સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હેન્રી આઠમો અને બાઇબલ

હેન્રી આઠમો અને બાઇબલ

હેન્રી આઠમો અને બાઇબલ

વિન્સ્ટન ચર્ચિલે પોતાના અંગ્રેજી પુસ્તક, અંગ્રેજી બોલનારાઓનો ઇતિહાસ (ગ્રંથ ૨)માં લખ્યું: ‘જ્યારે સોળમી સદીમાં ફેરફારો થયા ત્યારે, ચર્ચની માન્યતાઓમાં પણ મોટા મોટા ફેરફારો થયા. હવે તો બાઇબલ લોકોના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જૂના જમાનામાં લોકો માનતા હતા કે બાઇબલ સામાન્ય લોકો માટે નહિ, પણ ફક્ત પાદરીઓ માટે જ છે.’

અહેવાલ આગળ કહે છે: “વર્ષ ૧૫૩૫ના અંતમાં ટીંડેલ અને કવરડેલનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું બાઇબલ પહેલી વાર બહાર પડ્યું અને ત્યાર પછી અનેક અનુવાદો રજૂ કરવામાં આવ્યા. સરકારે પાદરીઓને આજ્ઞા આપી કે તેઓએ બીજાઓને બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપવું જોઈએ.” કેટલીય સદીઓ સુધી, ઇંગ્લૅન્ડમાં લોકોને બાઇબલનું જ્ઞાન ન હતું. પરંતુ, હવે ચર્ચના પાદરીઓનો નહિ, પણ હેન્રી આઠમાનો આભાર કે લોકો બાઇબલનું જ્ઞાન મેળવી શક્યા. *

“જૂના જમાનાના લોકોને બીજો આંચકો એ લાગ્યો કે સરકારે પૅરિસને મોટા પ્રમાણમાં અને વધુ સુંદર બાઇબલો છાપવાનું જણાવ્યું. ફક્ત આટલું જ નહીં પણ સપ્ટેમ્બર ૧૫૩૮માં સરકારે મોટું અંગ્રેજી બાઇબલ ખરીદીને દેશના દરેક ચર્ચમાં રાખવાનો હુકમ કર્યો જેથી, ચર્ચની દરેક વ્યક્તિ એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે અને એને વાંચી શકે. લંડન શહેરના સેન્ટ પોલ કથિડ્રલમાં એવાં છ બાઇબલો રાખવામાં આવ્યાં હતાં, જેને વાંચવા દરરોજ ટોળાના ટોળા ભેગા થતા હતા. અમને જાણવા મળ્યું એ પ્રમાણે, ખાસ કરીને કોઈ મોટેથી વાંચનાર મળી જતું ત્યારે તો, લોકો સમાય નહિ એટલી ત્યાં ભીડ થતી હતી.”

ખરેખર દુઃખની વાત છે કે ઘણા દેશોના મોટા ભાગના લોકો નિયમિત બાઇબલ વાંચતા નથી. એ ખૂબ જ ચિંતાની બાબત છે, કેમ કે ફક્ત બાઇબલ જ “ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.”—૨ તીમોથી ૩:​૧૬.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Henry VIII: Painting in the Royal Gallery at Kensington, from the book The History of Protestantism (Vol. I)

[ફુટનોટ]

^ રાજા હેન્રી આઠમાએ ૧૫૦૯થી ૧૫૪૭ સુધી ઇંગ્લૅંડ પર રાજ કર્યું.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.