સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યોહાને ‘મોટી સભાને’ યહોવાહના મંદિરના કયા ભાગમાં પવિત્ર સેવા કરતી જોઈ?​—પ્રકટીકરણ ૭:​૯-​૧૫.

એમ કહેવું તર્કપૂર્ણ છે કે મોટી સભા યહોવાહના ભવ્ય આત્મિક મંદિરના એક પાર્થિવ આંગણામાં તેમની ઉપાસના કરે છે. ખાસ કરીને એ આંગણું સુલેમાનના મંદિરની બહારના આંગણા સમાન છે.

અગાઉ એમ કહેવામાં આવતું હતું કે મોટી સભા આત્મિક મંદિરના એ ભાગમાં સેવા કરી રહી છે જે ઈસુના સમયના મંદિરમાં વિદેશીઓના આંગણાને ચિત્રિત કરતું હતું. તેમ છતાં, વધારે સંશોધન કર્યા પછી, ઓછામાં ઓછા પાંચ પુરાવા જોવા મળ્યા છે કે બાબતો એમ નથી. પ્રથમ, હેરોદનું મંદિર દરેક બાબતોમાં યહોવાહના મહાન આત્મિક મંદિરને ચિત્રિત કરતું નથી. દાખલા તરીકે, હેરોદના મંદિરમાં સ્ત્રીઓનું આંગણું અને ઈસ્રાએલનું આંગણું હતું. સ્ત્રીઓના આંગણામાં પુરુષ અને સ્ત્રી બંને જઈ શકતા હતા જ્યારે ઈસ્રાએલના આંગણામાં ફક્ત પુરુષો જ જઈ શકતા હતા. પરંતુ, યહોવાહના ભવ્ય આત્મિક મંદિરના પાર્થિવ આંગણામાં સ્ત્રી-પુરુષો ભેગા મળીને ઉપાસના કરે છે. (ગલાતી ૩:​૨૮, ૨૯) તેથી, આત્મિક મંદિરમાં સ્ત્રીઓનું આંગણું અને ઈસ્રાએલના આંગણાને દર્શાવતી કોઈ બાબત જોવા મળતી નથી.

બીજું, સુલેમાનના મંદિર માટે કે હઝકીએલના સંદર્શનના મંદિર માટે પરમેશ્વરે આપેલા નકશામાં વિદેશીઓના આંગણા જેવો કોઈ ભાગ ન હતો; વળી, ઝરૂબ્બાબેલે ફરીથી બાંધેલા મંદિરમાં પણ એવું કોઈ આંગણું ન હતું. તેથી, ઉપાસના માટે યહોવાહના મહાન આત્મિક મંદિરની ગોઠવણમાં વિદેશીઓનું આંગણું હોવાને કોઈ કારણ નથી. ત્રીજો મુદ્દો ખાસ એની ચર્ચા કરે છે.

ત્રીજું, અદોમી રાજા હેરોદે પોતાનો મહિમા વધારવા અને રૂમીઓનું દિલ જીતી લેવા વિદેશીઓનું આંગણું બાંધ્યું હતું. હેરોદે ઝરૂબ્બાબેલના મંદિરને ફરીથી બાંધવાની શરૂઆત લગભગ ૧૮ કે ૧૭ બી.સી.ઈ.માં કરી. ધી એન્કર બાઇબલ ડિક્ષનરી જણાવે છે: “પશ્ચિમી [રોમ]માં જે ઇમારતો બનાવવામાં આવતી હતી એને ધ્યાનમાં રાખીને . . . એક એવા મંદિરની જરૂર પડી જે પૂર્વીય નગરોનાં મંદિરો કરતાં પણ મોટું હોય.” તેમ છતાં, મંદિરની લંબાઈ-પહોળાઈ પહેલેથી જ નક્કી હતી. ડિક્ષનરી જણાવે છે: “મંદિરની લંબાઈ-પહોળાઈ એના પહેલાંના મંદિરો [સુલેમાન અને ઝરૂબ્બાબેલના] સમય જેટલી જ હોવી જોઈતી હતી, પરંતુ મંદિર જે પહાડ પર હતું ત્યાં ઘણી જગ્યા હતી.” તેથી, હેરોદે હાલના સમયમાં ઓળખાતા વિદેશીઓના આંગણાને મંદિર સાથે જોડી દઈને એના વિસ્તારને વધારી દીધો. આ આંગણાને જે કારણોસર બનાવવામાં આવ્યું હતું એને ધ્યાનમાં રાખીએ તો, શું યહોવાહના આત્મિક મંદિરમાં એને ચિત્રિત કરતી બાબત હોવી જોઈએ?

