સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓ પણ પોતાનું દિમાગ ચલાવે છે

તેઓ પણ પોતાનું દિમાગ ચલાવે છે

તેઓ પણ પોતાનું દિમાગ ચલાવે છે

નાઇજીરિયાની એક કહેવત છે, “મોટેરાઓ પાસે તો બુદ્ધિ છે જ, પરંતુ, બાળકો પણ પોતાનું દિમાગ ચલાવે છે.” નાઇજીરિયાના એક વડીલ, ઍડવિનના કિસ્સામાં આ કહેવત એકદમ સાચી પુરવાર થઈ છે.

એક દિવસે, ઍડવિને પોતાના ઘરમાં ટેબલ નીચે એક નાની પેટી જોઈ.

“આ કોની છે?” ઍડવિને પોતાનાં ત્રણ બાળકોને પૂછ્યું.

તેમના આઠ વર્ષના દીકરા, ઇમેન્યુએલે કહ્યું, “એ મારી પેટી છે.” પછી તેણે તરત જ કહ્યું કે એ પાંચ ચોરસ ઇંચની પતરાની કટાયેલી અને ઉપરથી થોડો કાપો મૂકેલી પેટીનો તે યહોવાહના સાક્ષીઓના જગતવ્યાપી કાર્યમાં પ્રદાન કરવા ઉપયોગમાં લે છે. તેણે કહ્યું, “હું દરરોજ રાજ્ય ગૃહમાં જતો નથી, આથી મેં નક્કી કર્યું કે હું એક નાની પેટી બનાવું જેથી મારા નાસ્તાના બચેલા પૈસા એમાં નાંખી શકું.”

મહાસંમેલનમાં જવા માટે પૈસા બચાવવાના હેતુથી ઇમેન્યુએલના પિતાએ એક નાની પ્રદાન-પેટી બનાવી હતી. પરંતુ ઘરમાં પૈસાની તાકીદે જરૂર ઊભી થઈ હોવાથી, તેઓએ એ પૈસાનો નાછૂટકે ઉપયોગ કરવો પડ્યો. પ્રદાન માટે પોતે બચાવેલા પૈસાનો બીજા કોઈ કામમાં ઉપયોગ ન થાય એ માટે, ઇમેન્યુએલ એક જૂનો ટિનનો ડબો લઈને ઉપરથી એને સાંધી દેવા વેલ્ડર પાસે ગયો. ઇમેન્યુએલ શા માટે એ બનાવવા ઇચ્છે છે એ જાણ્યા પછી, વેલ્ડરે લોખંડના ભંગારમાંથી તેના માટે એક નાની પેટી બનાવી આપી. ઇમેન્યુએલના પાંચ વર્ષના ભાઈ મિશેલે પણ એવી પેટી બનાવડાવી.

બાળકોએ જે કર્યું હતું એનાથી આશ્ચર્ય પામીને ઍડવિને પૂછ્યું કે તેઓએ શા માટે પેટીઓ બનાવી હતી. મિશેલે જવાબ આપ્યો: “હું પ્રદાન કરવા ઇચ્છું છું!”

ઇમેન્યુએલ, મિશેલ અને તેઓની નવ વર્ષની બહેન ઉચા, માબાપની જાણ બહાર પોતાના નાસ્તાના પૈસાને બચાવીને એ પેટીમાં નાખતા હતા. તેઓને એવો વિચાર ક્યાંથી આવ્યો? આ બાળકોને તેઓ હાથમાં પૈસા પકડી શકે એટલા મોટા થયા ત્યારથી જ, તેઓના માબાપે રાજ્ય ગૃહની પ્રદાન પેટીમાં પૈસા નાખવાનું શીખવ્યું હતું. દેખીતી રીતે જ, બાળકો જે શીખ્યાં એને લાગુ પાડી રહ્યા હતા.

પેટી પૈસાથી ભરાઈ ગઈ ત્યારે તેઓએ એને કાપીને ખોલી. તેઓએ કુલ ૩.૧૩ (યુ.એસ.) ડૉલર જેટલી રકમ બચાવી હતી. તોપણ, સરેરાશ લગભગ ૩૦૦ (યુ.એસ.) ડૉલર જેટલી વાર્ષિક આવક હોય એવા દેશમાં આ રકમ કંઈ નાનીસૂની ન હતી. આ પ્રકારનાં સ્વૈચ્છિક પ્રદાનો જગત ફરતે ૨૩૫ દેશોના યહોવાહના સાક્ષીઓના પ્રચાર કાર્યને ટેકો આપે છે.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, યહોવાહના સાક્ષીઓને Watch Tower, H-58 Old Khandala Road, Lonavla, 410 401, Mah., India, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.