સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

શું તમને ચોકીબુરજના તાજેતરના અંકો વાંચવા ગમ્યા હતા? એમ હોય તો, તમને નીચેના પ્રશ્નોના જવાબ આપવાનું ગમશે:

બાઇબલમાં મળી આવતા ઈસુના ઉપદેશમાંથી, સ્ટ્રેસ ઘટાડવા તમે શું કરી શકો?

બાઇબલમાં મળી આવતા ઈસુના ઉપદેશમાંથી તમે રોજ એક મુદ્દા વિષે વાંચી શકો. એ શિક્ષણ પર મનન કરીને પોતાને લાગુ પાડવાથી, તમારો આનંદ વધશે અને સ્ટ્રેસ ઘટશે.​—⁠૧૨/૧૫, પાન ૧૨-​૧૪.

વડીલોએ બીજા ભાઈઓને જવાબદારી ઉપાડવાની તાલીમ આપવી જોઈએ, એના પાછળ કયા ત્રણ મુખ્ય કારણો રહેલા છે?

ઘણા નવા લોકો બાપ્તિસ્મા પામીને યહોવાહના સાક્ષીઓ બની રહ્યા છે. તેઓની પ્રગતિ માટે જવાબદાર ભાઈઓની ખાસ જરૂર છે. વર્ષોથી ઘણા વડીલો જવાબદારી ઉપાડતા આવ્યા છે, પરંતુ ઉંમર અને તંદુરસ્તીના કારણે તેઓ હવે બધુ જ કરી શકે એમ નથી. તેમ જ અમુક અનુભવી વડીલો પાસે મંડળની ઘણી જવાબદારીઓ હોવાથી, પહેલાંની જેમ તેઓ હવે બધે જ પહોંચી શકે એમ નથી.​—⁠૧/૧, પાન ૨૯.

સાચા પરમેશ્વરને લોકો કઈ રીતે પારખી શકે?

આજે લોકો પોતાના દેવદેવીઓમાં માને છે. જેમ પ્રબોધક એલીયાહના સમયમાં પણ ઘણા લોકો બઆલ દેવને ભજતા હતા. પરંતુ, તે પોતાના ભક્તોને બચાવી શક્યો નહિ, એવા આજના દેવદેવીઓ છે. (૧ રાજાઓ ૧૮:૨૬, ૨૯; ગીતશાસ્ત્ર ૧૩૫:​૧૫-૧૭) વળી, કેટલાક લોકો ફિલ્મી હીરો અથવા, રમતવીરોને જાણે ભજતા હોય તેમ તેઓ પાસેથી આશા રાખે છે. જેઓ પાસેથી કોઈ આશા નથી. જો કે યહોવાહ તો સાચા પરમેશ્વર છે એટલું જ નહિ, પરંતુ તે પોતાનો હેતુ સફળ કરનાર છે.​—⁠૧/૧૫, પાન ૩-૫.

યહોવાહે કાઈનને ચેતવ્યો ત્યારે તેણે શું કર્યું, અને એમાંથી આપણે શું શીખી શકીએ?

પરમેશ્વરે આપણને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી છે. કાઈને જે કર્યું એ પ્રમાણે આપણને કરવાની જરૂર નથી. બાઇબલ આપણને જણાવે છે કે યહોવાહ દુષ્ટને જરૂર સજા કરશે.​—⁠૧/૧૫, પાન ૨૨-​૩.

શા માટે સ્વચ્છતા આજે બહું જ મહત્ત્વની છે?

આજે આખી દુનિયાના ધોરણો બદલાતા રહે છે. પહેલાં લોકો સાફસૂફી કરવામાં જેટલો સમય કાઢતા એટલો આજે નથી કાઢતા. જો પાણી અને ખોરાકની બાબતમાં ચોખ્ખાઈ રાખવામાં ન આવે તો આપણે બીમાર થઈ શકીએ. દૈહિક સ્વચ્છતા મહત્ત્વની છે, પરંતુ બાઇબલ એ પણ બતાવે છે કે આત્મિક, નૈતિક અને માનસિક સ્વચ્છતા એથી પણ વધારે મહત્ત્વની છે.​—⁠૨/૧, પાન ૩-૬.

