સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું સાચા ખ્રિસ્તીઓએ ચર્ચમાં લગ્‍નવિધિ અથવા દફનવિધિ માટે જવું જોઈએ?

આપણે કોઈ પણ જાતની જુઠી ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો ન જોઈએ, કારણ કે એ વિધિઓ યહોવાહને નાખુશ કરે છે. તેથી આપણે એનાથી દૂર રહેવું જોઈએ. (૨ કોરીંથી ૬:૧૪-૧૭; પ્રકટીકરણ ૧૮:⁠૪) જ્યારે દફનવિધિ ચર્ચમાં અથવા બીજી કોઈ જગ્યાએ હોય, ત્યારે જેઓ હાજર હોય, તેઓને ભાષણ સાંભળવું પડે છે. એ ભાષણમાં ઘણાં શિક્ષણો આપવામાં આવે છે, દાખલા તરીકે ત્યાં તેઓને અમર આત્મા અથવા મોક્ષ વિષે શીખવવામાં આવે છે. પરંતુ, આ શિક્ષણ બાઇબલમાં નથી મળતું. એ સમયે કદાચ ક્રૉસની સામે હાથ જોડી, પાદરીની સાથે પ્રાર્થના કરવી પડે. લગ્‍ન વિધિના સમયે પૂજાપાઠ અને પ્રાર્થનાઓ, ચર્ચમાં કે બીજી જગ્યામાં પણ હોય શકે. પરંતુ, એ વિધિઓ બાઇબલના શિક્ષણ વિરુદ્ધ છે. જેમ દૂધમાં મેળવણ નાખીને માટલામાં દહીં બની જાય છે, તેવી જ રીતના જ્યારે એવા લોકો સાથે હોય, ત્યારે જૂઠી વિધિમાં ભાગ લેવો બહુ જ સહેલું બની જાય છે. જો આપણે જાણી જોઈને એ જગ્યાએ જઇએ, તો એ કેટલી મૂર્ખતા કહેવાય.

પણ જો સાક્ષીને લાગે કે તેમને ચર્ચમાં દફનવિધિ માટે કે લગ્‍ન વિધિ માટે જવું પડશે, તો શું? દાખલા તરીકે, એક પતિ જે ખ્રિસ્તી નથી, તે તેમની પત્નીને એવી વિધિમાં અવાનો હુકમ આપે તો તેમની પત્ની જઈને એક બાજુ ચુપચાપ બેસી જાય, તો એ ન ચાલે? પતિના માન માટે, આ પત્ની કદાચ જાય છે, પણ પહેલાથી કડક નિર્ણય કરશે કે તે વિધિમાં કાંઈ જ ભાગ લેવાની નથી. અથવા તો તે ત્યાં નહિ જ જાય, એમ નક્કી કરી શકે . કારણ કે તે જાણે છે કે એવા દબાણ હેઠળ તે દૃઢ રહી શકશે નહિ, અને યહોવાહ પરમેશ્વરના નિયમોનો ભંગ થશે. તો આ ફેંસલો ફક્ત તે જ લઈ શકશે. છેવટે તો, એ પત્ની એવો ફેંસલો લેશે જેથી તેનું મન ડંખે નહિ.​—⁠૧ તીમોથી ૧:⁠૧૯.

કોઈ પણ સંજોગોમાં, પત્ની માટે એ સારું રેહશે જો તે પતિને સમજાવે કે શા માટે તે વિધિમાં, ભજન ગાવામાં અથવા પ્રાર્થનામાં ભાગ નથી લઈ શકતી. આ સાંભળીને પતિ કદાચ એમ વિચારશે કે એવી વિધિના સમયે, નીચું જોવાને બદલે જો પત્નીને ન લઈ જાય તો સારું. પણ જો પતિ કહે કે તેમની પત્નીને સાથે જવું જ પડશે, તો પત્ની ત્યાં જઈ શકે, પણ ભાગ લઈ ન શકે.

પણ એ ભૂલવું ન જોઈએ કે જો ચર્ચમાં અથવા મંદિરે એવી વિધિઓ માટે તમને જવું પડે, અને જો બીજા ખ્રિસ્તીઓને ખબર પડે ત્યારે તેઓ પર કેવી અસર પડશે? શું એ તેઓને ઠોકર લાગશે? શું તેઓનો મૂર્તિપૂજા ન કરવાનો દૃઢ નિર્ણય, નબળો થઈ જશે? પ્રેષિત પાઊલે કહ્યું કે: “જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.”​—⁠ફિલિપી ૧:⁠૧૦.

જો આ સગાસંબંધીઓ સાથે કરવાની વિધિ હોય, તો કદાચ કુટુંબ પાસેથી ત્યાં જવાનું દબાણ આવી શકે. ગમે તેમ હોય, ખ્રિસ્તીએ ધ્યાનથી આ બાબતો પર વિચાર કરવો જોઈએ. અમુક સંજોગોમાં સાક્ષીઓ એમ ધારશે કે ચર્ચમાં દફનવિધિ કે લગ્‍નવિધિ માટે જવામાં કોઈ વાંધો નથી. પણ ત્યાં આપણને મન-દુઃખ લાગે એવું વાતાવરણ ઊભું થઈ શકે. એમ હોય તો જવામાં કંઈ ફાયદો પણ નથી. ગમે તેમ હોય, દરેક ખ્રિસ્તીએ એવો નિર્ણય લેવો જોઈએ, જેથી તે બીજા સાક્ષીઓને અને યહોવાહને દુઃખ ન પહોંચાડે.