સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે

સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે

સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે

“માણસ કેવો નિર્બળ છે, તેના દિવસો અલ્પ છે. તેનું જીવન મુસીબતોથી ભરેલું છે.” (યોબ ૧૪:​૧, IBSI) લગભગ બધા જ લોકો દુઃખ અનુભવતા હોય છે. જ્યારે આપણા જીવનમા આકરી તકલીફો ઉભી થાય, ત્યારે આપણે કેવી રીતે પરમેશ્વરની નજરે કંઈ પણ ખોટું કામ કર્યા વિના, સહન કરીશું?

અયુબના દાખલાનો વિચાર કરો. લગભગ ૩,૫૦૦ વર્ષો પહેલા, તે અરબ દેશમાં રહેતા હતા. આ પરમેશ્વરથી ડરનારા ઈન્સાન પર શેતાન કેવા ભારે દુઃખો લાવ્યો! તેમણે તેમનું સઘળું પશુધન ગુમાવ્યું. તેમના પ્યારા બાળકો પણ મોતના ખોળે ઢળી ગયા. ત્યાર બાદ, શેતાને અયુબને પગથી માથા સુધી ગુમડાથી ભરી દીધા. (અયુબ અધ્યાય ૧, ૨) આ બધા દુઃખો શા માટે તેમને માથે આવી પડ્યા, એ વિષે અયુબને ખબર ન હતી. તેમ છતાં,  “અયૂબે પોતાના મોંથી પાપ ન કર્યું.” (અયૂબ ૨:૧૦) તેમણે કહ્યું: “મરતાં સુધી હું મારી પ્રામાણિકતાને છોડીશ નહિ.” (અયૂબ ૨૭:૫) અયુબ આવા આકરા સંજોગો કેવી રીતે પાર કરી શક્યા? તેમની પ્રમાણિકતાને લીધે.

પ્રમાણિક બનવામાં, પરમેશ્વરની સમક્ષ તદ્‍ન નિષ્કપટ અને નિખાલસ રહેવાનો સમાવેશ થાય છે. તેમ છતાં માણસ માત્ર ભુલને પાત્ર છે, એટલે આપણે પરમેશ્વરના ઊંચા ધોરણો કદી આંબી શક્તા નથી. પરંતુ પ્રમાણિકતાનો અર્થ થાય છે કે આપણે યહોવાહને પુરા દિલથી ભક્તી કરીએ. જેઓ સાચા દિલના હશે, તેઓનું જીવન હમેશાં આવી ભક્તિથી ભરપૂર થઈને ચાલશે. નીતિવચનો ૧૧નો પહેલો ભાગ બતાવે છે કે પ્રમાણિકતા આપણા જીવનના અનેક પાસાઓમાં કેવી રીતે સહાય કરી શકે, જેથી આપણને આશીર્વાદ મળે. તો ચાલો હવે આપણે ધ્યાનથી જોઈએ કે એમાં શું શીખવવામાં આવે છે.

ધંધામાં કાળા ધોળા નહી કરવા

પ્રમાણીકતાના સિદ્ધાંત વિષે રાજા સુલેમાન કાવ્યોના શબ્દોથી કહે છે: “ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે; પણ અદલ કાટલાંથી તે રાજી થાય છે.” (નીતિવચનો ૧૧:⁠૧) નીતિવચનોમાં ચાર વખત ત્રાજવા અને કાટલાં વિષે બતાવામાં આવ્યું છે. અહીં આપણે એનો પહેલો દાખલો જોઈએ છીએ. એનો મતલબ એમ થાય છે કે યહોવાહ ઇચ્છે છે કે તેમના સેવકો કામ-ધંધામાં પ્રમાણિક રહે.​—⁠નીતિવચનો ૧૬:૧૧; ૨૦:૧૦, ૨૩.

