સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને ચોકીબુરજના તાજેતરના અંકો ગમ્યા હતા? એમ હોય તો, તમે નીચેના પ્રશ્નોના જવાબો આપી શકો છો કે નહિ એ જુઓ:

જર્મનીમાં ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતમાં કયા ધર્મની કાનૂની જીત થઈ?

એ અદાલતે યહોવાહના સાક્ષીઓ અને તેઓના ધર્મને લગતા હક્ક મેળવવા વિષેના બીજી એક અદાલતના ખોટા નિર્ણયને ઉથલાવ્યો. સાક્ષીઓની તરફેણ કરતા આ નિર્ણયે એ પણ નોંધ્યું કે ધાર્મિક સ્વતંત્રતામાં કોઈ વ્યક્તિ સરકારની માંગણી કરતાં વધારે પોતાની ‘ધાર્મિક માન્યતાને’ વળગી રહી શકે.—૮/૧૫, પાન ૮.

અયૂબે કેટલા સમય સુધી પીડા સહન કરી હતી?

અયૂબનું પુસ્તક એમ બતાવતું નથી કે તેમણે ઘણાં વર્ષો સુધી સહન કર્યું. અયૂબની પીડા થોડા મહિનાઓ, એક વર્ષથી પણ ઓછો સમય રહી હોય શકે.—૮/૧૫, પાન ૩૧.

શા માટે આપણે કહી શકીએ કે શેતાન ફક્ત અંધશ્રદ્ધા નથી?

ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે શેતાન ખરેખર એક વ્યક્તિ છે. ઈસુને તેમનામાં રહેલી કોઈ દુષ્ટતાએ નહિ, પણ એક વાસ્તવિક વ્યક્તિ તરીકે શેતાને લલચાવ્યા હતા. (માત્થી ૪:૧-૧૧; યોહાન ૮:૪૪; યોહાન ૧૪:૩૦)—૯/૧, પાન ૫-૬.

નીતિવચનો ૧૦:૧૫ કહે છે: “દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે.” આ કઈ રીતે સાચું પુરવાર થાય છે?

મજબૂત કિલ્લેબંધીવાળા નગરમાં રહેનારાઓનું અમુક હદે રક્ષણ થાય છે તેમ, જીવનની અમુક અનિશ્ચિત બાબતો સામે દ્રવ્ય આપણું રક્ષણ કરી શકે. બીજી બાજુ, અમુક કારણસર પરિસ્થિતિ બદલાય ત્યારે ગરીબી વિનાશક સાબિત થઈ શકે.—૯/૧૫, પાન ૨૪.

અનોશના સમયમાં લોકો કયા અર્થમાં “યહોવાહને નામે પ્રાર્થના કરવા લાગ્યા”? (ઉત્પત્તિ ૪:૨૬)

માનવીઓની શરૂઆતથી જ યહોવાહનું નામ લેવામાં આવતું હતું; પરંતુ, અનોશ જીવતા હતા એ વખતે યહોવાહનું નામ લેવું એ સાબિત કરતું ન હતું કે તેઓને યહોવાહમાં વિશ્વાસ હતો. માણસોએ યહોવાહના નામનો મહિમા પોતાને કે બીજી વ્યક્તિઓને આપ્યો હોય શકે કે જેઓ પરમેશ્વરની ઉપાસના કરવાનો ઢોંગ કરતા હતા.—૯/૧૫, પાન ૨૯.

બાઇબલમાં ઉપયોગમાં લેવામાં આવેલા “શિસ્ત” શબ્દનો શું અર્થ થાય છે?

બાઇબલમાં ઉપયોગમાં લેવામાં આવેલો “શિસ્ત” શબ્દ, કોઈ પણ પ્રકારના અત્યાચાર કે ક્રૂરતાને લાગુ પડતો નથી. (નીતિવચનો ૪:૧૩; ૨૨:૧૫) “શિસ્ત” માટેનો ગ્રીક શબ્દ પ્રેમાળ શિક્ષાને લાગુ પડે છે એ જ સમયે, એ માર્ગદર્શન, શિક્ષણ અને ઠપકાને પણ લાગુ પડે છે. પોતાનાં બાળકો સાથે હંમેશા વાતચીત કરતા રહીને માબાપો યહોવાહનું અનુકરણ કરી શકે છે. (હેબ્રી ૧૨:૭-૧૦)—૧૦/૧, પાન ૮, ૧૦.

