સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી જીવન! આજે અને હંમેશાં

સુખી જીવન! આજે અને હંમેશાં

સુખી જીવન! આજે અને હંમેશાં

આજે થોડા સમય માટે પણ કેમ સુખ-શાંતિ અને સલામતી જોવા મળતી નથી? એનું કારણ એ હોય શકે કે આપણે કદાચ મોટા મોટા સ્વપ્ન જોતા હોઈશું. જેમ કે શાની જરૂર છે એ નહિ, પણ શું મેળવી શકાય. જો એવું હોય તો કદાચ આપણે સ્વપ્નની દુનિયામાં જીવી રહ્યા છીએ.

જો આપણે સ્વપ્નમાં જ જીવીશું તો જીવનની હકીકત ભૂલી જઈશું અને અસલામતી અનુભવીશું. એટલું જ નહિ, પણ સ્વપ્નની દુનિયામાં જ જીવવા માટે આપણાથી બનતું બધુ કરીશું. ઘણી વાર અચાનક જીવનમાં મુશ્કેલી આવી પડે ત્યારે આંખ ઉઘડે છે, અને હકીકત સામે ઊભી હોય છે.

ઘણા લોકો સુખ-શાંતિ મેળવવા ક્યાં રહેવા ઇચ્છે છે, એના પર વધારે ભાર આપે છે. એ વિષે ચાલો હવે આપણે પહેલો મુદ્દો જોઈએ. દાખલા તરીકે, શહેરનું સુખી જીવન એક સ્વપ્ન હોય શકે. જેમ કે મોજમઝા, ઘણો પગાર અને સુંદર ઘર. હા, કદાચ શહેરમાં રહેવાનું થાય તો એવું લાગી શકે કે આખરે સ્વપ્ન સાચું પડ્યું. પરંતુ, શું એ સ્વપ્ન સાચું પડી શકે?

શહેરનું જીવન સુખ આપી શકે?

ગરીબ દેશોમાં એવી જાહેરાતો કરવામાં આવે છે, જે શહેરમાં રહેવાનું સ્વપ્ન જગાડે છે. હકીકતમાં, જાહેરાત કરનારાઓને તમારા ભલામાં નહિ, પણ તેઓને વેપારમાં રસ છે. તેઓ જીવનની હકીકત બતાવવાને બદલે સ્વપ્નની દુનિયા બતાવતા હોય છે. તેથી, એવું લાગી શકે કે મોટા શહેરમાં રહેવાથી, અને ચીજ-વસ્તુઓ મેળવવાથી સુખ-શાંતિ અને સલામતીભર્યું જીવન જીવી શકાય.

આ ઉદાહરણનો વિચાર કરો. પશ્ચિમ આફ્રિકાના એક શહેરમાં અધિકારીઓએ મોટા પોસ્ટરો લગાવ્યા, જે બતાવતા હતા કે બીડી-સિગારેટ પીવી એ કમાયેલા પૈસા બાળી નાખ્યા બરાબર છે. એ જાહેરાત લોકોને સિગારેટ છોડાવવા માટે કરવામાં આવી હતી. પરંતુ, સિગારેટના બનાવનારાઓ અને વેચનારાઓએ એવા પોસ્ટરો બનાવ્યા જેથી લોકોને સિગારેટ પીવાનું મન થાય અને પીવાવાળા સુખી તેમ જ બુદ્ધિશાળી દેખાય. એ ઉપરાંત એક સિગારેટ કંપનીએ પોતાના કામદારોને સુંદર કપડાં અને ટોપી પહેરાવીને રસ્તા પર યુવાન લોકોને સિગારેટ આપવા અને “પીવા” માટે લલચાવા મોકલ્યા હતા. તેઓમાંના ઘણા યુવાનો ગામડામાંથી આવ્યા હતા, અને એ ચાલાકી વિષે અજાણ હતા. તેથી તેઓ છેતરાઈ ગયા. એ રીતે તેઓ પણ વ્યસનના શિકાર બન્યા હતા. જો કે એ યુવાનો શહેરમાં પૈસા બનાવવા આવ્યા હતા, જેથી તેઓ પોતાના કુટુંબને સમાજમાં આગળ વધવા મદદ કરી શકે. પૈસાનો સદુપયોગ કરવાની બદલે તેઓ આ રીતે સિગારેટ પાછળ પૈસાનું પાણી કરી રહ્યા હતા.