જેઓ કામ-ધંધામાં છેતરપિંડી કરીને માલદાર બને છે, તેઓને જોઇને આપણને કદાચ ઈર્ષા પણ આવી જાય. પરંતુ છેતરપિંડી કરીને, શું આપણને ખરેખર પરમેશ્વરના ધોરણોને લાત મારવી ગમશે? ના, જો આપણે પ્રમાણિક હોઈશું તો એમ નહિ કરીએ. આપણે કોઇને પણ છેતરવા નથી ઈચ્છતા કારણ કે ન્યાયનો તોલ તો સચ્ચાઇનો અથવા પ્રમાણિકતાનો તોલ છે, જેનાથી યહોવાહ રાજી થાય છે.

“નમ્ર જનો શાણા બને છે”

રાજા સુલેમાને લખ્યું: “અભિમાનીઓને અંતે શરમાવું પડે છે, પણ નમ્ર જનો શાણા બને છે.” (નીતિવચનો ૧૧:​૨, IBSI) જ્યારે કોઈ આજ્ઞા ન પાળતું હોય, અથવા ઈર્ષાળું હોય ત્યારે તેનો અભિમાની સ્વભાવ દેખાય આવે છે, જે છેવટે તેને બદનામ કરે છે. પરંતુ જો આપણો સ્વભાવ નમ્ર હોય, તો આપણાથી થઈ ન શકે, એ બાબતો કરવાની કોશીશ નહિ કરીએ. બાઇબલમાં અનેક દાખલાઓ છે જે બતાવે છે કે આ નીતિવચનની સલાહ ખરેખર સાચી છે.

એક ઈર્ષાળું લેવીય, જેનું નામ કોરાહ હતું, તેણે ટોળું ભેગું કર્યું. તેઓએ ભેગા થઈને યહોવાહે નીમેલા સેવક મૂસા અને હારૂનની વિરૂદ્ધ કચકચ કરવા લાગ્યા. આ અભિમાની લોકોનું પરીણામ શું આવ્યું? ‘જમીન ફાટી’ અને એમાં અનેક જણા દાટાયને મરી ગયા, અને કોરાહ તથા તેના બીજા સાથીદારો અગ્‍નીથી ભસ્મ થઈ ગયા. (ગણના ૧૬:૧-૩, ૧૬-૩૫; ૨૬:૧૦; પુનર્નિયમ ૧૧:૬) કેવી બદનામી! ઊઝઝાહનો પણ વિચાર કરો, જેણે વગર વિચાર્યે યહોવાહના કરારકોશને ગબડી જતાં બચાવવાની કોશિશ કરી. યહોવાહનો કોપ તેના પર આવ્યો અને તરત જ તે મરી ગયો. (૨ શમૂએલ ૬:૩-૮) એ કેટલું મહત્વનું છે કે આપણે અભિમાની વિચારોને મગજમાંથી કાઢી નાખીએ!

નમ્ર લોકો ભૂલ કરે, તો પણ તેઓની બદનામી થતી નથી. અયૂબ ઘણી રીતે સારા હતા, તેમ છતાં, તે ભૂલને પાત્ર હતા. તેમની કસોટી થઈ ત્યારે ખબર પડી કે તેમનામાં પણ કંઈક ખોટ છે. જેઓએ અયૂબ પર જુઠા આરોપ મુક્યા, તેઓની સામે થવા તે ગયા અને ત્યારે જ તે ભૂલ કરી બેઠા. અયૂબ એમ પણ કહેવા માંગતા હતા કે તે પરમેશ્વર કરતાં વધુ સીધા ચાલતો હતા. (અયૂબ ૩૫:૨, ૩) તો પછી અયૂબના વિચારોને યહોવાહ કેવી રીતે સુધારે છે?

