સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“હું કૈસરની પાસે દાદ માગું છું”

“હું કૈસરની પાસે દાદ માગું છું”

“હું કૈસરની પાસે દાદ માગું છું”

એક ટોળાએ એક નિર્દોષ માણસને પકડીને ખૂબ માર્યો. તેઓ વિચારતા હતા કે તે મરણને યોગ્ય છે. એમ લાગતું હતું કે એ માણસ ટોળાના મારથી મરી જશે. એટલામાં જ, સૈનિકો ધસી આવ્યા અને મહામુશ્કેલીથી હિંસક ટોળાના હાથમાંથી તે માણસને બચાવ્યો. એ માણસ પ્રેષિત પાઊલ હતા. તેમના પર હુમલો કરનારા યહુદીઓ હતા કે જેઓએ તેમના પ્રચાર કાર્યનો વિરોધ કરીને તેમના પર મંદિરને અશુદ્ધ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમને બચાવનારા રૂમીઓ હતા. તેઓએ તેમના સૂબા કલાદીઅસ લુસિયસના કહેવાથી તેમને બચાવ્યા હતા. આ બધી ગરબડમાં પાઊલને ગુનેગાર માનીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રેરિતોનાં કૃત્યોનાં છેલ્લા સાત અધ્યાયોમાં તેમની આ ધરપકડની શરૂઆતના કિસ્સાઓ આપવામાં આવ્યા છે. પાઊલની કાનૂની પાર્શ્વભૂમિકા જાણ્યા પછી, તેમના પર મૂકવામાં આવેલા આરોપો, તેમનો બચાવ અને રૂમી સરકાર કઈ રીતે સજા કરે છે, આ બધી બાબતોની મદદથી આપણે આ અધ્યાયોને વધારે સારી રીતે સમજી શકીએ છીએ.

કલાદીઅસ લુસિયસના બંદીખાનામાં

કલાદીઅસ લુસિયસની ફરજોમાં યરૂશાલેમમાં વ્યવસ્થા જાળવવાનો સમાવેશ થતો હતો. તેનો ઉપરી અધિકારી, યહુદાહનો રૂમી હાકેમ કાઈસારીઆમાં રહેતો હતો. પાઊલના કિસ્સાથી એ સ્પષ્ટ જોવા મળતું હતું કે લુસિયસે તેમને એટલા માટે પકડ્યા હતા કેમ કે એક વ્યક્તિને હિંસાથી બચાવવા અને શાંતિનો ભંગ કરનારાઓને પકડવાની તેની જવાબદારી હતી. યહુદીઓના જલદ પ્રત્યાઘાતને લીધે લુસિયસ તેના કેદીને એનટોનિયા ટાવરના સૈનિકોના કિલ્લામાં લઈ ગયો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૭-૨૨:૨૪.

લુસિયસને એ જાણવું હતું કે પાઊલે શું કર્યું હતું. પરંતુ, તે એટલા મોટા ઘોંઘાટ વચ્ચે કંઈ પણ જાણી શક્યો ન હતો. તેથી, વધારે ધમાલ થાય એ પહેલાં તેણે, ‘તેઓએ શા કારણથી પાઊલની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારૂ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૪) ગુનેગાર, ગુલામો અને નીચલી કક્ષાના લોકો પાસેથી સાચી બાબત કઢાવવા માટેની આ સામાન્ય રીત હતી. કોરડો (ફલગ્રામ) કામ કઢાવવા માટે અસરકારક હોય શકે પરંતુ, એ ભયાનક હથિયાર હતું. અમુક કોરડાઓની સાંકળમાં ધાતુના દડાનો પણ સમાવેશ થતો હતો. અમુક, ચામડાંના બનેલા હતા જેને હાડકાં અને ધાતુના તીક્ષ્ણ ટુકડાઓથી ગૂંથી લેવામાં આવતા હતા. એનાથી ચામડીની માંસપેશીઓ ચીરાઈને ગંભીર જખમો થતા હતા.