જાહેરાતમાં જે રીતે શહેરનું સુખી જીવન રજૂ કરવામાં આવે છે, એની પાછળ હર વખત વેપારીઓ હોતા નથી. એની પાછળ જેઓ ગામમાંથી શહેરોમાં રહેવા ગયા તેઓ છે. તેઓનું સુખી જીવનનું સ્વપ્ન સાચું પડ્યું ન હોવાથી, સમાજમાં શરમાવું ન પડે એ માટે તેઓ શહેરના જીવનની ખોટી બડાઈ હાંકતા હોય છે. તેઓની બડાઈ વિષે તપાસ કરવાથી જોવા મળે છે કે તેઓના નાનકડા ગામડાનું અને શહેરના જીવન વચ્ચે બહુ કંઈક ફરક નથી. જો કે શહેરના રહેવાસીઓને પણ જીવનની જરૂરિયાતો પૂરી પાડવામાં ઘણી તકલીફ પડતી હોય છે.

નવો નવો વ્યક્તિ ખાસ કરીને શહેરમાં પૈસા બનાવવા આવે છે, ત્યારે તે પણ આ બાબતનો શિકાર બને છે. શા માટે? એનું ખાસ કારણ એ છે કે તેઓ કુટુંબથી દૂર હોવાથી સારા મિત્રો શોધી શક્યા નથી. તેથી, તેઓને કોઈ સારી સલાહ આપનાર ન હોવાથી, તેઓ પણ શહેરના લોકોની જેમ પૈસાના પ્રેમમાં પડી જાય છે.

જો કે યહોશુઆ સિગારેટ પીવા લાગ્યો ન હતો. એ ઉપરાંત તે જોઈ શક્યો કે પોતે શહેરમાં જીવી શકે એમ નથી. એના કિસ્સામાં શહેરનું સુખ-શાંતિભર્યું જીવન ફક્ત સ્વપ્ન જ હતું. તે એ પણ જોઈ શક્યો કે તેને શહેરમાં સાચી સુખ-શાંતિ મળી શકે એમ નથી. તેમ જ તે ત્યાં શોભ્યો નહિ. જીવન ખાલી ખાલી લાગતું હોવાથી પોતે નકામો છે એવું અનુભવવા માંડ્યો, તેથી તે હિંમત હારી ગયો. તે છેવટે કુટુંબ સાથે પાછો ગામમાં રહેવા ગયો.

તેને ભય હતો કે લોકો તેની ઉડાવશે. તેમ છતાં, તેનું કુટુંબ, મિત્રો અને મંડળના ખ્રિસ્તી ભાઈ-બહેનોએ તેને ખુલ્લે હાથે આવકાર્યો. ઘણા લોકો સુખી જીવનનું સ્વપ્નું જોઈને શહેરમાં જાય છે પણ દુઃખી થાય છે. પરંતુ, યહોશુઆને તો પોતાના ગામમાં સુખ-શાંતિ મળી. શહેરમાં તેને જે પૈસા મળતા હતા, એના કરતાં તેના પિતા સાથે ખેતીમાં સખત કામ કરવાથી જે આવક થઈ, એ વધારે હતી. એથી આખા કુટુંબને નવાઈ થઈ અને આનંદી થયા.

શું પૈસાની તકલીફ છે?

