સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ

ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ

ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ

શા માટે ઈસુ ખ્રિસ્તનું મરણ સૌથી મહત્ત્વનું હતું? એના ઘણાં કારણો છે.

ઈસુ મરણ સુધી યહોવાહ પરમેશ્વરને વફાદાર રહ્યા. જેનાથી સાબિત થયું કે આપણે પણ પરમેશ્વરને પૂરેપૂરા વફાદાર રહી શકીએ છીએ.

ખ્રિસ્તના બલિદાન દ્વારા એક એવો માર્ગ ખોલ્યો, જેનાથી અમુક જણ તેમની સાથે સ્વર્ગમાં રાજાઓ બની શકે. તેમ જ બીજા અનેક માટે માર્ગ ખોલ્યો, જેથી બગીચા જેવી પૃથ્વી પર તેઓ હંમેશ માટે જીવી શકે.

ઈસુ પ્રેમથી માનવ માટે પોતાનું બલિદાન આપવાના હતા. એ રાત્રે બલિદાનને રજૂ કરતા તેમણે બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂનો ઉપયોગ કર્યો. પછી તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) શું તમે આ સૌથી મહત્ત્વનો પ્રસંગ યાદ કરશો?

યહોવાહના સાક્ષીઓ તમને આમંત્રણ આપે છે કે તમે તેઓની સાથે આ મહત્ત્વના પ્રસંગે જોડાઓ. આ વર્ષે એ પ્રસંગ ગુરૂવાર, માર્ચ ૨૮ સૂર્યાસ્ત પછી હશે. તમે તમારા ઘરની નજીક આ સભામાં જઈ શકો. મહેરબાની કરીને ચોક્કસ સમય અને હૉલનું સરનામું યહોવાહના સાક્ષીઓ પાસેથી મેળવો.