એ સમયે પાઊલ પોતાના રૂમી નાગરિકપદ વિષે જણાવે છે. ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી એક રૂમીને તેઓ કોરડા મારી શકતા ન હતા. તેથી, પાઊલે પોતાના રૂમી હોવાના હક્ક વિષે જણાવ્યું ત્યારે, તરત જ એની અસર જોવા મળી. એક રૂમી નાગરિક પર જુલમ કરવો કે તેને સજા આપવાના ગુના હેઠળ રૂમી સુબેદારનું પદ જઈ શકતું હતું. તેથી, સમજી શકાય છે કે ત્યારથી પાઊલને એક ખાસ કેદીની જેમ રાખવામાં આવ્યા હોય શકે, જેમાં બીજાઓ તેમની મુલાકાત પણ લઈ શકતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૫-૨૯; ૨૩:૧૬, ૧૭.

લુસિયસને પાઊલ પર મૂકવામાં આવેલાં તહોમતો વિષે કંઈ ખાસ ખબર ન હોવાથી, એનું ખરું કારણ જાણવા માટે તે પાઊલને ન્યાયસભામાં લઈ આવ્યો. પરંતુ, પાઊલે પુનરુત્થાન સંબંધી પોતાનો ન્યાય કરવામાં આવે છે એવી વાત કરી ત્યારે, વિવાદ વધારે ગંભીર બન્યો. તેઓ એ વિષય પર જે રીતે તકરાર કરતા હતા એ જોઈને લુસિયસને ભય લાગ્યો કે તેઓ પાઊલના કકડેકકડા કરી નાખશે. તેથી, લુસિયસે આવેશમાં આવી ગયેલા યહુદીઓના હાથમાંથી ફરીથી તેમને છોડાવવા પડ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩૦-૨૩:૧૦.

લુસિયસ ઇચ્છતો ન હતો કે કોઈ રૂમીના ખૂનનો આરોપ તેના માથે આવે. તેથી, તેને ખબર પડી કે પાઊલને મારી નાખવાનું કાવતરું થઈ રહ્યું છે ત્યારે, તેણે પોતાના કેદીને જલદીથી કાઈસારીઆ લઈ જવાની આજ્ઞા કરી. કાનૂની વિધિ પ્રમાણે કેદીને ઉચ્ચ ન્યાયસભામાં લઈ જવામાં આવે તો, એની સાથે કેસનો અહેવાલ પણ મોકલવામાં આવતો હતો. એ અહેવાલમાં શરૂઆતમાં કરવામાં આવેલી પૂછપરછનું પરિણામ, શા માટે પગલાં લેવામાં આવ્યાં છે એનાં કારણો તથા કેસની તપાસ કરનારનું મંતવ્ય જેવી બાબતોનો સમાવેશ થતો હતો. પાઊલ વિષે લુસિયસે લખ્યું કે “આ બધું તેઓની યહૂદી માન્યતાને લીધે હતું. હકીકતમાં કેદ કે મરણદંડને યોગ્ય એવો કોઈ ગુનો તેણે કર્યો નથી.” એ ઉપરાંત, તેણે પાઊલ પર તહોમત મૂકનારાઓને હાકેમ ફેલીક્સ પાસે પોતાની ફરિયાદ લઈ જવાનો હુકમ કર્યો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૨૯, ૩૦, IBSI.

હાકેમ ફેલીક્સ સજા કરવામાં નિષ્ફળ જાય છે

ફેલીક્સ આખા પ્રાંત પર અધિકાર ચલાવતો હતો એટલે કે, સત્તા કે અધિકાર તેના હાથમાં હતા. તે ઇચ્છે તો પ્રાંતની પ્રથા પ્રમાણે કરી શકતો હતો અથવા ગુનેગારોને સજા કરવા માટે સ્થાનિક કાનૂનનો કે ઉચ્ચ વર્ગ અને સરકારી અધિકારીઓના કાનૂનનો અમલ કરી શકતો હતો. એ કાનૂનને ઑરડો એટલે કે યાદી કહેવામાં આવતો હતો. એ સિવાય તે એક્સ્ટ્રા ઑર્ડીનેમ નિયમને પણ પાળી શકતો હતો કે જેનો ઉપયોગ કોઈ પણ જાતના ગુના માટે થતો હતો. પ્રાંતમાં સૂબા પાસેથી એવી આશા રાખવામાં આવતી હતી કે ‘રોમમાં શું કરવામાં આવતું હતું એના પર નહિ પણ શું થવું જોઈએ એના પર તે ધ્યાન આપે.’ આમ, તેના હાથમાં અમાપ સત્તા હતી.