યહોવાહે અયૂબને, પૃથ્વી, સમુદ્ર, તારાથી બિછાવેલું ગગન, અમુક જાનવરો અને ઉત્પન્‍ન કરેલી બીજી ચીજો બતાવી હતી. યહવાહ એ શિખવવા માંગતા હતા કે પરમેશ્વર માણસ કરતાં કેટલા મહાન છે. (અયૂબ ૩૮-૪૧) યહોવાહે આ પાઠમાંથી અયૂબનાં દુઃખનું કારણ શું છે, એ જણાવ્યું નહિ, અને એ જણાવવાની જરૂર પણ ન હતી. અયૂબ નમ્ર હતા, તેથી તે પોતાની નબળાઈ, અને પરમેશ્વરની મહાનતા અને શક્તિ શું છે તે પારખી શકયા. તેમણે કહ્યું કે: “તેથી હું મારી જાતથી કંટાળું છું, અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાત્તાપ કરૂં છું.” (અયૂબ ૪૨:૬) અયૂબ પ્રમાણિક હતા, તેથી તેણે તરત જ ઠપકો સ્વીકારી લીધો. આપણા વિષે શું? શું આપણને ઠપકો મળે તો એ જલદીથી સ્વીકારી લઈએ છીએ?

મુસા પણ નમ્ર હતા. જ્યારે તે બીજાઓનું ધ્યાન રાખવામાં થાકી ગયા ત્યારે તેમના સસરા, યિથ્રોએ સલાહ આપી કે, જવાબદારી ઉપાડવા માટે બીજા હોંશીયાર માણસો તેમને સાથ આપે. મુસાએ એ સલાહ સ્વીકારી લીધી. (નિર્ગમન ૧૮:૧૭-૨૬; ગણના ૧૨:૩) નમ્ર વ્યક્તિ બીજાઓને જવાબદારી આપવામાં અચકાતો નથી. અથવા એમ નથી ધારતો કે બીજાઓને જવાબદારી આપવામાં, તેનું માન ઓછું થઈ જશે. (ગણના ૧૧:૧૬, ૧૭, ૨૬-૨૯) એને બદલે તે હોંશથી બીજાઓને સત્યમાં પ્રગતી કરવામાં મદદ કરે છે. (૧ તીમોથી ૪:૧૫) આપણે પણ એમ જ કરવું જોઈએ, ખરુંને?

સાચો માણસ સીધે રસ્તે ચાલે છે

પ્રમાણીક રહેવાનો અર્થ એ નથી કે આપણા જીવનમાં દુઃખ અને સંકટ નહિ આવે. રાજા સુલેમાન જણાવે છે કે: “પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે.” (નીતિવચનો ૧૧:૩) પ્રમાણિક વ્યક્તિ પરમેશ્વરની નજરે જે સાચું છે, એજ કરે છે. અઘરા સંજોગોમાં પણ તે એમ કરે  છે, કારણ કે છેવટે તેનું ભલું જ થાય છે. અયૂબે પોતાની પ્રમાણિકતા છોડી નહિ, તેથી યહોવાહે અયૂબને “અગાઉના સમય કરતાં વધારે આશીર્વાદ પાછલા સમયમાં આપ્યો.” (યોબ ૪૨:​૧૨, IBSI) જેઓ બીજા લોકોને દુઃખી કરે છે, તેઓને કદાચ એમ લાગતું હોઈ શકે કે તેઓ બીજા કરતાં ચડીયાતા છે. પણ છેવટે જેઓ ખાડો ખોદે છે, એમાં જ તેઓ પોતે પડે છે.