શું પૈસા તમને સુખ-શાંતિ અને સલામતી આપી શકે? કૅનેડાથી આવતી લિઝ નામની સ્ત્રી આમ કહે છે: “યુવાન વ્યક્તિ તરીકે હું માનું છું કે પૈસા હોય તો, કોઈ ચિંતા ન હોય.” તે પૈસાદાર પુરુષ સાથે પ્રેમમાં પડી અને થોડા સમય પછી તેઓએ લગ્‍ન કર્યાં. પછી શું તેને સુખ-શાંતિ મળી? લિઝ કહે છે: “અમે લગ્‍ન કર્યા ત્યારે અમારી પાસે સુંદર ઘર અને બે કાર હતી. અમારી પાસે પુષ્કળ પૈસા હોવાથી મોજમઝા કરી શકતા, ફરવા જતા અને ચીજવસ્તુઓ સહેલાઈથી ખરીદી શકતા. તેમ છતાં, હું પૈસાની હંમેશાં ચિંતા કરતી.” તે કેમ ચિંતા કરતી હતી એ જણાવે છે: “એ બધું જતું કરવું ન હતું. એવું લાગે છે કે તમારી પાસે જેમ વધારે પૈસા હોય, તેમ વધારે ચિંતા થવા લાગે. પૈસા હોવા છતાં ચિંતાઓ તો રહે જ છે.”

શું તમને એવું લાગે છે કે પુષ્કળ પૈસા ન હોવાથી સુખ-શાંતિ મળી શકે એમ નથી. તો પોતાને પૂછો કે ‘મૂળ તકલીફ શું છે? શું પૈસા પૂરતા નથી કે પછી પાણીની જેમ વપરાઈ જાય છે?’ લિઝ આગળ કહે છે: “હવે હું સમજી શકું છું કે, હું નાની હતી ત્યારે અમારા કુટુંબમાં પૈસા સાચવતા નહિ, એથી શાંતિ ન હતી. અમે હંમેશાં ઉધાર પર ખરીદી તો કરતા પણ પાછા પૈસા આપી ન શકતા. એથી ચિંતાઓ રહેતી.”

જો કે આજે લિઝ અને તેના પતિ પાસે ઓછા પૈસા છે છતાં, તેઓ ખરેખર સુખ-શાંતિ અનુભવે છે. તેઓ બાઇબલમાંથી સત્ય શીખ્યા પછી અમીર બનવાની જાહેરાતો સાંભળવાનું છોડી દીધું અને યહોવાહ પરમેશ્વરની સલાહ લેવા મંડ્યા, જે કહે છે: “પણ જે કોઇ મારૂં સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” (નીતિવચનો ૧:૩૩) તેઓને મોટું બૅંક બૅલન્સ જોઈતું ન હતુ, પરંતુ જીવનમાં હેતુ જોઈતો હતો. હવે લિઝ અને તેના પતિ દૂર દેશમાં મિશનરિ તરીકે અમીર અને ગરીબ લોકોને એ શીખવી રહ્યા છે, કે યહોવાહ પરમેશ્વર જલદીથી માણસજાત માટે સુખ-શાંતિ અને સલામતી લઈ આવશે. એ પ્રચાર કાર્યથી જીવનમાં સુખ-શાંતિ અને સંતોષ મળે છે. જો કે એવું સુખ પૈસા આપતા પણ મળી શકે એમ નથી.

આ સત્ય કદી ભૂલશો નહિ: પૈસા કરતાં પરમેશ્વરને પોતાનું ધન બનાવવામાં વધારે સુખ છે. આખા બાઇબલમાં કોઈ પણ જગ્યાએ એવું જણાવવામાં આવ્યું નથી કે કઈ રીતે અમીર બની શકાય. પરંતુ, યહોવાહને માર્ગે ચાલવાથી કઈ રીતે તેમની પ્રશંસા મેળવી શકાય એ જણાવવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત આપણને યહોવાહ પ્રત્યે ધનવાન થવાનું અને સ્વર્ગમાં ધન એકઠું કરવાનું ઉત્તેજન આપે છે.​—⁠લુક ૧૨:૨૧, ૩૩.

તમને આગળ વધવું છે?

