સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરને જાણવા જોઈએ

પરમેશ્વરને જાણવા જોઈએ

પરમેશ્વરને જાણવા જોઈએ

ઝગમગતી ઓઢણીની જેમ, ગગનમાં ચમકતા સિતારા જોઈને શું આપણું મન થનગનતું નથી? રંગીન ફૂલોની મધમધતી મહેકથી શું તમારું તન-મન તાજુ થઈ જતું નથી? પક્ષીઓના કલરવ તથા પવનની લહેરમાં પાંદડાનો સરસરાટ સાંભળીને મન ડોલી ઊઠતું નથી શું? અને દરિયામાં વસેલી વહેલ જેવી મોટી મોટી માછલીઓ, અને બીજા પ્રાણીઓ પણ કેવા ગજબ હોય છે. તે ઉપરાંત મનુષ્યનો વિચાર કરો જે ખરૂં ખોટું પારખવાની શક્તિ ધરાવે છે. અને જેની પાસે અદ્‍ભુત મગજ પણ છે. આ બધું જ કઈ રીતે આવ્યું, એ આપણે કેવી રીતે સમજાવી શકીએ?

અમુક લોકો એમ માને છે કે એ બધું આપમેળે પેદા થયું છે. પરંતુ જો આડેધડ રસાયણોનો ખીચડો થઈને માણસો પેદા થયા હોય, તો માનવી શા માટે પરમેશ્વરમાં માને છે?

“ગમે તે લોકો હોય, અમીર કે ગરીબ, ભણેલા કે અભણ, બધાની રગેરગમાં કોઈક જાતનો ધર્મ તો હોય છે.” આ પ્રમાણે પ્રોફેસર એલીસ્ટર હાર્ડી, તેમના (અંગ્રેજી) પુસ્તક મનુષ્યનું ધાર્મિક પાસુંમાં જણાવે છે. વૈજ્ઞાનિકો મગજનું સંશોધન કરી હવે બતાવે છે: “ધર્મમાં માનવાની તમન્‍ના તો માણસોના લોહીમાં જ છે.” એક પુસ્તક જેનું નામ શું ઈશ્વર જ એક હકીકત છે (અંગ્રેજી) જણાવે છે: “ઇતિહાસની શરૂઆતથી, દરેક સંસ્કૃતિના લોકો જીવનના હેતુ વિષે જાણવા માંગે છે.”

એક ભણેલા-ગણેલા વ્યક્તિએ ૨,૦૦૦ વર્ષ પહેલાં, શું જણાવ્યું એનો જરા વિચાર કરો. તેમણે લખ્યું: “દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વસ્વના સરજનહાર ઈશ્વર છે.” (હિબ્રૂ ૩:​૪, IBSI) હકીકતમાં બાઇબલની સૌથી પહેલી લીટી જણાવે છે: “ઇશ્વરે આકાશ અને પૃથ્વીના સર્જનની શરૂઆત કરી.”​—⁠ઉત્પત્તિ ૧:​૧, IBSI.

દરેક લોકો પોતપોતાના ધર્મમાં માને છે, તેથી પ્રશ્ન એ ઊભો થાય કે ઈશ્વર છે કોણ? એ પ્રશ્ન જ્યારે લોકોને પૂછવામાં આવ્યો હતો ત્યારે એક જાપાની યુવાન, યોશીએ કહ્યું: “મને ખબર નથી. હું બૌદ્ધ ધર્મ પાળું છું, અમારામાં ઇશ્વરને ઓળખવાની કંઈ જરૂર નથી.” તેમ છતાં, યોશીએ જણાવ્યું કે ઘણા લોકો માને છે કે બૌદ્ધ પોતે ભગવાન છે. નીક, એક સાઈઠેક વર્ષનો વેપારી એમ માને છે કે પરમેશ્વર એક મહાન શક્તિ છે. જ્યારે નીકને પૂછવામાં આવ્યું કે તે પરમેશ્વર વિષે શું જાણે છે તો જરાક વિચાર કરીને તેમણે કહ્યું: “અરે યાર, એ તો બહુ અઘરો સવાલ છે. બસ હું તો આટલું જ માનું છું કે પરમેશ્વર છે.”

અમુક લોકો “સર્જનહારની ભક્તિ કરવાને બદલે સર્જનહારે સર્જેલી વસ્તુઓની ભક્તિ” કરે છે. (રોમન ૧:​૨૫, IBSI) હજારો લોકો, પિતૃલોકમાં માને છે, કારણ કે તેઓને એમ છે કે ઈશ્વરને કોઈ ઓળખી ન શકે. હિંદુ ધર્મમાં પણ લાખો દેવદેવીઓ હોય છે. પ્રથમ સદીમાં, ઝૂસ અને હેર્મેસ નામે ઓળખાતા દેવતાઓને ભજવામાં આવતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૧, ૧૨) દાખલા તરીકે ઘણા હિંદુઓ ત્રીમૂર્તીમાં માને છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સમાવેશ થાય છે.

પરંતુ, બાઇબલ જણાવે છે: “ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે. તો પણ આપણો તો એક જ દેવ એટલે બાપ છે, જેનાથી સર્વ છે.” (૧ કોરીંથી ૮:​૫, ૬) હા ખરેખર તો એક જ ખરા પરમેશ્વર છે. પણ તે કોણ છે? અને કેવા છે? એ મહત્વનું છે કે આપણે આ પ્રશ્નોના જવાબો મેળવીએ. ઈસુએ તેની પ્રાર્થનામાં જણાવ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) હા પરમેશ્વર વિષે સત્ય જાણવાથી આપણું કાયમ ભલું થશે.

[પાન ૩ પર ચિત્ર]

આને રચનાર કોણ છે?

[ક્રેડીટ લાઈન]

વહેલ: Courtesy of Tourism Queensland

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

COVER: Index Stock Photography © 2002