આખી દુનિયામાં પ્રમાણિક નેતાઓની અછત
આખી દુનિયામાં પ્રમાણિક નેતાઓની અછત
રવીન્દ્રનાથ ટાગોર ભારતના એક લેખક અને કવિ હતા. તેમનું દિલ આશાથી ઊભરાતું હતું. લગભગ નેવું વર્ષ પહેલાં, તેમણે આવા સુંદર જગતનું સ્વપ્નું જોયું હતું: “જ્યાં કોઈને એકબીજાની બીક લાગતી નથી; જ્યાં શિક્ષણ છૂટથી મળે છે; જ્યાં બધા લોકો એકતામાં રહે છે; જ્યાં સત્ય જ બોલાય છે; જ્યાં જીવનમાં સુધારો કરતા લોકો કંટાળી જતા નથી.”
તે કવિની આશા હતી કે એક દિવસ એવો આવશે જ્યાં તેમનો દેશ, તેમ જ આખું જગત એવી રીતે સુંદર બનશે. નોબેલ પ્રાઈઝ મેળવનારા એ કવિ જો આજે જીવતા હોત તો, એ ખૂબ જ નારાજ થઈ જાત. જો કે આજકાલ ટેકનૉલોજીમાં ઘણી પ્રગતિ થઈ છે, છતાં આ જગતમાં સંપ નથી. તેથી આપણને આશાનું કોઈ કિરણ દેખાતું નથી.
એક ખેડૂતને પૂછવામાં આવ્યું કે તેમના દેશમાં શા માટે એકાએક અત્યાચાર અને લડાઈ ફાટી નીકળે છે? તે જણાવે છે કે “સ્વાર્થી નેતાઓને કારણે.” માનવતા-વીસમી સદીનો નૈતિક ઇતિહાસ નામના (અંગ્રેજી) પુસ્તકમાં ઇતિહાસકાર જોનાથન ગ્લોવર જણાવે છે: “રંગ કે જાતિભેદને કારણે મારામારી આપમેળે શરૂ થઈ ન હતી. જેઓને ખુરશી પકડી રાખવી હતી તેઓએ એનું કાવતરું કર્યું હતું.”
પહેલાંના યુગોસ્લાવિયામાં ૧૯૯૦ના દાયકામાં, જ્યારે અંદરોઅંદર બે પક્ષો વચ્ચે યુદ્ધ
ફાટી નીકળ્યું, ત્યારે એક પત્રકારે લખ્યું કે “વર્ષોથી અમે હળીમળીને રહેતા હતા. પણ હવે હાલત સાવ બગડી ગઈ છે અને અમે એકબીજાના બાળકોની કતલ કરવા તૈયાર છીએ. મને સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે.”ભારત, યુરોપ અને આફ્રિકાથી હજારો કિલોમીટર દૂર છે. ભારતના લેખક પ્રણય ગુપ્તાએ એક લેક્ચર આપ્યું, જેનો વિષય હતો કે “શું ભારત સંપીને ટકી શકશે?” એમાં તેમણે જણાવ્યું કે ‘ભારતની વસ્તીના લગભગ ૭૦ ટકા લોકોની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે. પણ તેઓ માટે રોલ મોડલ બની શકે એવો કોઈ નેતા નથી.’
અમુક દેશોમાં ભ્રષ્ટાચારને કારણે નેતાઓને રાજીનામું આપી દેવું પડે છે. સાચું છે કે હાલમાં આ જગતમાં પ્રમાણિક નેતાઓની અછત છે. એ લગભગ ૨,૬૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા એક પ્રબોધકના શબ્દો સાચા સાબિત કરે છે: “ઓ પ્રભુ, હું જાણું છું કે માણસ પાસે એવી શક્તિ નથી કે તે પોતા માટે સાચો માર્ગ કરે અને તે પ્રમાણે જીવનનું આયોજન કરે.”—યિર્મેયાહ ૧૦:૨૩, IBSI.
શું આ દુઃખી હાલતમાંથી છુટકારો મળશે? કોણ માનવજાતને આ હેરાન-પરેશાન કરતી પરિસ્થિતિમાંથી બચાવશે? અને કોણ એવી સુંદર પરિસ્થિતિમાં દોરી જશે, જ્યાં શિક્ષણ છૂટથી મળી શકશે અને જ્યાં જીવનમાં સુધારો કરતાં લોકો કંટાળી જતા નથી?
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Fatmir Boshnjaku