સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું એમ કહેવું યોગ્ય છે કે યહોવાહની દયા તેમના ન્યાયને ઠંડો કરી દે છે?

જોકે યહોવાહ માટે પહેલાં એમ કહેવામાં આવતું હતું. પરંતુ, એનો ઉપયોગ કરવાનું ટાળીએ એ સૌથી સારું છે. કેમ કે એનાથી એવો અર્થ નીકળી શકે કે યહોવાહ ન્યાય કરવામાં બહુ જ કઠોર છે અને તેમની દયા તેમના ન્યાયને ઠંડો કરી દે છે. અને તેમનો દયાનો ગુણ ન્યાયથી શ્રેષ્ઠ છે. પરંતુ, એ સાચું નથી.

હા, એ સાચું છે કે યહોવાહના ન્યાયમાં ગુનેગારને સજા કરવાનો સમાવેશ થાય છે પરંતુ, એમાં યોગ્ય વ્યક્તિઓ માટે તારણ પૂરું પાડવાનો પણ સમાવેશ થાય છે. (ઉત્પત્તિ ૧૮:૨૦-૩૨; યશાયાહ ૫૬:૧; માલાખી ૪:⁠૨) તેથી, યહોવાહનો ન્યાય કઠોર છે અથવા એને ઠંડો પાડવા બીજા ગુણોની જરૂર છે એ રીતે જોવું જોઈએ નહિ.

“દયા” માટેના હેબ્રી શબ્દનો અર્થ, ન્યાય કરતી વખતે આત્મસંયમ રાખવો એવો થઈ શકે. એ દયાનાં કામોને પણ લાગુ પડે છે કે જેનાથી જરૂરિયાતવાળા લોકોને રાહત મળે છે.​—⁠પુનર્નિયમ ૧૦:૧૮; લુક ૧૦:૨૯-૩૭.

યહોવાહ ન્યાય અને દયાના પરમેશ્વર છે. (નિર્ગમન ૩૪:૬, ૭; પુનર્નિયમ ૩૨:૪; ગીતશાસ્ત્ર ૧૪૫:⁠૯) તેમનો ન્યાય અને તેમની દયા સંપૂર્ણ છે અને એઓ બંને એકબીજાના સુમેળમાં કાર્ય કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૬:૫; હોશીઆ ૨:૧૯) આ બંને ગુણો એકદમ સમતોલ અથવા એકબીજાના પૂરક છે. તેથી, જો આપણે એમ કહેતા હોઈએ કે યહોવાહની દયા તેમના ન્યાયને ઠંડો કરી દે છે તો, આપણે એમ પણ કહેવું જોઈએ કે તેમનો ન્યાય તેમને વધારે દયાળુ બનાવે છે.

યશાયાહે ભાખ્યું: “યહોવાહ તમારા પર દયા કરવાની વાટ જોશે, ને તમારા પર રહેમ કરવા સારૂ તે ઉચ્ચસ્થાને બેસશે; કેમકે યહોવાહ ન્યાયીનો દેવ છે.” (યશાયાહ ૩૦:૧૮) યશાયાહ અહીં બતાવે છે કે યહોવાહનો ન્યાય તેમને દયા બતાવવા પ્રેરે છે. એનો અર્થ એમ નથી થતો કે તેમની દયા તેમના ન્યાયને ઠંડો પાડી છે. યહોવાહ દયા બતાવે છે કારણ કે તે ન્યાયી અને પ્રેમાળ છે.

હા, બાઇબલ લેખક યાકૂબે લખ્યું તેમ, “ન્યાય પર દયા વિજય મેળવે છે.” (યાકૂબ ૨:૧૩ખ) તેમ છતાં, સંદર્ભ પ્રમાણે યાકૂબ યહોવાહની દયા વિષે નહિ પરંતુ દયાળુ ખ્રિસ્તીઓ વિષે જણાવે છે કે જેઓ દુઃખી અને ગરીબ લોકો પ્રત્યે દયા બતાવે છે. (યાકૂબ ૧:૨૭; ૨:૧-૯) આથી, આવા દયાળુ લોકોનો ન્યાય કરવાનો હોય છે ત્યારે યહોવાહ તેઓના આચરણને ધ્યાન પર લે છે અને તેઓને પોતાના દીકરાના બલિદાનને આધારે દયાળુપણે માફ કરે છે. આમ, તેઓનો દયાળુ સ્વભાવ તેઓ લાયક હોય એવા કોઈ પણ ન્યાય પર વિજય મેળવે છે.​—⁠નીતિવચનો ૧૪:૨૧; માત્થી ૫:૭; ૬:૧૨; ૭:⁠૨.

આથી, એમ કહેવું યોગ્ય નથી કે યહોવાહનો ન્યાય તેમની દયાથી ઠંડો પડે છે. પરંતુ તેમના ન્યાયને ઠંડો કરવા દયાની જરૂર છે. યહોવાહમાં આ બંને ગુણો એકદમ સમતોલ છે. એ ગુણો એકબીજા સાથે તેમ જ યહોવાહના પ્રેમ અને ડહાપણ જેવા બીજા ગુણો સાથે પણ સમતુલામાં છે.