જો તમે એવું વિચારતા હોવ કે સમાજમાં આગળ વધવાથી જ સુખ-શાંતિ અને સલામતી મળી શકે તો પોતાને પૂછો: ‘જે સમાજમાં આગળ નીકળી ગયા છે, એમાંથી આજે કોણે ખરી સુખ-શાંતિ મેળવી છે? તેઓની જેમ બનવા માટે મારે હજી કેટલી પ્રગતિ કરવાની જરૂર છે?’ સારી નોકરી કે ધંધો હોવાથી હંમેશાં સુખ-શાંતિ આવતી નથી. એનાથી દુઃખ પણ આવી શકે અથવા બરબાદી પણ થઈ શકે છે.

અનુભવો બતાવે છે કે મનુષ્ય અમુક અંશે સુખ-શાંતિ કે સલામતી આપી શકે, પરંતુ ફક્ત પરમેશ્વર જ સાચું સુખ આપી શકે છે. ખરેખર યહોવાહ પરમેશ્વર જ હંમેશ માટેનું જીવન આપી શકે. એનો એવો અર્થ થાય કે આપણે એ રીતે જીવીએ જેથી આપણું નામ યહોવાહના જીવનના પુસ્તકમાં લખવામાં આવે, નહિ કે સમાજમાં સૌથી અમીરોની બરાબર આવવાનો પ્રયત્ન કરીએ.​—⁠નિર્ગમન ૩૨:૩૨; પ્રકટીકરણ ૩:⁠૫.

તમારી જો મોટી મોટી આશાઓ હોય તો, જરા એક બાજુ મૂકી દો અને પોતાની હાલત વિષે વિચારો. હું ભાવિમાં કેવી અપેક્ષા રાખી શકું? જો કે બધા જ પાસે કદી બધું હોતું નથી. એક અનુભવી ખ્રિસ્તી ભાઈએ આમ કહ્યું: “મને એ શીખવું પડ્યું કે જે જોઈએ છે એ મળી શકે એમ નથી, પરંતુ હંમેશાં બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય છે.” અહીં જરા થોભો અને ‘બેનિન દેશની કહાણીનું’ બૉક્સ વાંચો.

હવે આ પ્રશ્નોના જવાબ આપો: મારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે? હું કઈ રીતે એ સિદ્ધ કરી શકું? શું એમ કરવા ઘણો જ સમય માગી લેશે? તેમ જ હું જે કરવા ચાહું છું, એ શું યોગ્ય છે? શું હું એ બીજી કોઈ રીતે સહેલાઈથી કરી શકું?

ઈસુએ, યહોવાહના જ્ઞાનની સરખામણીમાં, ધનદોલત કેટલી મહત્ત્વની હોવી જોઈએ એ વિષે જણાવ્યું. તેમણે સલાહ આપતાં કહ્યું કે આંખ સાદી અને સારી હોવી જોઈએ. (માત્થી ૬:​૨૨) તેમણે એ સ્પષ્ટ જણાવ્યું કે યહોવાહનું નામ અને એના રાજ્યને લગતું કાર્ય, જીવનમાં સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. (માત્થી ૬:​૯, ૧૦) જીવનમાં બીજી વસ્તુઓએ એની જગ્યા લેવી ન જોઈએ, નહિતર આંખેથી ઝાંખું દેખાતું હોય એવું થશે.

આજે ઘણા ઑટોમેટીક કૅમેરાઓ મળી આવે છે, જેનાથી એડ્‌જસ્ટ કર્યા વગર નજીક અને દૂરથી સારા ફોટા ખેંચી શકાય છે. શું તમે એના જેમ છો? શું તમે જે જુઓ છો એ બધું જ “બરાબર” લાગે છે. એટલે કે બધું જ મહત્ત્વનું, ઇચ્છનીય અને સહેલાઈથી મેળવી શકાય એવું છે શું? જો અમુક અંશે એવું હોય તો, યહોવાહના રાજ્યનો હેતુ, જાણે આપણી નજરમાં ઝાંખો થઈ ગયો હોય એવું બનશે. ઈસુએ ઉત્તેજન આપતા આમ કહ્યું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”​—⁠માત્થી ૬:૩૩.