આપણે પ્રાચીન રૂમીઓના કાયદા-કાનૂનની વિગતવાર માહિતી જાણતા નથી, પરંતુ પાઊલના કેસ વિષે આપવામાં આવેલા “વૃત્તાંતને પ્રાંતનો ન્યાય કરવાનો કાનૂન, એક્સ્ટ્રા ઑર્ડીનેમનું એક ઉદાહરણ” તરીકે ગણવામાં આવે છે. સૂબો પોતાના સલાહકારો સાથે એક પછી એક આરોપીના ગુનાને સાંભળતો. આરોપી પોતાનો બચાવ કરી શકે માટે તેને ફરિયાદી સામે લાવવામાં આવતો. પરંતુ, આરોપી વિરુદ્ધ પુરાવો આપવો એ કેસ બનાવનારની જવાબદારી હતી. ન્યાયાધીશ પોતાની દૃષ્ટિએ જે સાચું લાગે એ પ્રમાણે સજા સંભળાવતા. તે ઇચ્છે તો તરત જ ફેંસલો આપી શકતા અથવા કેસને બીજા કોઈ દિવસ માટે મુલતવી રાખી શકતા. એ દરમિયાન આરોપીને કેદમાં રાખવામાં આવતો. વિદ્વાન હેન્રી કૈડબરી કહે છે, “નિઃશંક, પોતાની ઇચ્છા પ્રમાણે ન્યાય કરવાના અધિકારને કારણે સૂબો ‘પોતાની સત્તાનો વધુ પડતો લાભ’ ઉઠાવી શકતો અને આરોપીને છોડાવવા, સજા અપાવવા કે કેસને મુલતવી રાખવા માટે તે લાંચ પણ લઈ શકતો હતો.”

પ્રમુખ યાજક અનાન્યા, કેટલાક યહુદી વડીલો અને તેર્તુલસે ફેલીક્સ આગળ પાઊલ પર ‘યહુદીઓમાં બંડ ઉઠાવનાર’ તરીકેનો આરોપ લગાવ્યો. તેઓએ એ પણ દાવો કર્યો કે તે “નાઝારીઓના પંથનો” આગેવાન છે અને મંદિરને અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧-૬.

પાઊલ પર હુમલો કરનારાઓએ વિચાર્યું કે તે વિદેશી ત્રોફીમસને મંદિરના આંગણામાં લાવ્યા હતા કે જેમાં ફક્ત યહુદીઓ સિવાય કોઈને જવાની પરવાનગી ન હતી. * (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૮, ૨૯) તો પછી, આમ જોતા ખરેખર ગુનેગાર તો ત્રોફીમસ હતો. પરંતુ, જો યહુદીઓ કહે કે પાઊલ તેને લાવવામાં મદદ કરી હતી તો, ગુનેગારને મદદ કરવાના કે તેને સાથ આપવાના ગુના હેઠળ તેમને મોતની સજા થઈ શકતી હતી. એમ લાગે છે કે રૂમી સરકાર આ પ્રકારના ગુના માટે ફાંસીની સજા આપતી હતી. તેથી, પાઊલની લુસિયસને બદલે યહુદી મંદિરની પોલીસે ધરપકડ કરી હોત તો, ન્યાયસભા કોઈ જાતની મુશ્કેલી વગર તેમને સજા સંભળાવી શકી હોત.

યહુદીઓ માનતા હતા કે પાઊલ યહુદી ધર્મ વિષે અથવા કોઈ કાનૂની ધર્મ (રેલીજીઑ ઈટીકા) વિષે શીખવતા ન હતા. તેથી, તેઓ એમ માનતા હતા કે તેમનું શિક્ષણ ગેરકાયદેસર છે, એટલે સુધી કે તે લોકોને સરકાર વિરુદ્ધ ભડકાવે છે.

