજ ઘણી વધારે માહિતી મેળવે છે.” આપણે જે કંઈ શીખીએ છીએ એ મોટે ભાગે દૃષ્ટિની ભેટ પર આધારિત હોવાથી, એ યોગ્ય રીતે કામ કરે માટે અજવાળું જરૂરી છે. અજવાળાને બાઇબલમાં રૂપકાત્મક રીતે પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “જગતનું અજવાળું હું છું; જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” (યોહાન ૮:૧૨) ઈસુએ ઉલ્લેખેલું રૂપકાત્મક અજવાળું, તે પ્રચાર કરતા હતા એ સત્યનો સંદેશો હતો કે જેનાથી તે તેમના સાંભળનારાઓના મન અને હૃદયને પ્રકાશિત કરી શક્યા. આત્મિક અંધકારનાં વર્ષો પછી, ઈસુના શિષ્યો છેવટે પરમેશ્વરનો માણસજાત માટેનો હેતુ અને રાજ્યની આશાને સમજી શક્યા. એ જ્ઞાન ખરેખર “જીવનનું અજવાળું” હતું, કેમ કે એ અનંતજીવન તરફ દોરી જતું હતું. ઈસુએ પોતાના પિતાને આ પ્રમાણે પ્રાર્થના કરી, “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) આપણે આ આત્મિક અજવાળાને કદી પણ સામાન્ય ગણી લેવું જોઈએ નહિ!