રાજા સુલેમાને કહ્યું કે: “ન્યાયના દિવસે તમારી સંપત્તિ કામ નહિ લાગે, તે વખતે તો કેવળ ન્યાયપણું જ તમારો બચાવ કરશે.” (નીતિવચનો ૧૧:​૪, IBSI) બાઈબલનો અભ્યાસ, પ્રાર્થના, સભાઓમાં જવું અને ક્ષેત્ર સેવામાં ભાગ લેવો, એ આપણા પરમેશ્વર પ્રત્યેના પ્રેમને ઊંડો કરે છે, પરંતુ એને બદલે પૈસાની પાછળ દોડવું એતો મુર્ખતા કહેવાય. જ્યારે આ દુષ્ટ જગતનો અંત આવે, ત્યારે એમાંથી બચવા માટે પૈસો કે સોનુ-ચાંદી જરાય કામ નહિ આવે. (માત્થી ૨૪:૨૧) ફક્ત જેઓ સચ્ચાઈને રસ્તે ચાલે છે, તેઓ જ બચશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) તેથી ચાલો આપણે સફાન્યા જે વિનંતી કરે છે એ સાંભળીએ: “હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહના હુકમોનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો; નેકીનો માર્ગ શોધો, નમ્રતા શોધો: કદાચિત યહોવાહના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.” (સફાન્યાહ ૨:૩) એ દિવસ આવે ત્યાં સુધી ચાલો આપણે આપણી કિંમતી ચીજ-વસ્તુઓથી યહોવાહનું સન્માન કરતા રહીએ.​—⁠નીતિવચનો ૩:⁠૯.

સચ્ચાઈના રસ્તાને પકડી રાખવા માટે રાજા સુલેમાન જણાવે છે કે નિર્દોશ અને દુષ્ટો વચ્ચે શું ફેર છે: “સાચે માર્ગે ચાલનારાઓની પ્રમાણીકતા તેઓના માર્ગો નક્કી કરશે, પણ પાપોના બોજાને લીધે દુષ્ટોનું પતન થશે. સાચા માણસની સચ્ચાઈ તેને બચાવે છે. પણ દુષ્ટની દુષ્ટતા તેનો વિનાશ સર્જે છે. દુષ્ટના મૃત્યુ સાથે તેની આશાઓ નાશ પામે છે, કારણ કે તેઓ પૃથ્વી પરના જીવન પૂરતી જ મર્યાદિત છે. ઈશ્વર સાચા માણસોને જોખમથી છોડાવે છે, પણ દુષ્ટને તેમાં જતો અટકાવતા નથી.” (નીતિવચનો ૧૧:૫-૮, IBSI) નિર્દોશ વ્યક્તિ કદી ખોટા ધંધામાં ફસાય જશે નહિ. તે સીધે રસ્તે ચાલ્યો જશે. છેવટે, જેઓ સાચા માર્ગે ચાલે છે, તેઓને ચોક્કસ દુઃખમાંથી બચાવી લેવામાં આવશે. પછી ભલેને હમણાં દુષ્ટ જલસા કરે, છેવટે તેઓ મરશે.

“નગર હરખાય છે”

જેઓ પ્રમાણિક રહે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે, તેઓ જે કંઈ કરે એની અસર બીજા લોકો પર પડે છે. રાજા સુલેમાને કહ્યું: “અધર્મી માણસ પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ વિદ્યાથી સદાચારીનો બચાવ થશે.” (નીતિવચનો ૧૧:૯) કોઈની ખોટી પંચાત કરવી અથવા કોઈનું ખરાબ બોલવાથી, તેઓના પોતાનું જ નામ ખરાબ થાય છે. એના બદલે સારા લોકો બીજાઓ વિષે સમજી વિચારીને બોલે છે. જ્યારે કોઈ તેમના પર ખોટો દોષ મુકે છે, ત્યારે તેની બુદ્ધી, તેને કોઈ પણ ખોટા આરોપમાંથી બચાવી લે છે.

“નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.” (નીતિવચનો ૧૧:૧૦) સારા લોકો બધાને ગમે છે અને તેઓ બીજાના જીવનમાં ખુશી લાવે છે. દુષ્ટ લોકો કોઈને ગમતા નથી. તેથી, જ્યારે કોઇ ખરાબ કે દુષ્ટ માણસનું મોત થાય, ત્યારે કોઈને દુઃખ નથી થતું, અને જ્યારે યહોવાહ તેઓનો વિનાશ કરશે, ત્યારે પણ કોઈને જરાય દુઃખ નહિ થાય. (નીતિવચનો ૨:૨૧, ૨૨) એને બદલે લોકો ખુશ થશે કારણ કે તેઓનું નામ નિશાન મીટાવી નાખવામાં આવ્યું છે. પરંતુ આપણા વિષે શું? આપણે બીજાઓને ખુશ કરીએ છીએ કે નહી, એનો વિચાર કરવો જોઈએ.

