સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપો બાળકો પ્રત્યેની તમારી ફરજો પૂરી કરો!

માબાપો બાળકો પ્રત્યેની તમારી ફરજો પૂરી કરો!

માબાપો બાળકો પ્રત્યેની તમારી ફરજો પૂરી કરો!

બાળકોને ખાસ કરીને તેમનાં માબાપ પાસેથી માર્ગદર્શન અને પ્રેમાળ શિસ્તની જરૂર છે. આ બાબતે બ્રાઝિલના એક શિક્ષક, તાનિયા ઝાગુરી કહે છે: “દરેક બાળકો વધારે આનંદ મેળવવાનું ઇચ્છતા હોય છે. આથી, તેઓ પર અંકુશ રાખવો જરૂરી છે. એ માબાપની જવાબદારી છે. માબાપ એમ નહી કરે તો, બાળકો કાબૂમાં રહેશે નહિ.”

તેમ છતાં, ઘણા દેશોમાં છૂટછાટવાળા સમાજનો પ્રભાવ પડે છે કે જેમાં વ્યક્તિગત સ્વતંત્રતાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આથી, ઉપર આપવામાં આવેલી સલાહ પ્રમાણે કરવું માબાપોને મુશ્કેલ લાગી શકે. તો પછી, માબાપો ક્યાંથી મદદ મેળવી શકે? પરમેશ્વરનો ભય રાખતાં માબાપો જાણે છે કે તેઓનાં બાળકો “યહોવાહનું આપેલું ધન” છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) આથી, તેઓ બાળકોનાં ઉછેર માટે માર્ગદર્શન મેળવવા પરમેશ્વરના શબ્દ, બાઇબલ પર આધાર રાખે છે. દાખલા તરીકે, નીતિવચનો ૧૩:૨૪ કહે છે: “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.”

બાઇબલ “સોટી” શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે, એનો અર્થ ફક્ત શારીરિક શિક્ષા નહિ પરંતુ, કોઈ પણ પ્રકારની સુધારણા થાય છે. ખરેખર, જિદ્દી કે તોફાની બાળકોને સુધારવા ઘણી વાર મૌખિક શિસ્ત જ પૂરતી હોય શકે. નીતિવચનો ૨૯:૧૭ કહે છે: “તારા દીકરાને શિક્ષા કરશે, તો તે તને નિરાંત આપશે; તે તારા મનને આનંદ આપશે.”

બાળકોમાંથી અયોગ્ય વલણને દૂર કરવા તેઓને પ્રેમાળ શિસ્તની જરૂર છે. આ પ્રકારની દૃઢ અને પ્રેમાળ સુધારણા પુરાવો આપે છે કે માબાપો બાળકોની કાળજી રાખે છે. (નીતિવચનો ૨૨:૬) માબાપો, નિરુત્સાહ ન થાઓ! બાઇબલની ઉપયોગી, વ્યવહારુ સલાહને અનુસરવાથી તમે યહોવાહ પરમેશ્વરને ખુશ કરશો અને તમારાં બાળકો પાસેથી આદર મેળવશો.