સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બે પાદરીઓને રસેલના પુસ્તકો ખૂબ જ ગમ્યા

બે પાદરીઓને રસેલના પુસ્તકો ખૂબ જ ગમ્યા

બે પાદરીઓને રસેલના પુસ્તકો ખૂબ જ ગમ્યા

વર્ષ ૧૮૯૧માં ચાર્લ્સ ટેઝ રસેલે યહોવાહના સાચા ખ્રિસ્તીઓ માટે અજોડ કામ કર્યું અને તે યુરોપમાં પહેલી વાર ગયા હતા. અમુક અહેવાલો પ્રમાણે ભાઈ રસેલ, ઇટાલીના, પીનરોલો ગામમાં રોકાયા ત્યારે તે પ્રોફેસર દાનીયેલ રિવીઑરીને મળ્યા હતા, જે વાલ્ડૅન્સીસ પંથના પાદરી હતા. * રિવીઑરીએ બાઇબલ વિષે શીખવવાનું છોડી દીધું હતું, છતાં તેમણે વાલ્ડૅન્સીસ પંથ સાથે સારો સંબંધ રાખ્યો હતો. એ ઉપરાંત તે ખુલ્લું મન ધરાવતા હોવાથી તેમણે સી. ટી. રસેલના ઘણા પુસ્તકો વાંચ્યાં હતાં.

ભાઈ રસેલે ધ ડિવાઈન પ્લાન ઑફ ધી એજીસ પુસ્તક લખ્યું ત્યારે, એનું ઇટાલિઅન ભાષાંતર પણ થયું ન હતુ. તેથી, રિવીઑરીએ ૧૯૦૩માં પોતાના ખર્ચે ભાષાંતર કરીને એ છાપ્યું હતું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં રિવીઑરીએ લખ્યું: “અમે આ ઇટાલિઅન ભાષામાં પ્રથમ આવૃત્તિ પ્રભુના રક્ષણમાં રાખીએ છીએ. આ પુસ્તકમાં ઘણી ખામીઓ છે, છતાં એના પર તેનો આશીર્વાદ હોય, જેથી તેના મહાન તથા પવિત્ર નામ વિષે ઇટાલિઅન બાળકોને વાંચવા ઉત્તેજન મળે અને તેની વધારે ભક્તિ કરે. જેઓ આ પુસ્તક વાંચે તેઓના હૃદયમાં પરમેશ્વરના હેતુ માટે પ્રેમ, ઊંડી કદર, જ્ઞાન વધે, અને તેનો આભાર માને એવી ઇચ્છા છે. કારણ કે તેની કૃપાથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.”

આ મેગેઝીન પહેલાં અંગ્રેજીમાં સિયોનનું ચોકીબુરજ અને ખ્રિસ્તની હાજરીની જાહેરાત નામથી ઓળખાતું. રિવીઑરીએ ૧૯૦૩માં એનું ભાષાંતર કરીને દર વર્ષે ચાર અંક બહાર પાડતા હતા. એ સમયમાં યહોવાહના સાક્ષીઓ, બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. જો કે પ્રોફેસર રિવીઑરીએ પોતે બાઇબલ વિદ્યાર્થી ન હતા. તેમ છતાં, બાઇબલ વિદ્યાર્થીઓના સામયિકોમાં બાઇબલનો સંદેશો જે રીતે સમજાવવામાં આવતો એ તેને ખૂબ જ ગમતો, એથી એ ફેલાવવા તે બહુ જ ઉત્સાહી હતા.

“આંખોમાંથી છાલાં ખરી પડ્યાં એવું લાગ્યું”

જુસેપે બેનકેટી પણ વાલ્ડૅન્સીસ પંથના પાદરી હતા, જેને ભાઈ રસેલનાં પુસ્તકો ખૂબ જ ગમતાં. જુસેપેના પિતા કૅથલિક ધર્મ છોડીને વાલ્ડૅન્સીસ પંથમાં જોડાયા હોવાથી તેને પણ એ જ શીખવ્યું. જુસેપે ૧૮૯૪માં પાદરી બન્યા પછી પોતે ઍલબા ટાપુઓમાં આવેલા અપૂલીઆ, અબ્રુસી પ્રદેશમાં અને સીસિલીમાં વાલ્ડૅન્સીસ સમાજમાં જુદી જુદી જગ્યાએ સેવા આપતા હતા.

ભાઈ રસેલનું ધ ડિવાઈન પ્લાન ઑફ ધી એજીસ પુસ્તક, ૧૯૦૫માં ઇટાલિઅન ભાષામાં બહાર પડ્યું. ત્યારે બેનકેટીએ એની પ્રશંસા પ્રોટેસ્ટંટ લા રિવીસ્તા ક્રિસ્તીના ધાર્મિક મેગેઝીનમાં લખી. “આપણા માટે” રસેલની પુસ્તકો “ખરેખર અજ્ઞાન દૂર કરે છે, અને કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરે તો એમાંથી લાભ પામી શકે. . . . મેં એ વાંચ્યાં ત્યારે મને એવું લાગ્યું કે જાણે મારી આંખો પરથી છાલાં ખરી પડ્યાં, અને પરમેશ્વરનો માર્ગ સીધો તેમ જ સહેલો દેખાયો. જો કે પ્રથમ ઘણા મતભેદો લાગતા હતા, હવે એ પણ દૂર થયા. એવી જ રીતે ઘણી માન્યતાઓ જે પહેલાં સમજવી અઘરી હતી, એ હવે એકદમ સહેલાઈથી સમજી શકાય છે. ખ્રિસ્ત દ્વારા જગતનું તારણ થશે એ જાણવાથી મને ખૂબ જ આનંદ થયો એથી મેં પાઊલની જેમ પોકાર કર્યો: આહા! દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!”​—⁠રૂમી ૧૧:૩૩.