ચોથું, લગભગ બધા જ એટલે કે આંધળા, લંગડા, અને બેસુનત યહુદીઓ પણ વિદેશીઓના આંગણામાં પ્રવેશી શકતા હતા. (માત્થી ૨૧:૧૪, ૧૫) સાચું કે ઘણા બેસુનત યહુદીઓ આ આંગણામાં પરમેશ્વરને બલિદાન ચઢાવતા હતા. આ જગ્યાએ જ ઈસુએ અમુક વાર લોકોના ટોળાઓને ઉપદેશ કર્યો અને બે વાર નાણાવટીઓ તથા વેપારીઓના બાજટને ઊંધા પાડીને કહ્યું કે તેઓએ મારા બાપના ઘરનો અનાદર કર્યો છે. (માત્થી ૨૧:૧૨, ૧૩; યોહાન ૨:​૧૪-​૧૬) તોપણ, યહુદી એન્સાયક્લોપેડિયા કહે છે: “આ બહારના આંગણાને જરા પણ મંદિરનો ભાગ કહેવામાં આવતો ન હતો. એ જગ્યા પવિત્ર ન હતી અને એમાં કોઈ પણ પ્રવેશી શકતું હતું.”

પાંચમું, બાર્કલ એમ, ન્યૂમેન અને ફિલીપ સી. સ્ટીને લખેલા પુસ્તક અ હેન્ડબુક ઑન ધ ગોસ્પલ ઑફ મેથથ્યુ કહે છે, કે વિદેશીઓના આંગણાના સંદર્ભમાં જે ગ્રીક શબ્દ (હી··રોન)નું “મંદિર” ભાષાંતર કરવામાં આવ્યું એ “મંદિરની કોઈ ખાસ ઇમારત કરતાં આખા ભવનને સૂચવતું હતું.” એનાથી ભિન્‍ન, યોહાને મોટી સભાના સંદર્શનમાં ગ્રીક શબ્દ (નેઑસ)નું ભાષાંતર “મંદિર” કર્યું એ કોઈ ખાસ સ્થાનને સૂચિત કરે છે. યરૂશાલેમના મંદિરના સંદર્ભમાં એ ખાસ કરીને પરમપવિત્રસ્થાન, મંદિરની ઇમારતને અથવા મંદિરના ક્ષેત્રને સૂચવે છે. અમુક વખતે એ ‘મંદિરના આંગણાને’ પણ સૂચવે છે.​—⁠માત્થી ૨૭:​૫ IBSI, ૫૧; લુક ૧:​૯, ૨૧; યોહાન ૨:૨૦.

મોટી સભાના સભ્યો ઈસુના ખંડણી બલિદાનમાં વિશ્વાસ બતાવે છે. ‘તેઓ પોતાનાં વસ્ત્ર ધોઈ, અને હલવાનના રક્તમાં ઊજળાં કરીને’ આત્મિક રીતે શુદ્ધ થયા છે. તેથી, તેઓને પરમેશ્વરના મિત્ર બનવાની અને મોટી વિપત્તિમાંથી બચી જવાની આશા સાથે ન્યાયી જાહેર કરવામાં આવ્યા છે. (યાકૂબ ૨:૨૩, ૨૫) ઘણી રીતોએ તેઓ ઈસ્રાએલમાં યહુદી ધર્મ અપનાવેલા વિદેશીઓ જેવા છે જેઓ નિયમ કરારને આધીન થઈને ઈસ્રાએલીઓ સાથે ઉપાસના કરતા હતા.

વાસ્તવમાં, એ યહુદી ધર્મ અપનાવનારાઓ અંદરના આંગણામાં સેવા આપતા ન હતા કે જ્યાં યાજકો પોતાની ફરજો બજાવતા હતા. અને મોટી સભાના સભ્યો પણ યહોવાહના મહાન આત્મિક મંદિરના અંદરના આંગણામાં પ્રવેશતા નથી, એ આંગણું પૃથ્વી પરના યહોવાહના ‘પવિત્ર યાજકવર્ગની’ સંપૂર્ણ, ન્યાયી માનવ પુત્રપણાની સ્થિતિને દર્શાવે છે. (૧ પીતર ૨:૫) પરંતુ, સ્વર્ગમાંના વડીલે યોહાનને કહ્યું તેમ, મોટી સભા ખરેખર મંદિરમાં સેવા કરે છે, નહિ કે મંદિરની બહાર જેને આત્મિક રીતે વિદેશીઓનું આંગણું કહેવામાં આવે છે. કેવો મોટો બદલો! એ આપણ દરેકને સર્વ સમયે આત્મિક અને નૈતિક શુદ્ધતા જાળવી રાખવાની જરૂરિયાતને યાદ દેવડાવે છે!

[ડાયગ્રામ/પાન ૩૧ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સુલેમાનનું મંદિર

૧. મંદિરની ઇમારત

૨. અંદરનું આંગણું

૩. બહારનું આંગણું

૪. મંદિરના આંગણાના દાદરા