સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું કુંવારી મરિયમની અપૂર્ણતાની અસર ઈસુ પર પડી હતી?

‘ઈસુના જન્મ’ વિષે બાઇબલ કહે છે: “તેની મા મરિયમનું વેવિશાળ યુસફ જોડે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થએલી જણાઈ.” (માત્થી ૧:૧૮) આ કિસ્સામાં યહોવાહ પરમેશ્વરના પવિત્ર આત્માએ મરિયમને ગર્ભવતી કરી હતી.

પરંતુ, મરિયમ વિષે શું? તે ગર્ભવતી થઈ એમાં તેના પોતાના અંડકોષે કોઈ ભાગ ભજવ્યો હતો ખરો? પરમેશ્વરે મરિયમના પૂર્વજોને એટલે ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ, યહુદાહ તથા દાઊદ રાજાને સંતાનનું વચન આપ્યું હતું. એ પ્રમાણે તેઓના કુળમાંથી જ વચનના સંતાનનો જન્મ થવો જોઈએ. (ઉત્પત્તિ ૨૨:૧૮; ૨૬:૨૪; ૨૮:૧૦-૧૪; ૪૯:૧૦; ૨ શમૂએલ ૭:૧૬) એમ ન હોય તો મરિયમ જેને જન્મ આપશે, એ બાળક કઈ રીતે પરમેશ્વરે આપેલા વચનનો ખરો વારસ બની શકે? તે ખરેખર મરિયમનો પુત્ર જ હોવો જોઈએ.​—લુક ૩:૨૩-૩૪.

યહોવાહના સ્વર્ગદૂતે કુંવારી મરિયમને કહ્યું: “હે મરિયમ, બી મા; કેમકે તું દેવથી કૃપા પામી છે. જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.” (લુક ૧:૩૦, ૩૧) ગર્ભ ધારણ કરવા માટે અંડકોષની જરૂર હતી. એમ કરવા માટે પરમેશ્વરે પોતાના એકનાએક દીકરાનું જીવન, પૃથ્વી પર મરિયમના ગર્ભાશયમાં અંડકોષ તરીકે મૂક્યું, જેથી ગર્ભ ધારણ થઈ શકે.​—ગલાતી ૪:⁠૪.

શું આ રીતે અપૂર્ણ સ્ત્રીને સંપૂર્ણ બાળક થઈ શકે, જે બાળકના શરીરમાં કોઈ જાતનું પાપ જ ન હોય? સંપૂર્ણતા અને અપૂર્ણતા ભેગી કરવામાં આવે ત્યારે, એને કુદરતી નિયમ કઈ રીતે લાગુ પડે છે? યાદ કરો કે યહોવાહના પુત્રનું સંપૂર્ણ જીવન પવિત્ર આત્મા દ્વારા એકથી બીજી જગ્યાએ રૂપાંતર કરવામાં આવ્યું અને ગર્ભ ધારણ થયો. આમ, મરિયમના અંડકોષમાં રહેલી અપૂર્ણતા દૂર થઈ. આમ, શરૂઆતથી જ એ અંડકોષ સંપૂર્ણ બનાવવામાં આવ્યો.

તેમ જ, આપણે જાણીએ છીએ કે એ સમયે પરમેશ્વરે પોતાનો હેતુ સિદ્ધ કરવા પવિત્ર આત્માથી પૂરેપૂરી ખાતરી કરી હશે. સ્વર્ગદૂત ગાબ્રીએલે મરિયમને સમજાવ્યું હતું: “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જનમશે તે પવિત્ર, દેવનો દીકરો, કહેવાશે.” (લુક ૧:૩૫) હા, મરિયમે ધારણ કરેલા ગર્ભની આસપાસ યહોવાહના પવિત્ર આત્માએ જાણે રક્ષણ આપતી દીવાલ ઊભી કરી દીધી, જેથી એને કોઈ જાતનું પાપ કે નુકસાન ન પહોંચે.

આમ, ઈસુને મળેલું સંપૂર્ણ માનવ જીવન કોઈ મનુષ્યથી નહિ, પણ યહોવાહ પરમેશ્વરથી મળ્યું હતું. આ રીતે યહોવાહે, ઈસુ માટે “શરીર તૈયાર કર્યું.” તેથી, ઈસુ ગર્ભમાંથી, શરૂઆતથી જ “નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ” હતા.​—⁠હેબ્રી ૭:૨૬; ૧૦:⁠૫.

[પાન ૧૯ પર ચિત્ર]

‘તને ગર્ભ રહેશે, ને દીકરો થશે’