સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પહાડ પરનું શહેર

પહાડ પરનું શહેર

પહાડ પરનું શહેર

ઈસુએ પહાડ પરના પ્રખ્યાત ઉપદેશમાં પોતાના શિષ્યોને કહ્યું: “તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.”​—⁠માત્થી ૫:​૧૪.

યહુદાહ અને ગાલીલના ઘણાં નગરો ખીણના નીચેના વિસ્તારોને બદલે પહાડો પર આવેલાં હતાં. ઊંચા પહાડ પર નગર બાંધવાનું સૌથી મહત્ત્વનું કારણ, સલામતી હતું. કેમ કે લશ્કરી આક્રમણો સિવાય, લૂંટારાઓની ટોળકીઓ પણ ઈસ્રાએલીઓને લૂંટતી હતી. (૨ રાજા ૫:૨; ૨૪:૨) આથી, બહાદુર નગરવાસીઓએ તેઓથી પોતાનું રક્ષણ કરવા માટે પહાડો પર સમૂહમાં ઘરો બાંધીને નગર વસાવ્યું હતું, કેમ કે નીચેના શહેરમાં રક્ષણ માટે ઊંચી દીવાલો બાંધવી પડતી હતી.

યહુદીઓએ પોતાના ઘરોની દીવાલો ચૂનાથી ધોળી હોવાથી, અમુક કિલોમીટર દૂરથી પણ પહાડ પરના આ ઘરો સહેલાઈથી જોઈ શકાતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૩) પેલેસ્ટાઈનના સૂર્યના તાપમાં આ પહાડ પરના નગરો, આજના ભૂમધ્ય વિસ્તારના નગરોની દીવાદાંડીની જેમ ચમકતા હતા.

ઈસુએ પોતાના અનુયાયીઓને સાચા ખ્રિસ્તીઓની ભૂમિકા વિષે શીખવવા માટે ગાલીલ અને યહુદાહના આ ચમકી ઊઠતા નગરોનો ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો. તેમણે તેઓને કહ્યું: “તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માત્થી ૫:​૧૬) આજે ખ્રિસ્તીઓ માણસોની પ્રશંસા મેળવવા માટે સારાં કામ કરતા નથી છતાં, તેઓની સારી વર્તણૂક લોકોના ધ્યાન બહાર પણ જતી નથી.​—⁠માત્થી ૬:⁠૧.

આ પ્રકારની સારી વર્તણૂક ખાસ કરીને યહોવાહના સાક્ષીઓનાં મહાસંમેલનોમાં સહેલાઈથી જોવા મળે છે. સ્પેનના એક છાપાએ તાજેતરમાં યોજવામાં આવેલા મહાસંમેલનનો ઉલ્લેખ કરતા નોંધ્યું: “બીજા ધર્મોમાં લોકોનો રસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, પરંતુ યહોવાહના સાક્ષીઓના કિસ્સામાં એવું નથી. તેઓ પરમેશ્વરના શબ્દ, બાઇબલને ખૂબ જ મહત્ત્વ અને આદર આપે છે અને એને પોતાના જીવનમાં લાગુ પાડે છે.”

સ્પેનની ઉત્તરપશ્ચિમે આવેલા એક સ્ટેડિયમનો છેલ્લા કેટલાંક વર્ષોથી સાક્ષીઓ નિયમિત રીતે ઉપયોગ કરતા આવ્યા છે. એ સ્ટેડિયમની દેખરેખ રાખતા થોમસ, પરમેશ્વરના શબ્દ પ્રમાણે જીવતા આ લોકો મધ્યે રહેવાનો આનંદ માણતા હતા. તેમની નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે, તેમણે યહોવાહના સાક્ષીઓના મહાસંમેલન સમયે હાજર રહેવા એને થોડાં સપ્તાહો પાછળ ઠેલવી. મહાસંમેલન પછી, નાનાં બાળકો સહિત ઘણા પ્રતિનિધિઓ છેલ્લા કેટલાંક વર્ષોથી સહકાર આપવા બદલ આભાર માનવા અને નિવૃત્તિ પછી સુખદાયી જીવનની શુભેચ્છાઓ પાઠવવા થોમસ પાસે ગયા ત્યારે, તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, “તમારા જેવા લોકોને જાણવા એ મારા જીવનનો સૌથી સારો અનુભવ છે.”