તેઓએ એવો પણ આરોપ મૂક્યો કે પાઊલ “પીડાકારક તથા આખા જગતના સર્વ યહુદીઓમાં બંડ ઉઠાવનાર” હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૫) સમ્રાટ કલાદીઅસે હમણાં જ યહુદી એલેક્ષાંડ્રિયાના યહુદીઓને “દુનિયાભરમાં વિશ્વવ્યાપી મરકી ફેલાવવા” દોષિત ઠરાવ્યા હતા. પાઊલ પર લગાવેલો આરોપ પણ કંઈક એવો જ હતો. ઇતિહાસકાર એ. એન. શરવન વાઈટ કહે છે, “કલાદીઅસ કે નીરોના શરૂઆતના શાસન દરમિયાન, એક યહુદી વિરુદ્ધ આવો આરોપ લગાવવો એકદમ યોગ્ય હતો. યહુદીઓ સૂબાને એ સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે પાઊલનું પ્રચાર કાર્ય યહુદી સામ્રાજ્યના લોકોમાં ખલેલ પહોંચાડવા બરાબર છે. તેઓ સારી રીતે જાણતા હતા કે સૂબો ફક્ત ધાર્મિક આરોપના આધાર પર કોઈને સજા નહિ આપે, તેથી, તેઓએ ધાર્મિક આરોપ સાથે રાજનીતિનો આરોપ થોપવાનો પણ પ્રયત્ન કર્યો.”

એક પછી એક મુદ્દા પર પાઊલે પોતાનો બચાવ કર્યો. તેમણે કહ્યું, ‘મેં કોઈ ખલેલ પહોંચાડી નથી. સાચું કે, જે માર્ગને તેઓ ‘જુદો પંથ, [IBSI]’ કહે છે એનો હું એક ભાગ છું, એ યહુદી નિયમો પાળવાને લાગુ પડે છે. એશિયાના અમુક યહુદીઓ ઉશ્કેરાયા. તેથી, તેઓને મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો, તેઓએ પોતે અહીં આવવું જોઈએ.’ આમ, પાઊલે યહુદીઓ વચ્ચેના ધાર્મિક વાદવિવાદના તહોમતને નબળો પાડી નાખ્યો કે જેના વિષે રૂમીઓ કંઈ ખાસ જાણતા ન હતા. અશાંત યહુદીઓથી ફેલીક્સ પહેલેથી જ ખીજાયા હોવાથી, તેમણે કેસને મુલતવી રાખ્યો અને આગળની કાર્યવાહીને રોકી રાખી. તેમણે પાઊલને પોતાને બુદ્ધિશાળી ગણતા યહુદીઓને હવાલે કર્યા નહિ. રોમન કાયદા પ્રમાણે પણ તેમનો ન્યાય કરવામાં ન આવ્યો અને તેમને છોડવામાં પણ આવ્યા નહિ. ફેલીક્સ કોઈ પણ ફેંસલો સંભળાવી શકતો ન હતો. તે યહુદીઓને પોતાના પક્ષે કરવા ઇચ્છતો હતો અને વધુમાં, પાઊલ પોતાને કંઈ લાંચ આપશે એવી તે આશા રાખતો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૦-૧૯, ૨૬. *

પોકિયસ ફેસ્તસ હેઠળ વળાંકબિંદુ

બે વર્ષ પછી નવો હાકેમ પોકિયસ ફેસ્તસ આવ્યો. યરૂશાલેમના યહુદીઓએ ફરીથી પાઊલ પર આરોપો મૂકીને તેમને પોતાને હવાલે સોંપી દેવાનું કહ્યું. પરંતુ, ફેસ્તસે મક્કમ થઈને જવાબ આપ્યો: “કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને મારી નાખવાને સોંપી દેવો એ રૂમીઓની રીત નથી.” ઇતિહાસકાર હેરી ડબલ્યુ. ટાશરા નોંધે છે: “ફેસ્તસ અગાઉથી જ જાણતો હતો કે કાનૂની કાર્યવાહી કર્યા વગર એક રૂમી નાગરિકને સજા અપાવવાની યોજના કરવામાં આવી છે.” તેથી, તેમણે યહુદીઓને પોતાના કેસને કાઈસારીઆમાં રજૂ કરવાનું કહ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧-૬, ૧૬.

ત્યાં પણ યહુદીઓએ દાવો કરીને કહ્યું કે પાઊલને “જીવતો રહેવા દેવો યોગ્ય નથી.” પરંતુ, તેઓ પાસે એનો એક પણ પુરાવો ન હતો. ફેસ્તસને સમજાયું કે પાઊલે એવું કંઈ કર્યું નથી કે જેનાથી તેમને મરણની સજા કરવામાં આવે. ફેસ્તસે બીજા એક અધિકારીને કહ્યું, “એ તહોમતો તેમના ધર્મ સંબંધી છે તથા ઈસુ નામના એક માણસ સંબંધી છે કે જે મરણ પામ્યા છે, જ્યારે પાઊલ ભારપૂર્વક જણાવે છે કે તે જીવંત છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૭, ૧૮, ૧૯, IBSI, ૨૪, ૨૫.

