સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફિલીપાઇન પહાડો પર પરમેશ્વરને મહિમા અપાય છે

ફિલીપાઇન પહાડો પર પરમેશ્વરને મહિમા અપાય છે

ફિલીપાઇન પહાડો પર પરમેશ્વરને મહિમા અપાય છે

જો તમને એમ લાગે કે ફિલીપાઇન તો એક ટાપુ છે તો તમે તદ્‍ન સાચા છો. એ ઉપરાંત એ દેશના પર્વતો ખૂબ જ સુંદર છે. જે લોકો પર્વતોથી નીચલા ભાગમાં રહે છે તેઓને, પ્રચાર કરવું એ યહોવાહના સાક્ષીઓ માટે સહેલું છે. પરંતુ, જે લોકો પહાડી જગ્યાઓમાં રહે છે તેઓની વાત જ જુદી છે.

એ પર્વતો, ટાપુના દરિયા કિનારા, ગામડાઓ અને શહેરો કરતાં સાવ જુદા તરી આવે છે. એ પર્વતોમાં યહોવાહ પરમેશ્વરના ‘રાજ્યનો’ પ્રચાર કરવો સહેલો નથી.​—⁠માત્થી ૨૪:૧૪.

ફિલીપાઇનમાં ૭,૧૦૦ ટાપુઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ ચીની સમુદ્ર અને પેસિફિક મહાસાગર વચ્ચે આવેલા છે. ફિલીપાઇન ટાપુઓ, એવી જગ્યાએ આવેલા છે જ્યાં, જ્વાળામુખી અને ધરતીકંપ થવાની શક્યતા વધુ રહેલી છે. ભૂમિનાં દબાણ કે ખેંચાણને લીધે ત્યાં પર્વતો રચાએલા છે. આવા પર્વતોમાં રહેતા લોકો સુધી પહોંચવું સહેલું નથી, કારણ કે ત્યાંનાં રસ્તાઓમાં કોઈ વાહન ચાલી શકે એમ નથી.

તેમ છતાં, યહોવાહના સાક્ષીઓ ‘સઘળાં માણસોને’ મળવાની કોશિશ કરે છે. (૧ તીમોથી ૨:૪) તેથી ફિલીપાઇનમાં રહેતા સાક્ષીઓ, આ સુમેળમાં કામ કરે છે: “વળી કેદારે વસાવેલાં ગામડાં, મોટે સાદે ગાઓ; સેલાના રહેવાસીઓ, હર્ષનાદ કરો, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો. તેઓ યહોવાહને મહિમા આપે, ને ટાપુઓમાં તેની સ્તુતિ પ્રગટ કરે.”​—⁠યશાયાહ ૪૨:​૧૧, ૧૨.

લગભગ ૫૦ વર્ષ પહેલા પર્વતના રહેવાસીઓને પહેલી વાર પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી મિશનરિઓએ આ કાર્યમાં ઘણી મહેનત કરી હતી. ત્યાંના રહેવાસીઓ બાઇબલનું સત્ય શીખ્યા પછી, પર્વતો પર આવેલા ગામડાઓમાં એનો પ્રચાર કરવા લાગ્યા જેના પરિણામો સારા આવ્યા. દાખલા તરીકે, લુઝોનના કોર્ડીલ્યારા સેંટ્રલ પર્વતોમાં ૬,૦૦૦ કરતા વધુ યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરી રહ્યાં છે. મોટા ભાગના લોકો ઇબાલોઇ, ઇફુગાઓ, અને કલીંગા નામે ઓળખાતા વતનીઓ છે.

તેમ છતાં આ પર્વતોમાં ઘણા એવા વિસ્તારો છે, જ્યાં પહોંચવું સહેલું નથી. જે લોકો ત્યાં વસે છે તેઓને કોઈ ભૂલી નથી ગયું. તેઓ પાસે કેવી રીતે પહોંચી શકાય? તેમ જ શું તેઓ યહોવાહના રાજ્ય વિષેનો આ સુંદર સંદેશો સાંભળશે?

ખરું જ્ઞાન અંધશ્રધાને છોડાવે છે

ઉત્તર લુઝોનમા આવેલા પર્વતોમાં, આબ્રા નામના વિસ્તારમાં ટીંગીઅન લોકો રહે છે. આ નામ કદાચ પ્રાચીન મલેશિયન શબ્દ ટીંગેમાથી પાડવામાં આવ્યું હશે જેનો અર્થ “પર્વત” થાય છે. એ તેઓને કેટલું લાગુ પડે છે! તે લોકો પોતાને અને તેઓની ભાષાને ઇત્નગ તરીકે ઓળખાવે છે. તેઓ કાબુનીય્ન નામના ભગવાનમાં માને છે, અને રોજીંદા જીવનમાં શુકન-અપશુકનમા બહુ જ માને છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ બહાર જતા પહેલાં છીંક ખાય તો એને અપશુકન ગણે છે. તેને એક-બે કલાક રાહ જોવી પડે, જેથી એ અપશુકનની અસર જતી રહે.