સુખી જીવન! આજ અને હંમેશા

હકીકતમાં આપણે સર્વ પોતાના અને પ્રિયજનો માટે સુખનાં સ્વપ્નો જોતા હોઈએ છીએ. આપણે અપૂર્ણ છીએ, અપૂર્ણ જગતમાં રહીએ છીએ અને ટૂંકું જીવન હોવાથી થોડા સમયમાં જે સિદ્ધ કરવા ચાહીએ છીએ એમાં મર્યાદિત છીએ. હજારો વર્ષો પહેલાં એક બાઇબલ લેખકે આમ કહ્યું: “હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમજ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી, પણ પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે.”​—⁠સભાશિક્ષક ૯:૧૧.

અમુક વખતે એવું બને છે કે આપણે જીવનની જરૂરિયાતો પાછળ એટલા ડૂબેલા હોઈએ છીએ કે મહત્ત્વની બાબતો ભૂલી જઈએ છીએ. જેમ કે આપણે કોણ છીએ અને સુખ-શાંતિભર્યું જીવન જીવવા માટે ખરેખર શાની જરૂર છે. પ્રાચીન સમયમાં એક બુદ્ધિમાન માણસે જે કહ્યું એનો વિચાર કરો: “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ભાવિક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ; આ પણ વ્યર્થતા છે. મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.” (સભાશિક્ષક ૫:​૧૦, ૧૨) હા, તો પછી તમે સુખ-શાંતિ અને સલામતી ક્યાં શોધશો?

અમુક હદે તમે પણ જો યહોશુઆની જેમ સ્વપ્ન જોતા હોવ તો, શું તમે તમારા વિચારો બદલશો? જેઓ તમને ચાહે છે તેઓ જરૂર યહોશુઆના કુટુંબ અને મંડળના ખ્રિસ્તી ભાઈ-બહેનોની જેમ તમને સાથ આપશે. જે રીતે શહેરમાં લોકો તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, એવું ગામડામાં કુટુંબ અને મિત્રો સાથે રહેવાથી નહિ થાય. એના બદલે તમે વધારે સુખ-શાંતિ અનુભવશો.

લિઝ અને તેના પતિની જેમ જો તમારી પાસે પૂરતા પૈસા હોય, તો શું તમે તમારા જીવનમાં ફેરફાર કરીને અમીર અને ગરીબ લોકોને પરમેશ્વરના રાજ્ય વિષે શિખવવા સમય અને શક્તિ આપી શકો? એમ કરવાથી તમે ખરેખર સાચું સુખ અને સલામતી મેળવશો.

જો તમે સમાજમાં આગળ વધી રહ્યા હોવ તો, તમારે પ્રમાણિક રીતે વિચારવું જોઈએ કે, હું શા માટે એમ કરી રહ્યો છું? જો કે એ ખરું છે કે અમુક પ્રમાણમાં સગવડો હોય તો જીવન વધારે સુખ-શાંતિભર્યું બની શકે. તેમ છતાં, શું તમે યહોવાહનું રાજ્ય તમારા જીવનમાં પ્રથમ મૂકો છો, જેના દ્વારા હંમેશાં પૃથ્વી પર સુખ-શાંતિ આવશે? ઈસુના શબ્દો ભૂલશો નહિ: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) તમે જો ખ્રિસ્તી મંડળની સાથે દરેક રીતે કામ કરશો તો ખરેખર સુખ-શાંતિ અનુભવશો.