પાઊલ પર લગાવવામાં આવેલા રાજનૈતિક આરોપો એકદમ જૂઠા હતા. પરંતુ, ધાર્મિક વિવાદની વાત આવે છે ત્યારે યહુદીઓએ જરૂર દલીલ કરી હશે કે તેઓ ફક્ત પોતાની અદાલતમાં જ એના વિષે ન્યાય કરી શકે છે. આ બાબતે ન્યાય મેળવવા શું પાઊલ યરૂશાલેમ ગયા હશે? ફેસ્તસે પાઊલને ત્યાં જવા વિષે પૂછ્યું હતું, પરંતુ એ પ્રસ્તાવ અયોગ્ય હતો. પાઊલને યરૂશાલેમ મોકલવા એ તેમને યહુદીઓને હવાલે સોંપી દેવા બરાબર હતું, કેમ કે ત્યાં તહોમતો મૂકનારાઓ પોતે ન્યાય કરવાના હતા. તેથી, પાઊલે કહ્યું, “કૈસરના ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાંજ મારો ન્યાય થવો જોઈએ. મેં યહુદીઓનું કંઈ ભૂંડું કર્યું નથી. . . . તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કૈસરની પાસે દાદ માગું છું.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૦, ૧૧, ૨૦.

રૂમી નાગરિકના આ શબ્દોથી આખા પ્રાંતના અધિકારીની કાર્યવાહી મોકૂફ થઈ જાય છે. પાઊલે જે હક્કથી કેસને ઉપર લઈ જવાની આજીજી (પ્રૌવોકાટ્યો) કરી એ “સાચે જ વ્યાપક અને અસરકારક” હતી. તેથી, ફેસ્તસે પોતાના સલાહકારોની સલાહ લઈને જાહેર કર્યું: “તેં કૈસર પાસે દાદ માગી છે; તો કૈસરની પાસે તારે જવું પડશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૨.

પાઊલથી છુટકારો પામીને ફેસ્તસ ખુશ હતો. થોડા દિવસો પછી, હેરોદ આગ્રીપા સામે તે કબૂલે છે કે આ કેસના લીધે તે મૂંઝવણમાં પડી ગયો હતો. પછીથી, ફેસ્તસે કેસનો અહેવાલ બનાવીને સમ્રાટને મોકલવાનો હતો. પરંતુ, પાઊલ પર લગાવેલા આરોપોમાં યહુદી નિયમોની અટપટી બાબતોનો સમાવેશ થતો હોવાથી એને સમજવું તેના માટે મુશ્કેલ હતું. તેમ છતાં, આગ્રીપા આવી બાબતોમાં હોશિયાર હતા. તેથી, ફેસ્તસે આગ્રીપાને અહેવાલ બનાવવા માટે મદદ કરવા પૂછ્યું. પાઊલે આગ્રીપા સામે ભાષણ આપ્યું ત્યારે, ફેસ્તસને તેમની વાત સમજાઈ ન હોવાથી તેમણે બૂમ પાડીને કહ્યું: “પાઊલ, તું ઘેલો છે; તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે.” પરંતુ, આગ્રીપા તેમની વાતને સારી રીતે સમજી ગયા હતા. તેમણે કહ્યું, “થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માગે છે.” આગ્રીપા અને ફેસ્તસ પાઊલની દલીલ વિષે ભલે ગમે તે સમજ્યા હોય, પરંતુ તેઓ એ વાતથી સહમત હતા કે પાઊલ નિર્દોષ હતા અને જો તેમણે કૈસર પાસે દાદ ન માંગી હોત તો, તેઓ તેમને છોડી શક્યા હોત.—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૩-૨૭; ૨૬:૨૪-૩૨.