સ્પૅનિશ લોકો ૧૫૭૨માં કેથલિક ધર્મની માન્યતા આબ્રામાં લઈ આવ્યા, છતાં તેઓ ટીંગીઅન લોકોને બાઇબલનું સત્ય શીખવવામાં નિષ્ફળ ગયા. જેઓ કેથલિક બન્યા તેઓ કાબુની નામે ઓળખાતા ધર્મ અને રીતરીવાજોને છોડી શક્યા નહિ. આ લોકોને યહોવાહના સાક્ષીઓ દ્વારા બાઇબલનું ખરું શિક્ષણ ૧૯૩૦માં મળ્યું. તેથી ઘણા ટીંગીઅન લોકો હવે યહોવાહને “પર્વતોનાં શિખર પરથી” મહિમા આપી રહ્યા છે.

દાખલા તરીકે, લીંગબાવાન ત્યાંના પંચમુખી હતા. તે ટીંગીઓના રીતરિવાજોમા બહુ જ સંડોવાએલા હતા. “હું ટીંગીઅન રીતરિવાજોને વળગી રહેતો હતો. કોઈ વ્યક્તિનું ખૂન થયું હોય તો દફનવિધિ કર્યા પછી અમે નૃત્ય કરતા અને ઘંટ વગાડતા. અમે જાનવરોના બલિદાનો પણ ચઢાવતા. અમે ભગવાન કાબુનીમા માનતા હતા અને હું બાઇબલનાં પરમેશ્વરને ઓળખતો ન હતો.” આ બધું તે કેથલીક હોવા છતાં કરતો હતો.

યહોવાહના સાક્ષીઓએ એ વિસ્તારમાં પ્રચાર કર્યો. તેઓએ લીંગબાવાનની મુલાકાત લીધી અને તેને બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપ્યું. તે કહે છે: “બાઇબલમાંથી મને ખાતરી થઈ કે યહોવાહ ખરા પરમેશ્વર છે.” એક સાક્ષીએ તેની સાથે અભ્યાસ કર્યો અને લીંગબાવાને સાચા પરમેશ્વરની સેવા કરવાનો નિર્ણય લીધો. તેણે ખોટા માર્ગો છોડી દીધા, જેમ કે તેણે પંચમુખીની જવાબદારી છોડી ત્યારે, સમાજમાં ભારે હોહા મચી ગઈ હતી. લીંગબાવાને તો બાઇબલના સાચા માર્ગને પકડી રાખવાનું નક્કી કર્યુ. હવે તે મંડળના વડીલ તરીકે સેવા કરે છે.

સાત દિવસો અને છ રાતો

આબ્રાના અમુક ભાગોમાં નિયમિત પ્રચાર થાય છે. તેમ છતાં, ત્યાં એવા વિસ્તારો છે, જ્યાં ભાગ્યે જ પ્રચાર કરવામાં આવે છે, ત્યાં પહેલી વાર પ્રચાર કરવામાં આવ્યો હતો. આબ્રાના ટીંએગ નામે ઓળખાતાં વિસ્તારમાં, ૩૫ યહોવાહના સાક્ષીઓએ પ્રચાર કામ કરવાનું નક્કી કર્યુ. એ જગ્યામાં કોઈએ ૨૭ વર્ષથી પ્રચાર કર્યો ન હતો.

તેઓને ત્યાં પહોંચવા માટે સાત દિવસ લાગ્યા, એ પણ ચાલીને. તેઓ, ઝૂલતા પુલ, ઊંડી નદીઓ, અને કલાકો સુધી બધો જ માલસામાન ઉપાડીને પર્વતોના સાંકડા રસ્તે ચાલ્યા એનો વિચાર કરો. આટલી મહેનત શા માટે? જેઓને ભાગ્યે જ પ્રચાર કરવામાં આવ્યો છે, તેઓને બાઈબલનું સત્ય શીખવવા માટે. આ મુસાફરીની ચાર રાત, તેઓએ બહાર ઊંઘીને ગાળી હતી.