આજે ખ્રિસ્તીઓ કઈ રીતે બતાવે છે કે પરમેશ્વર તેઓ પર રાજ કરે છે?

યહોવાહના સાક્ષીઓની સતાવણી કરવામાં આવે અથવા તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તોપણ, પરમેશ્વરના રાજ્યને સમર્થન આપવા તેઓ રાજકારણમાં અથવા બળવો પોકારવામાં ભાગ લેતા નથી. (તીતસ ૩:૧) તેઓ ઈસુએ અને પ્રથમ સદીના શિષ્યોએ કર્યું તેમ, લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ લોકોને પ્રામાણિકતા, નૈતિક શુદ્ધતા અને સારાં નૈતિક કાર્યો જેવા બાઇબલના વિષયો પર સમજણ મેળવવામાં મદદ કરે છે.—૧૦/૧૫, પાન ૬.

કઈ રીતે ઍન્ડીઝમાં જીવનનું પાણી વહે છે?

યહોવાહના સાક્ષીઓ લોકોને સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરે છે જેમાં બે સ્થાનિક ભાષાઓ, ઐમારા અને ક્યુચુઆ બોલતા લોકોનો પણ સમાવેશ થાય છે. સાક્ષીઓ ટીટીકાકા સરોવરના ટાપુઓ પર રહેતા લોકોની મુલાકાત લે છે જેમાં, સરોવરના પાણીમાં ઊગેલા બરુથી બનાવવામાં આવેલા ભોંયતળિયાવાળા “તરતા” ટાપુઓનો પણ સમાવેશ થાય છે.—૧૦/૧૫, પાન ૮-૧૦.

આપણને માર્ગદર્શન આપવા માટે યહોવાહે શું આપ્યું છે કે જેની સરખામણી કોમ્પ્યુટરની માર્ગદર્શન પદ્ધતિથી ચાલતા આધુનિક સમયના વિમાનો સાથે કરવામાં આવી છે?

પરમેશ્વરે માનવીઓને નૈતિક માર્ગદર્શનની ક્ષમતા સાથે બનાવ્યા છે. એ આપણું અંતઃકરણ છે. (રૂમી ૨:૧૪, ૧૫)—૧૧/૧, પાન ૩-૪.

શા માટે ઈસુનું મરણ મૂલ્યવાન છે?

સંપૂર્ણ પ્રથમ માણસ, આદમે પાપ કર્યું ત્યારે તેણે પોતાનું અને પોતાના વંશજો માટેનું પણ જીવન ગુમાવ્યું. (રૂમી ૫:૧૨) સંપૂર્ણ ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપીને ખંડણીની જોગવાઈ કરી જેનાથી વિશ્વાસુ માનવો માટે ફરીથી અનંતજીવન શક્ય બન્યું.—૧૧/૧૫, પાન ૫-૬.

કોલોસી ૩:૧૧માં નોંધવામાં આવેલા શિથિયનો કોણ હતા?

શિથિયનો એક ભટકતી પ્રજા હતી અને તેઓએ યૂરેશિયાના મેદાનમાં ૭૦૦થી ૩૦૦ બી.સી.ઈ. સુધી કબજો જમાવ્યો હતો. તેઓ અદ્‍ભુત ઘોડેસવારો અને લડવૈયાઓ હતા. કોલોસી ૩:૧૧ કોઈ જાતિને નહિ પરંતુ દુનિયાના એકદમ અસભ્ય લોકોને લાગુ પડી શકે.—૧૧/૧૫, પાન ૨૪-૫.

શા માટે આપણે કહી શકીએ કે સોનેરી નિયમના શિક્ષણને આપણે નિયમિત ધ્યાન આપવાની જરૂર છે?

આ નૈતિક સિદ્ધાંતને યહુદી, બૌદ્ધ ધર્મ, ગ્રીક ફિલસૂફી અને કન્ફયુશિયસના શિક્ષણમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમ છતાં, ઈસુએ પહાડ પરના પોતાના ઉપદેશમાં જે સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો એમાં સારાં કાર્યો કરવાનો સમાવેશ થાય છે અને એ દરેક પ્રકારના તથા બધી જ વયના લોકોના જીવનને અસર કરે છે. (માત્થી ૭:૧૨)—૧૨/૧, પાન ૩.