સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

આપણે “ઈસુના નામમાં” પ્રાર્થના ન કરીએ, તો એમાં કંઈ ખોટું છે?

બાઇબલ જણાવે છે કે સાચા ખ્રિસ્તીઓએ ઈસુના નામમાં યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” તેમણે એમ પણ કહ્યું: “જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.”​—⁠યોહાન ૧૪:૬, ૧૩, ૧૪.

ઈસુની અજોડ ભૂમિકા વિષે બાઇબલ, ધર્મ, અને સંપ્રદાયોનો સાહિત્યનો જ્ઞાનકોષ (અંગ્રેજી) આમ જણાવે છે: “પરમેશ્વરને પ્રાર્થના ઈસુ ખ્રિસ્ત દ્વારા જ કરવી જોઈએ. જે પ્રાર્થનાઓ સંતો કે સ્વર્ગ દૂતોને કરવામાં આવે છે એ ફક્ત નકામી છે એટલું જ નહિ, પરંતુ પરમેશ્વરની નિંદા કરવી બરાબર છે. પછી ભલે ગમે એટલા મહાન વ્યક્તિને ભજતા હોઈએ, એ મૂર્તિપૂજા જ કહેવાય. પરમેશ્વરના નિયમમાં એમ કરવાની ખાસ મના છે.”

પરંતુ, જો કોઈને સારો અનુભવ થયો હોય ત્યારે “ઈસુનું નામ” લીધા વગર કહે કે “યહોવાહ તમારો આભાર,” તો શું એમ કરવું ખોટું છે? ના. ધારો કે તમે એકદમ ખતરામાં આવી ગયા છો ત્યારે પોકારો કે “હે યહોવાહ, મને બચાવો!” તો યહોવાહ પોતાના ભક્તોનો પોકાર જરૂર સાંભળશે. એવું નથી કે તમે “ઈસુનું નામ” ન લીધુ એટલે તે તમારી પ્રાર્થના નહિ સાંભળે.

તેમ છતાં, એ પણ યાદ રાખવું જોઈએ કે મોટા સાદે યહોવાહ સાથે વાત કરવાથી, એમ ન કહી શકાય કે આપણે પ્રાર્થના કરતા હતા. દાખલા તરીકે, કાઈને તેના ભાઈ હાબેલનું ખૂન કર્યા પછી યહોવાહ પરમેશ્વરે તેનો ન્યાય કર્યો ત્યારે, તેણે આમ કહ્યું: “મારી સજા વધારે છે. જો, આજ તેં પૃથ્વીથી મને હાંકી કાઢ્યો છે; અને તારા મોં આગળથી હું સંતાઈશ, ને પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.” (ઉત્પત્તિ ૪:૧૩, ૧૪) જો કે કાઈને જ્યારે ગુસ્સામાં યહોવાહને એમ કહ્યું ત્યારે તે પાપના કારણે જે પરિણામ આવ્યા એની ફરિયાદ કરતો હતો.

બાઇબલ જણાવે છે: “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” આપણે જેમ મનુષ્ય સાથ વાત કરીએ છીએ, એમ યહોવાહ પરમેશ્વર સાથે વાત કરીશું તો આપણે નમ્ર ભાવે વર્તતા નથી. (યાકૂબ ૪:૬; ગીતશાસ્ત્ર ૪૭:૨; પ્રકટીકરણ ૧૪:૭) બાઇબલમાંથી શીખ્યા પછી પણ આપણે જાણીજોઈને “ઈસુના નામમાં” પ્રાર્થના ન કરીએ તો એ ખરેખર યહોવાહનું અપમાન કર્યું કહેવાશે.​—⁠લુક ૧:૩૨, ૩૩.

એનો એવો અર્થ નથી થતો કે અમુક મંત્રો કે શબ્દોથી જ યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ, આપણે કેવા દિલથી પ્રાર્થના કરીએ છીએ એના પર એ આધારિત છે. (૧ શમૂએલ ૧૬:૭) પહેલી સદીમાં કરનેલ્યસ નામે એક રોમી સૂબેદાર “નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો.” જો કે તે યહોવાહનો ભક્ત ન હતો. એટલું જ નહિ, પરંતુ તે તો બિન યહૂદી તેમ જ બેસુનતી હતો. એવું લાગે છે કે તે “ઈસુના નામમાં” પ્રાર્થના કરતો ન હતો, તો પણ, એની પ્રાર્થનાઓ ‘દેવની આગળ યાદગીરીને સારૂ પહોંચી’ હતી. શા માટે? એનું કારણ કે ‘અંતઃકરણના પારખનાર યહોવાહે’ જોયું કે કરનેલ્યસ “ધાર્મિક હતો, . . . અને દેવનું ભય રાખતો” હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:​૨, ૪; નીતિવચનો ૧૭:૩) ‘નાઝારેથના ઈસુ’ વિષે કરનેલ્યસે જ્ઞાન લીધા પછી તેના પર પવિત્ર આત્મા આવ્યો, અને તે બાપ્તિસ્મા લઈને ઈસુનો શિષ્ય બન્યો.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૦-૪૮.

એ ખરું કે પરમેશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે એ કોઈને નક્કી કરવાનો હક્ક નથી. તેથી, કદાચ કોઈક વાર એવું બની શકે કે આપણે “ઈસુના નામમાં” પ્રાર્થના કરીએ છીએ એમ કહેવાનું ભૂલી જઈ શકીએ, પરંતુ એથી નારાજ ન થવું જોઈએ. જો કે યહોવાહ પરમેશ્વર સારી રીતે આપણી મર્યાદાઓ જાણે છે, એથી તે આપણને મદદ કરવા ચાહે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪) આપણે પૂરા વિશ્વાસથી ખાતરી રાખી શકીએ કે ‘દેવના પુત્રના નામે આપણે તેની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળશે.’ (૧ યોહાન ૫:૧૩, ૧૪) ખાસ કરીને આપણે જ્યારે ખ્રિસ્તી ભાઈ-બહેનો સાથે સભામાં પ્રાર્થના કરીએ ત્યારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈસુ, યહોવાહ પરમેશ્વરના હેતુમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ ધ્યાનમાં રાખીને આપણે યહોવાહને “ઈસુના નામમાં” પ્રાર્થના કરી શકીએ.