આ મહેનતુ સાક્ષીઓ તેઓની એ લાંબી મુસાફરી માટે, જે ખોરાક લઈ ગયા હતા, એ પૂરતો ન હતો. તેમ છતાં તેઓએ કંઈ ચિંતા કરવાની જરૂર ન હતી, કારણ કે બાઇબલ વિષે સમજાવતી પુસ્તકોને બદલે તેઓને લોકો ખોરાક આપતા હતા. તેથી સાક્ષીઓને તેઓ પાસેથી ઘણો સ્વાદિષ્ટ ખોરાક મળ્યો. તેઓએ તકલીફો સહન કરી છતાં આમ કહ્યું: “ખરું કે અમને તકલીફો તો પડી પણ જે અનુભવો થયા એનાથી ઘણો જ આનંદ મળ્યો.”

આ સાત દિવસ દરમિયાન યહોવાહના સેવકોએ દસ ગામડાઓમાં સાક્ષી આપી, ૬૦ પુસ્તકો, ૧૮૬ મેગેઝિનો, ૫૦ પુસ્તિકાઓ અને ઘણી પત્રિકાઓ આપી હતી. તેઓએ ૭૪ ગ્રૂપોને બાઇબલ અભ્યાસ કરવાનું શીખવ્યું. ટીંનેગ શહેરના જવાબદાર લોકોની માંગણીથી એક સભા ભરવામાં આવી હતી જ્યાં ૭૮ લોકોએ હાજરી આપી હતી. એ સભામાં મોટે ભાગે શિક્ષકો, અને પોલીસો આવ્યા હતા. આશા છે કે બીજા ઘણા ટીંગીઅન લોકો યહોવાહને પર્વતોના શિખર પરથી મહિમા આપતા શીખે.

સોનાથી ચડિયાતું શું હોય શકે?

દક્ષિણ ફિલીપાઇનમાં અમુક ટાપુઓ આવેલા છે જ્યાં સ્પૅનિશ લોકોએ સોનાની શોધ કરી. એના પરથી મિંડોરો નામ થઈ આવ્યું છે. એ નામ સ્પૅનિશ શબ્દ માય્ના દે ઓરોમાંથી આવેલું છે, જેનો મતલબ “સોનાની ખાણ” થાય છે. તેમ છતાં હવે એ ટાપુઓમાં સોનાથી વધુ ચડિયાતું કઈંક મળી આવે છે. એ શું છે? ખરા પરમેશ્વર યહોવાહની સેવા કરતા જે લોકો છે, તેઓ સોના કરતાં ચડિયાતા છે.

મિંડોરોના જંગલોના એક ભાગમાં લગભગ ૧,૨૫,૦૦૦ મંગીયાન નામે ઓળખાતા લોકો વસે છે. તેઓ સાદું જીવન જીવે છે, પોતાના સમાજમાં જ રહે છે, અને તેઓ પાસે પોતાની જ ભાષા છે. મોટા ભાગના લોકો અનેક દેવદેવીઓમાં, જાદુ અને મેલી વિદ્યામાં માને છે.

ઘણી વખત, ખોરાકની કે બીજી કોઈ અછતને કારણે અમુક મંગીયાન લોકો દરિયાકાંઠે કામ શોધવા આવે છે. પેયલીંગ પોતે, મેંગીયાનની ભટોંધોન નામની જાતનો છે, તેના કિસ્સામાં આમ જ થયું. તેનો ઉછેર પર્વત પરના એક ગામમાં થયો હતો અને તે ભટોંધોનીઓનો ધર્મ પાડતો હતો. તેઓ સાદા કપડા પહેરતા. ભટોંધોન લોકોનો રિવાજ એવો છે કે સારા પાક માટે તેઓ મરઘીનું બલિદાન ચઢાવીને તેના લોહીને, પ્રાર્થના કરતી વખતે પાણીમાં ટપકાવે છે.

પેયલીંગ હવે એવા રીતરિવાજો નથી પાડતો. શું કામ? તે જ્યારે દરિયાકાંઠે કામ શોધવા ગયો, ત્યારે અનેક યહોવાહના સાક્ષીઓએ તેને કામ આપ્યું. તેઓમાંના એકે પેયલીંગને બાઇબલ વિષે જણાવ્યું. તેમને યહોવાહ અને તેમના પ્રેમાળ હેતુઓ વિષે શીખવાની ખૂબ જ મજા આવી. યહોવાહના સાક્ષીઓએ પેયલીંગને સ્કૂલે જવાની અને બાઇબલ અભ્યાસ કરવાની ગોઠવણ કરી આપી. તે ૨૪ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લઈને યહોવાહનો સાક્ષી બન્યો. તે ૩૦ વર્ષની ઉંમર સુધી સ્કૂલમાં ભણતો ગયો અને ત્યાં પ્રચાર કરતો ગયો. હવે તે રોનાલ્ડો નામેથી ઓળખાય છે.

