શું તમે પરમેશ્વરના પ્યારની કદર કરો છો?
શું તમે પરમેશ્વરના પ્યારની કદર કરો છો?
ઘણાં વર્ષો પહેલા, અયૂબે માનવજાતની નબળાઈઓ વિષે કહ્યું: “માણસ કેવો નિર્બળ છે. તેના દિવસો અલ્પ છે. તેનું જીવન મુસીબતોથી ભરેલું છે. ફૂલ ખીલે છે અને થોડી વારમાં કરમાઈ જાય છે. વાદળ પસાર થઈ જાય છે અને તેની છાયા જતી રહે છે. માણસનું જીવન એવું જ છે.” (યોબ ૧૪:૧, ૨, IBSI) અયૂબે અનુભવ્યું તેમ, આજે પણ જીંદગીની સફર દુઃખથી ભરેલી છે, જેમાં આપણને ડગલેને પગલે રડતા ચાલવું પડે છે. શું તમે એવા રસ્તા પર કદી ચાલ્યા છો?
આપણને બધાને મુસીબતો અને તંગીઓ સહન કરવી પડે છે, પણ સો નિરાશાઓમાં એક આશા હોય છે! એ આશા આપતું કિરણ ફક્ત પરમેશ્વરની દયા અને પ્યાર સાથે જોડાયેલું છે. પ્રેમાળ પરમેશ્વરે, આપણને પાપમાંથી બચાવવા માટે, તેમના એકના એક દીકરાનું બલિદાન આપ્યું. યહોવાહ પરમેશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તે કહ્યું: “ઈશ્વરે [માનવજાત] પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો; હવે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેનો ઉદ્ધાર કરવા માટે ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલી દીધો.”—યોહાન ૩:૧૬, ૧૭, IBSI.
આપણે નબળા છીએ છતાં, પરમેશ્વર આપણા વિષે શું વિચારે છે? પ્રેષિત પાઊલે જાહેર કર્યું કે: “તેમણે એક માણસ એટલે આદમથી જગતના સર્વ લોકોને ઉત્પન્ન કર્યા અને પ્રજાઓને વિખેરીને સમગ્ર પૃથ્વી પર વસાવી. વળી તેઓની ચડતી અને પડતીના સમયો તેમણે નક્કી કર્યા અને તેઓને માટે હદ ઠરાવી આપી. આ બધામાં પ્રભુનો હેતુ એવો છે કે લોકો તેમને શોધે અને તેમને પ્રાપ્ત કરે. હકીકતમાં ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૬, ૨૭, IBSI) જરા વિચારો! એ સાચું છે કે માણસ માત્ર, ભૂલને પાત્ર છે. તોપણ યહોવાહ, જે પ્રેમથી ભરપૂર છે, તેમની સાથે આપણે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ.
તેથી, આપણે જીવનની મુસાફરીમાં ખુશીથી ચાલી શકીએ છીએ. કારણ કે યહોવાહે આપણને ઊંડો પ્યાર બતાવ્યો છે અને આપણા કાયમી ભલા માટે પગલા ભર્યા છે. (૧ પીતર ૫:૭; ૨ પીતર ૩:૧૩) શું આ પ્રેમાળ પરમેશ્વર વિષે તમને વધુ જાણવું ગમશે? તમે બાઇબલ દ્વારા તેમના વિષે વધુ શીખી શકશો.
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.