સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ”

“અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ”

“અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ”

પ્રથમ સદીમાં એશિયા માઈનોરના લાઓદીકીઆ ખ્રિસ્તી મંડળને ઈસુ ખ્રિસ્તે આ સલાહ આપી હતી.

ઈસુએ કહ્યું: “તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.” (આ લેખના અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) અહીં કંઈ આંખોની બીમારીની નહિ પરંતુ, આત્મિક રીતે અંધાપો આવી ગયેલા લોકોની વાત થઈ રહી છે જેઓને સારવારની જરૂર હતી. લાઓદીકીઆના ખ્રિસ્તીઓ ભૌતિક રીતે સમૃદ્ધ શહેરમાં રહેતા હતા. તેઓ એનાથી એટલા તો પ્રભાવિત થઈ ગયા હતા કે પોતાની આત્મિક જરૂરિયાતો વિષે પણ નિષ્કાળજી બતાવવા લાગ્યા.

ઈસુએ તેઓના આવા વલણની ટીકા કરતા પ્રેરિત સંદર્શનમાં કહ્યું: “તું કહે છે, કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી; પણ તું જાણતો નથી, કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્‍ન છે.” મંડળના સભ્યો એ વિષે જાણતા ન હોવા છતાં, તેઓએ સાજા કરતું “અંજન” લેવાની જરૂર હતી. એ ફક્ત ઈસુ ખ્રિસ્તના શિક્ષણ અને શિસ્તને આધીન રહેવાથી મળી શકતું હતું. ઈસુએ કહ્યું, “મારી પાસેથી વેચાતું લે.”—પ્રકટીકરણ ૩:૧૭, ૧૮.

લાઓદીકીઆ માટે એ સાચું હતું તેમ, આજે સાચા ખ્રિસ્તીઓએ પણ પોતે ભૌતિક અને સુખ-વિલાસી વાતાવરણમાં રહેતા હોવાથી, એની અસરમાં ન આવી જાય માટે સાવધ રહેવાની જરૂર છે. આત્મિક તંદુરસ્તીને જાળવી રાખવાની સલાહ આમાંથી જોવા મળે છે: “[ઈસુ] પાસેથી . . . અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.”

મહત્ત્વની બાબત એ છે કે આ ‘અંજનને’ ખરીદી શકાય છે. એમાં કિંમતનો પણ સમાવેશ થાય છે. બાઇબલનો અભ્યાસ અને મનન કરવા વધુ સમય ખરચવો જોઈએ. ગીતકર્તાના આ શબ્દો ખાતરી આપે છે, “તે આંખોને [આત્મિક] પ્રકાશ આપે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૮.