પહાડ પર આવેલું નગર દૂરથી પણ સહેલાઈથી નજરે પડે એવું હોવાથી અને એનાં ઘરોની સફેદ દીવાલો સૂર્યના પ્રકાશમાં પરાવર્તિત થઈને પ્રકાશતી હોવાથી કોઈનું પણ સહેલાઈથી ધ્યાન ખેંચી લે છે. એવી જ રીતે, સાચા ખ્રિસ્તીઓ પ્રમાણિકતા, નૈતિકતા અને દયાના ઉચ્ચ શાસ્ત્રીય સિદ્ધાંતોને પાળવાનો પ્રયાસ કરતા હોવાથી અલગ તરી આવે છે.

વધુમાં, ખ્રિસ્તીઓ પોતાના પ્રચાર કાર્ય દ્વારા પણ સત્યના પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. પ્રેષિત પાઊલે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને કહ્યું: “અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી; . . . પણ સત્ય પ્રગટ [ભલામણ] કર્યાથી દેવની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.” (૨ કોરીંથી ૪:​૧, ૨) જોકે, તેઓએ જ્યાં પણ પ્રચાર કર્યો ત્યાં વિરોધનો સામનો કર્યો હતો. તોપણ, યહોવાહે તેઓના પ્રચાર કાર્યને આશીર્વાદ આપ્યો હતો. એટલે જ લગભગ ૬૦ સી.ઈ.માં પાઊલ લખી શક્યા કે “આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને” પ્રચાર કરવામાં આવ્યો છે.​—⁠કોલોસી ૧:​૨૩.

આજે, યહોવાહના સાક્ષીઓ પણ ઈસુએ આજ્ઞા આપી હતી તેમ, ‘તેઓનું અજવાળું લોકોની આગળ પ્રકાશવા દેવાની’ જવાબદારી ગંભીરતાથી લે છે. પ્રચાર કરીને અને પ્રકાશનો બહાર પાડીને યહોવાહના સાક્ષીઓએ આખા જગતમાં ૨૩૫ દેશોમાં રાજ્યના સુસમાચારના બી વાવ્યાં છે. બાઇબલ સત્યનો એ પ્રકાશ શક્ય એટલા લોકો પાસે પહોંચે એ માટે, તેઓએ બાઇબલ પ્રકાશનોને લગભગ ૩૭૦ ભાષાઓમાં પ્રાપ્ય બનાવ્યા છે.​—⁠માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૧૪:​૬, ૭.

ઘણા દેશોમાં, સાક્ષીઓ પ્રચાર કાર્ય પર પ્રતિબંધ હોય એવા દેશોમાંથી આવેલા લોકોને પ્રચાર કરવા માટે ખૂબ જ મહેનત કરીને તેઓની ભાષા શીખ્યા છે. દાખલા તરીકે, ઉત્તર અમેરિકાનાં અમુક મોટાં શહેરોમાં ચીન અને રશિયામાંથી ઘણા બધા લોકો આવ્યા છે. આ નવા લોકોને રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવા, સ્થાનિક સાક્ષીઓએ ચીની, રશિયન અને બીજી ભાષાઓ શીખવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં, ઝડપથી ભાષા શીખી શકે એવા કોર્સથી તાલીમ આપવામાં આવી છે જેથી, “કાપણીને સારૂ પાકી” ગયેલા વિસ્તારોમાં સુસમાચારનો પ્રચાર થઈ શકે.​—⁠યોહાન ૪:⁠૩૫.

પ્રબોધક યશાયાહે ભાખ્યું: “છેલ્લા કાળમાં યહોવાહના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેઠે પ્રવેશ કરશે.” યહોવાહના સાક્ષીઓ પોતાની વર્તણૂક અને પોતાના પ્રચાર કાર્યથી, દરેક જગ્યાએ લોકોને “પહાડોનાં શિખરો પર” આવેલા ‘યહોવાહના મંદિરના પર્વત’ પર આવવા મદદ કરે છે જેથી, તેઓ પરમેશ્વરના માર્ગો વિષે શીખીને એના પર ચાલી શકે. (યશાયાહ ૨:​૨, ૩) ઈસુએ આજ્ઞા આપી હતી તેમ, તેઓ ભેગા મળીને યહોવાહ પરમેશ્વર, ‘આકાશમાંના તેમના બાપની સ્તુતિ’ કરે છે.​—⁠માત્થી ૫:​૧૬; ૧ પીતર ૨:​૧૨.