ખ્રિસ્ત અગાઉના યહોવાહના સેવકો વિષે પાઊલે કહ્યું કે ‘તેઓ આપણા વગર પરિપૂર્ણ થશે’ નહિ. એનો શું અર્થ? (હેબ્રી ૧૧:૪૦)

ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્યમાં તે અને તેમના અભિષિક્ત ભાઈઓ સ્વર્ગમાં રાજાઓ તથા યાજકો તરીકે ઈસુ સાથે રાજ કરશે. તેમ જ ખ્રિસ્તે જે ખંડણી તરીકે બલિદાન આપ્યું એનો લાભ તેઓ પૃથ્વી પરના સર્વ લોકોને પામવા મદદ કરશે. આમ હેબ્રી અધ્યાય અગિયારમાં, વિશ્વાસુ સેવકોની નોંધ કરવામાં આવી છે, તેઓ ‘પરિપૂર્ણ થશે.’​—⁠૨/૧, પાન ૨૩.

હેબ્રી મંડળને પાઊલે જ્યારે કહ્યું કે “હજી તમારે લોહી રેડવા સુધી લડવું પડ્યું નથી,” એનો શું અર્થ હતો? (હેબ્રી ૧૨:⁠૪, પ્રેમસંદેશ)

તેનો કહેવાનો અર્થ હતો કે તેઓએ મરણ સુધી દુઃખ સહન કરવું પડશે. જેઓ મરણ સુધી વફાદાર રહ્યા હતા, તેઓની પાસે એવા અઢળક ઉદાહરણો હતા. ખરું કે પાઊલ હેબ્રી ખ્રિસ્તીને લખી રહ્યા હતા, ત્યારે તેઓની એ હદ સુધી કસોટી થઈ ન હતી. તેમ છતાં, ગમે તે સતાવણી થાય એ પહેલાં, તેઓને પ્રગતિ કરીને દૃઢ વિશ્વાસ કેળવવાની ખાસ જરૂર હતી.​—⁠૨/૧૫, પાન ૨૯.

શા માટે એમ કહેવું ન જોઈએ કે યહોવાહ તેમના ન્યાયમાં વધુ પડતી દયા બતાવે છે?

અમુક ભાષામાં ‘વધુ પડતાનો’ અર્થ ન્યાય કરતી વખતે સંયમ રાખવો થઈ શકે. યહોવાહ ન્યાય અને દયાના પરમેશ્વર છે. તેમનો ન્યાય અને દયા સંપૂર્ણ છે અને એ બંને ગુણો એકબીજાના સુમેળમાં છે. (નિર્ગમન ૩૪:૬, ૭; પુનર્નિયમ ૩૨:૪; ગીતશાસ્ત્ર ૧૧૬:૫; ૧૪૫:૯) તેથી, યહોવાહને તેના ન્યાયમાં વધુ પડતી દયા બતાવવાની જરૂર નથી.​—⁠૩/૧, પાન ૩૦.

શું ખ્રિસ્તીઓ શબમાં સુગંધી દ્રવ્યો ભરી શકે?

મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાનું કારણ સડો અટકાવવાનું છે. પ્રાચીન સમયમાં લોકો પોતાના ધાર્મિક માન્યતાના કારણે મૂએલાના દેહમાં સુગંધી દ્રવ્યો ભરતા. પરંતુ, યહોવાહના સાચા ભક્તો એવા ધાર્મિક કારણોને લીધે એમ કરતા નથી. (સભાશિક્ષક ૯:૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) મૃતદેહને આખરે જે થવાનું છે એ પ્રક્રિયા ધીમી પાડવા એમ કરવામાં આવે છે. (ઉત્પત્તિ ૩:૧૯) પરંતુ, જે દેશમાં મૃતદેહમાં સુગંધી દ્રવ્યો ભરવાનો નિયમ હોય અથવા કુટુંબના સભ્યો એમ કરવા ચાહે, કે પછી અંતિમ સંસ્કાર માટે તેઓ દૂરથી આવવાના હોય, તો એમ કરવાથી ગભરાવું નહિ.​—⁠૩/૧૫, પાન ૨૯-૩૧.

યહોવાહ સર્વ લોકોને આવકારે છે, એવા બાઇબલમાં ઉદાહરણો છે?

યહોવાહે યૂનાને નીનવેહના લોકોને ચેતવણી આપવા મોકલ્યો, અને તેને એ પણ કહ્યું કે તેઓ પશ્ચાત્તાપ કરે તો એનો સ્વીકાર કરજે. ઈસુએ વાણી તથા વર્તનથી સમરૂનીઓને પ્રેમ બતાવ્યો હતો અને એમ કરવાનું ઉત્તેજન પણ આપ્યું. પ્રેષિત પીતર અને પાઊલે બિનયહૂદીઓને તારણનો સંદેશો જણાવવામાં આગેવાની લીધી હતી. એ ઉદાહરણમાંથી આપણે જોઈ શકીએ છીએ કે સર્વ લોકોને યહોવાહનો સંદેશો પહોંચાડવાની ખાસ જરૂર છે.​—⁠૪/૧, પાન ૨૧-૪.