જેઓ યહોવાહ પરમેશ્વર અને તેના રાજ્યમાં પૂરો ભરોસો રાખે છે, તેઓ હમણાં અને હંમેશ માટે સુખ-શાંતિ અનુભવશે. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: “મેં મારી સંમુખ યહોવાહને નિત્ય રાખ્યો છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. માટે મારૂં હૃદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે; મારો દેહ પણ સહીસલામત રહેશે.”​—⁠ગીતશાસ્ત્ર ૧૬:૮, ૯.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

બેનિન દેશની કહાણી

બધે જ આ કહાણીઓ કહેવામાં આવે છે. તાજેતરમાં એક વ્યક્તિ પશ્ચિમ આફ્રિકામાં આવેલા બેનિનમાં ગયો અને આ પ્રમાણે અમુક યુવાનોને કહ્યું.

એક માછીમાર હોડકું લઈને ઘરે આવ્યો, ત્યારે પરદેશથી એક મોટો વેપારી સાથે તેનો મેળાપ થયો. એ વેપારીએ, માછીમારને પૂછ્યું કે, તું કેમ આટલો વહેલો પાછો આવી ગયો? ત્યારે તેણે કહ્યું કે હું વધારે કામ કરી શક્યો હોત, પરંતુ કુટુંબ માટે એટલું પૂરતું છે.

પછી વેપારીએ પૂછ્યું કે “તારી પાસે જે સમય છે, એ તું કઈ રીતે વાપરે છે?”

માછીમારે કહ્યું: “હું થોડી માછલી પકડું, પછી બાળકો સાથે રમું. તાપ વધે ત્યારે અમે આરામ કરીએ. સાંજે અમે સાથે જમીએ. પછી હું મારા મિત્રોને મળું અને સાથે બેસીને સંગીત સાંભળીએ.”

પછી એ વેપારીએ કહ્યું: “જો, આ બધી વસ્તુઓ વિષે હું ભણ્યો છું અને મારી પાસે ડિગ્રી છે. હું તને મદદ કરવા ચાહું છું. તારે માછલી પકડવામાં વધારે સમય આપવો જોઈએ. એમ કરવાથી વધારે પૈસા આવશે અને આ હોડીની જગ્યાએ તું મોટું વહાણ લઈ શકીશ. મોટા વહાણથી તું વધારે માછલી પકડી શકીશ, વધારે પૈસા આવશે અને બીજું મોટું વહાણ લઈ શકીશ.”

માછીમારે પૂછ્યું: “પછી શું?”

“તું નાના વેપારીને માછલી વેચે એના કરતાં કોઈ ફૅકટરી સાથે સોદો કરી શકે અથવા તો પોતાની ફૅકટરી શરૂ કરી શકે. તું પોતાનું ગામ છોડીને કોટૂનૂ, પૅરિસ અથવા ન્યૂર્યોર્કથી તારો ધંધો ચલાવી શકીશ. તારો ધંધો વધતો જાય તેમ શેરબજારમાં શેર વેચીને કરોડપતિ બની શકે.”

માછીમારે પૂછ્યું: “એમ કરવા કેટલો સમય લાગશે?”

વેપારીએ કહ્યું કે “લગભગ ૧૫-૨૦ વર્ષ લાગી શકે.”

માછીમારે પૂછ્યું: “પછી શું?”

વેપારી સમજાવે છે કે “એના પછી જીવન ખરેખર આનંદી બને છે.”

“પછી તમે રીટાયર્ડ થઈ શકો. પછી શહેરની જંજાળ છોડીને કોઈક નાના ગામમાં રહી શકો.”

માછીમારે પૂછ્યું: “પછી શું?”

“પછી તમે કુટુંબ પૂરતી માછલી પકડો, પછી બાળકો સાથે રમો, તાપ વધે ત્યારે આરામ કરો અને કુટુંબ સાથે સાંજે જમીને મિત્રો સાથે સંગીત સાંભળો.”

[પાન ૭ પર ચિત્રો]

શું પ્રમોશન સુખી જીવન આપી શકે?

[પાન ૮ પર ચિત્રો]

તમારા ખ્રિસ્તી ભાઈ-બહેનો તમારું ભલું ઇચ્છે છે