જો તમે રોનાલ્ડોને હવે મળો, તો તેનો ચહેરો હસતો, તેના કપડાં સરસ, અને તે એક પાયોનિયર તરીકે સેવા આપી રહ્યો છે. એ ઉપરાંત મિંડોરો મંડળમાં તે એક સેવકાઈ ચાકર તરીકે સેવા આપી રહ્યો છે. તાજેતરમાં રોનાલ્ડો પાછો, પર્વતોમાં રહેતા લોકો પાસે ગયો, ભટોંધોનોના રીતરિવાજોને પાળવા નહીં પણ તેઓને બાઇબલનાં જીવન આપનાર સત્યો વિષે શીખવવા.

મંડળમાં જવા માટે તૈયાર

સેબુઆનોમા બુકીડનોન નામનો એક વિસ્તાર છે, જેનો મતલબ “પર્વતોના લોકો” થાય છે. એ દક્ષિણ ટાપુ મિંડાનોમાં આવેલો છે. આ જગ્યા પર્વતો, ખીણો, નદીઓ અને પહાડોથી રચાયેલી છે. આ ફળદ્રુપ જમીનમાં અનાનાસ, મકાઈ, કૉફી, ચોખા અને કેળાના ખેતરો છે. એ પહાડી જગાઓમાં ટાલાંડીગ અને હિગાઓનુન નામના આદિવાસીઓ રહે છે. આ લોકોને પણ યહોવાહ વિષે શીખવાની જરૂર છે. આ બારામાં, તાજેતરમાં, ટાલાકગ ગામ આગળ એક સરસ અનુભવ થયો.

યહોવાહના સાક્ષીઓ પહાડ પર વસેલા લોકો પાસે પહોંચ્યા ત્યારે એ લોકોએ ખુલ્લા દિલથી તેઓનો આવકાર કર્યો. તે લોકો પરમેશ્વરમાં માનતા હતા, પણ તેમનું નામ શું છે એ જાણતા ન હતા. તેઓ જંગલમાં રહેતા હોવાથી યહોવાહના સાક્ષીઓને પહેલી વાર મળ્યાં. પરમેશ્વરનું નામ યહોવાહ અને તેમના રાજ્ય વિષે તેઓને શીખવવામાં આવ્યું. એ લોકોને ખૂબ જ ગમ્યું, તેથી સાક્ષીઓએ પાછું એ ગામમાં જવાનું નક્કી કર્યુ.

અનેક વખતે યહોવાહના સાક્ષીઓએ તેઓની મુલાકાત લીધી અને એ ગામના લોકોએ રહેવા માટે તેઓને એક જગ્યાની ઑફર કરી. તેઓએ એ ઑફર રાજીખુશીથી સ્વીકારી. એ જગા પહાડના સૌથી ઊંચા ભાગમાં આવેલી છે. ત્યાં ખજૂરીનાં પાન, વાંસ અને લાકડાનું એક મકાન બાંધવામા આવ્યું જેને ત્રણ મહિના અને દસ દિવસ લાગ્યા હતા. બધા લોકો જોઈ શકે એમ, એ મકાનનું નામ “યહોવાહના સાક્ષીઓનું રાજ્ય ગૃહ” લખવામાં આવ્યું હતું. જ્યાં મંડળ ન હતું ત્યાં રાજ્ય ગૃહ બાંધવામાં આવ્યો એનો વિચાર કરો!

એ બંધાયા પછી ત્યાં, એક પાયોનિયર વડીલ અને સેવકાઈ ચાકર ત્યાં રહેવા ગયા. તેઓની સાથે, આજુબાજુના યહોવાહના સાક્ષીઓએ ત્યાં નવું મંડળ બનાવવા માટે મહેનત કરી હતી. ઑગસ્ટ ૧૯૯૮માં તેઓની મહેનતનું ફળ મળ્યું. હવે ત્યાં એક નાનું મંડળ છે, જે પર્વતો પર રહેલા લોકોને બાઇબલનાં સત્યો વિષે શીખવવા માટે મદદ કરે છે.

ફિલીપાઇનમાં સહેલાઇથી પહોંચી ન શકાય ત્યાં, ખરેખર યહોવાહે તેમના રાજ્યનો સંદેશો ફેલાવવા માટે ઉત્સાહી સેવકોનો સુંદર ઉપયોગ કર્યો છે. અહીં યશાયાહ ૫૨:૭ના શબ્દો સાચા પડે છે કે “જે શાંતિની વાત સંભળાવે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!”

[પાન ૧૧ પર નકશો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

આબ્રા

મિંડોરો

બુકીડનોન

[ક્રેડીટ લાઈન]

Globe: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૧૦ પર ચિત્રો]

પર્વતોમાં પ્રચાર કરવા માટે કલાકો સુધી વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે ચાલવું પડે છે

[પાન ૧૦ પર ચિત્ર]

પર્વતોની નદીમાં બાપ્તિસ્મા લેવાય છે