જીવનના ‘વાવાઝોડાથી’ આશ્રય
જીવનના ‘વાવાઝોડાથી’ આશ્રય
યુરોપના આલ્પસ પર્વતો પર ઘણે ઊંચે એક ખાસ પ્રકારના “ગુલાબ” જેવો છોડ ઉગે છે. આલ્પસનું વાતાવરણ વનસ્પતિ માટે ઘણું જોખમરૂપ છે. ત્યાં થતા તોફાનોની સામે ટકવા માટે એ બીજા છોડની ગીચમાં એકદમ નીચો ઉગે છે. સતત ઠંડો પવન છોડને ઠંડા પાડીને જમીન સૂકવી નાખે છે. અરે, એ છોડના મૂળને નબળા પણ પાડી દે છે.
તોફાની પવનથી બચવા માટે આલ્પસનું ગુલાબ ખડકોની તીરાડોમાં ઉગે છે. એ ખરું છે કે તીરાડોમાં બહુ જ થોડી માટી હોય છે, પણ ત્યાં પવનથી સંતાઈને છોડ પોતાનું પાણી સાચવી શકે છે. લગભગ આખું વર્ષ આ છોડ જોવામાં આવતા નથી, પણ ઉનાળામાં તેઓ સુંદર, લાલ ફૂલોથી ખડકોને શણગારે છે.
પ્રબોધક યશાયાહે કહ્યું હતું કે પરમેશ્વર “સરદારો” નિમશે, અને “તેમાંનો દરેક માણસ વાયુથી સંતાવાની જગા” જેવો બનશે. (યશાયાહ ૩૨:૧, ૨) રાજા ઈસુ ખ્રિસ્ત હેઠળ આ સરદારો કે નિરીક્ષકો, ખડક જેવા હશે જે સંકટના સમયમાં રક્ષણ આપનારા બનશે. તેઓ દુઃખી જનોને માટે છાંયારૂપી થશે અને તેઓને છોડની જેમ પરમેશ્વરના વચનનું પાણી પીવામાં મદદ કરશે.
સતાવણી, દુઃખ કે બીમારીઓના પવન આપણા વિશ્વાસને છોડની જેમ કરમાવી શકે. તેથી આપણને આશ્રયની જરૂર છે. ખ્રિસ્તી વડીલો આપણું ધ્યાનથી સાંભળશે, બાઇબલમાંથી સલાહ આપશે, તેમ જ ઉત્તેજન અને મદદ પણ પૂરી પાડશે. પરમેશ્વરના નિમેલા રાજા ઈસુ ખ્રિસ્તની જેમ, વડીલો “હેરાન” થયેલાઓને મદદ કરવા આતુર છે. (માત્થી ૯:૩૬) જેઓ જૂઠા શિક્ષણોના પવનથી આમતેમ ડોલાં ખાનારા છે તેઓને મદદ કરવા પણ તૈયાર છે. (એફેસી ૪:૧૪) દુઃખના સમયે આવી મદદ આપણને બચાવી શકે.
મરિયમ નામની એક બહેન કહે છે: “એક સમયે મારા જીવનમાં જાણે તોફાન આવી ગયું હતું. મારા ખાસ મિત્રોએ સત્ય છોડી દીધું અને એવામાં જ મારા પિતાને મગજનું હેમરેજ થયું. મારા દુઃખને ભૂલવા હું એક દુન્યવી છોકરા સાથે જવા લાગી. એવું કરવાથી મને એમ થયું કે હું યહોવાહને લાયક નથી તે મારાથી નારાજ હશે. તેથી મે મંડળના વડીલોને જણાવ્યું કે મારે સત્ય છોડવું છે.
“તે અણીના સમયે, એક દયાળુ વડીલે મને મારા પાયોનિયર સેવાના વર્ષો યાદ કરાવ્યાં. તેમણે મને કહ્યું કે મારા સારા દાખલાની તે પ્રંશસા કરતા હતા અને મને આગ્રહ કર્યો કે યહોવાહના પ્રેમનું ખાતરી કરાવવા માટે હું વડીલોને મદદ આપવા દઉં. તેઓનો પ્રેમ એ તોફાનના સમયમાં “સંતાવાની જગા” જેવો હતો. એક મહિનામાં જ, મેં મારા બૉયફ્રેંડને છોડી દીધો અને આજ સુધી સત્યમાં ચાલી રહી છું.”
સાથી ખ્રિસ્તીઓ સત્યમાં ખીલે છે ત્યારે વડીલોને ઘણો આનંદ થાય છે. કેટલું સારું કે વડીલો તરફથી આપણને જરૂરના સમયે મદદ મળી રહે છે! તેઓ “સંતાવાની જગા” છે અને ઈસુના હજાર વર્ષના રાજ્યમાં આપણને પુષ્કળ પ્રમાણમાં મળનારી મદદનું એક નાનું દૃશ્ય છે.