ઉપર જણાવ્યું તેમ ૧૯૨૫માં રેમીજો કૂમિનેતીએ નોંધ કરી કે બેનકેટીએ બાઇબલ વિદ્યાર્થીઓના કામમાં “ખૂબ જ રસ” બતાવ્યો હતો. તેમ જ તેઓને “એમાં પૂરો ભરોસો” હતો. પછી, બેનકેટી પોતે જ એ માન્યતાઓ વિષે બીજાઓને જણાવવા લાગ્યા હતા.

બેનકેટીના લખાણો પરથી એમ જોવા મળે છે કે યહોવાહના સાક્ષીઓ બાઇબલમાં જે માને છે, એ પોતે પણ માનતા હતા કે મૂએલાઓને પૃથ્વી પર સજીવન કરવામાં આવશે. બાઇબલ વિદ્યાર્થીઓ પ્રમાણે તે માનતા હતા કે ઈસુનું મરણ ક્યારે થશે એ સમય વિષે દાનીયેલને સિત્તેર અઠવાડીઆંની ભવિષ્યવાણીમાં પરમેશ્વરે જણાવ્યું હતું. (દાનીયેલ ૯:૨૪-૨૭) તેણે અનેક વખતે બધાની આગળ પોતાના ચર્ચના શિક્ષણો સામે વાંધો ઉઠાવ્યો હતો. તે એ પણ માનતા કે ઈસુના મરણનો સ્મરણ પ્રસંગ તારીખ પ્રમાણે “વર્ષમાં એક જ વખત ઉજવવો જોઈએ.” (લુક ૨૨:૧૯, ૨૦) તેમ જ તે ડાર્વિનના ઉત્ક્રાંતિના શિક્ષણમાં જરાય માનતા ન હતા. એટલું જ નહિ, પરંતુ તેણે ઠરાવ કર્યો હતો કે સાચા ખ્રિસ્તીઓએ કોઈ યુદ્ધમાં ભાગ લેવો ન જોઈએ.​—⁠યશાયાહ ૨:⁠૪.

બેનકેટી એક પ્રસંગે જે. કેમ્પબેલ વૉલ સાથે રસેલના પુસ્તકો વિષે ચર્ચા કરી હતી. વૉલ ખોટી ટીકા કરતા હતા ત્યારે બેનકેટીએ આમ કહ્યું: “મને ખાતરી છે કે જો તું રસેલની છ પુસ્તકો વાંચે તો તને ખૂબ જ આનંદ મળશે, અને તું ખરેખર મારો ઉપકાર માનીશ. હું મારી માન્યતાનો દેખાડો કરવા ચાહતો નથી; પરંતુ મેં એ પુસ્તકો અગિયાર વર્ષ પહેલાં વાંચી હતી. પરમેશ્વરે એના દ્વારા મારી આંખો ખોલી અને દિલાસો આપ્યો એ માટે હું રોજ તેનો આભાર માનું છું. એ પુસ્તકો ખરેખર બાઇબલના શિક્ષણ પર આધારિત છે.”

“ધ્યાનથી સાંભળો

દાનીયેલ રિવીઑરી અને જુસેપે બેનકેટી તેઓ બંને વાલ્ડૅન્સીસ પંથના પાદરીઓ હતા. તેમ છતાં, રસેલે જે રીતે બાઇબલની સમજણ આપી એ માટે તેઓએ ખૂબ જ પ્રશંસા કરી હતી. બેનકેટીએ લખ્યું: “હું કહું છું કે આપણામાંનો કોઈ પણ પ્રચારક, પાદરી અથવા ધર્મગુરુઓમાંથી કોઈ પણ બધું જ જાણતો નથી. હા, ખરેખર આપણે દરેકને ઘણું શીખવાની જરૂર છે. . . . [આપણે ખરેખર] . . . સાંભળવું જ જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે મને બધી જ ખબર છે, એથી હવે મને કંઈ શીખવાની જરૂર નથી. એના બદલે આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ.”

દર વર્ષે યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરના રાજ્ય વિષે લોકોના ઘરે સંદેશો આપવા જાય છે, ત્યારે હજારો લોકો સાંભળે છે. આજે જેઓ બાઇબલ સત્ય માટે તરસ્યા છે તેઓ ઈસુનો સાદ સાંભળે છે: “મને અનુસર.”​—⁠માર્ક ૧૦:૧૭-૨૧; પ્રકટીકરણ ૨૨:​૧૭, પ્રેમસંદેશ.

[ફુટનોટ]

^ પિએર વાડૅસ અથવા પીટર વાલ્ડૉ, બારમી સદીમાં, લીઓન ફ્રાંસમાં એક વેપારી હતો. તેની માન્યતાઓને કારણે, કૅથલિક ચર્ચે તેને ધર્મમાંથી કાઢી મૂક્યો. એ વિષે વધારે માહિતી માટે “વાલ્ડૅન્સીસ કૅથલિક વિરોધી પ્રોટેસ્ટંટ” ચોકીબુરજ માર્ચ ૧૫, ૨૦૦૨ જુઓ.

[પાન ૨૮ પર ચિત્ર]

પ્રોફેસર દાનીયેલ રિવીઑરી

[પાન ૨૯ પર ચિત્ર]

જુસેપે બેનકેટી

[ક્રેડીટ લાઈન]

બેનકેટી: La Luce, April 14, 1926