લાંબા કેસનો અંત

રોમમાં પહોંચીને પાઊલે ફક્ત પ્રચાર કરવા જ નહિ પરંતુ પોતાને વિષે તેઓ શું જાણે છે એ જોવા યહુદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા. એનાથી આરોપીઓના ઇરાદા વિષે જરૂર ખબર પડી ગઈ હશે. સામાન્ય રીતે કોઈ પણ કેસના ફેંસલામાં યરૂશાલેમના અધિકારીઓ રોમના યહુદીઓની મદદ લેતા હતા પરંતુ, પાઊલને જાણવા મળ્યું કે તેઓને આ વિષે કંઈ માહિતી ન હતી. ફેંસલાના રાહ જોતા, પાઊલને ભાડેના એક ઘરમાં રહેવાની અને સ્વતંત્ર રીતે પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. આ પ્રકારની સ્વતંત્રતાનો એ અર્થ થતો હતો કે રૂમીઓની દૃષ્ટિએ પાઊલ નિર્દોષ હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭-૩૧.

પાઊલ બે વર્ષ સુધી તેઓની નજરકેદમાં રહ્યાં. શા માટે? એ વિષે બાઇબલ કંઈ માહિતી આપતું નથી. ખાસ કરીને ફરિયાદીઓ ઠોસ પુરાવાઓ લઈને સામે ન આવે ત્યાં સુધી, અપીલ કરનાર આરોપીને કેદમાં રાખવામાં આવતો હતો. પરંતુ, યરૂશાલેમના યહુદીઓ સારી રીતે જાણતા હતા કે તેઓ પાસે કોઈ ઠોસ પુરાવા નથી, તેથી કદાચ તેઓ આવ્યા નહી હોય. એ લોકોને લાગ્યું હોય શકે કે પાઊલનું મોં બંધ કરવાની સૌથી અસરકારક તરકીબ, યરૂશાલેમના યહુદીઓની સામે ન આવવું છે. બે વર્ષ સુધી તેઓના હવાલામાં રહેવાનું કારણ ભલે ગમે તે હોય, પરંતુ એમ લાગે છે કે પાઊલને નીરોની સામે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને પોતાનું મિશનરિ કાર્ય કરવા તેમને મુક્ત કરવામાં આવ્યા. આમ, ધરપકડ કર્યાના કંઈક પાંચ વર્ષ પછી તેમને છોડવામાં આવ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૨૪.

સદીઓથી સત્યના દુશ્મનો આપણા પ્રચાર કાર્યમાં અવરોધ લાવવા “નિયમસર ઉપદ્રવ યોજે છે.” એનાથી આપણે આશ્ચર્ય પામવું જોઈએ નહિ. ઈસુએ કહ્યું: “જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે.” (ગીતશાસ્ત્ર ૯૪:૨૦; યોહાન ૧૫:૨૦) તોપણ, ઈસુ આપણને એ વાતની ખાતરી આપે છે કે આપણને રાજ્યના સુસમાચાર જણાવવાની સ્વતંત્રતા મળશે. (માત્થી ૨૪:૧૪) પ્રેષિત પાઊલે સતાવણી અને વિરોધનો સામનો કર્યો તેમ, આજે યહોવાહના સાક્ષીઓ પણ ‘સુવાર્તાની હિમાયત કરે છે અને તેને સાબિત’ કરે છે.—ફિલિપી ૧:૭.

[ફુટનોટ્‌સ]

^ વિદેશીઓનું આંગણું અને અંદરના આંગણાં વચ્ચે ત્રણ હાથ ઊંચી પથ્થરની દીવાલ હતી, જેના પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું હતું. એ દીવાલની વચ્ચે ગ્રીક અને લેટીન ભાષામાં કંઈક આમ લખવામાં આવ્યું હતું: “કોઈ પણ વિદેશીએ આ સીમાને પાર કરવી નહિ અને પવિત્રસ્થાનની ચારેબાજુ આવેલી દીવાલને ઓળંગવી નહિ. આ નિયમને તોડતા જે કોઈ પણ પકડાશે તેને ફાંસીની સજા કરવામાં આવશે અને એ માટે તે પોતે જવાબદાર હશે.”

^ જોકે, લાંચ લેવી ગેરકાનૂની હતું. એક પુસ્તક કહે છે: “લેક્સ રેપેચુઆન્ડારામ નામના લાંચ ન લેવાના કાયદા હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે જેની પાસે પણ ઊંચી સત્તા કે અધિકાર હોય તો, તેણે કોઈ વ્યક્તિને છોડાવવા કે કેદ કરવા, ફેંસલો સંભળાવવા કે ન સંભળાવવા લાંચ માંગવી જોઈએ નહિ અથવા એને સ્વીકારવી પણ નહિ.”