“નગરની ઉન્‍નતિ”

સમાજમાં ખરાબ લોકોની અને સારા લોકોની અસર વિષે સમજાવતા, સુલેમાન જણાવે છે: “પ્રામાણિકની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે.”​—નીતિવચનો ૧૧:૧૧.

નગર કે શહેરના લોકો જો સીધા ચાલે તો સમાજમાં ખરેખર શાંતિ ફેલાય છે, અને બીજાઓને સથવારો પણ અપાય છે. તેથી નગરની ઉન્‍નતિ અથવા આબાદી થાય છે. પરંતુ જેઓ બીજા લોકોનું ખરાબ બોલી તેમનું નામ બદનામ કરે છે, તેઓ દુઃખ લાવે છે, સંપ તોડે છે અને ઝગડા કરાવે છે. ખાસ કરીને એવા લોકો જેમની પાસે સત્તા હોય છે, તેઓની ચરબી બહુ જ હોય છે. જે શહેરમાં આવા લોકો હોય છે, એવા શહેરો છેવટે ભ્રષ્ટતા, ગરીબાઇ અને ધમાલના કબજે પહોંચે છે.

નીતિવચનો ૧૧:૧૧માં આપેલા સિદ્ધાંત, આજે યહોવાહના સેવકોને પણ લાગુ પડે છે, કારણ કે તેઓની મંડળીઓ નગર જેવી છે. મંડળોમાં બધા જ સાથે મળીને ભક્તી કરે છે અને પ્રમાણિક રહે છે, એટલે તેઓ ખુશ રહે છે, મહેનત કરે છે અને બીજાઓને મદદ કરે છે. એમ કરવાથી તેઓ પરમેશ્વરને ગૌરવ આપે છે. તેથી યહોવાહ એવા મંડળોને આશીર્વાદ દે છે. કોઈ સમયે અમુક જણા કચકચ કરશે, વાત વાતમાં વાંક કાઢશે, પણ એવા લોકો તો ખરેખર “કડવાશરૂપી જડ” જેવા છે. તેઓ બીજા લોકોને પણ તેઓની કડવાશથી, ચડાવે છે. (હેબ્રી ૧૨:૧૫) જોકે એવા લોકો તો પોતાની જ મોટાઈમાં ડુબેલા હોય છે અને વધુ માન માંગે છે. તેઓ ખોટી અફવા ફેલાવે છે કે મંડળોમાં અથવા વડીલો વચ્ચે ઇન્સાફના બદલે જાતભેદ છે. અને તેઓ મંડળનો સંપ તોડવા માંગે છે. આપણે તો તેઓની વાતો પર આંખ આડા કાન કરવા જોઈએ, અને ખરા દિલથી ભક્તિમાં કરવામાં ટાઈમ કાઢવો જોઈએ, જેથી મંડળમાં સંપ અને શાંતી ફેલાય!

સુલેમાન આગળ કહે છે: “પાડોશી સાથે ઝગડો કરવો એ મૂર્ખતા છે, પણ સમજદાર માણસ પોતાની જીભ પર કાબૂ રાખે છે. કૂથલી દ્વારા અફવાઓ ફેલાય છે, પણ વિશ્વાસુ માણસ અફવાઓને અટકાવી દે છે.”​—⁠નીતિવચનો ૧૧:૧૨, ૧૩, IBSI.

જેઓ “મૂર્ખ” છે તેઓ ઘણું દુઃખ પ્હોંચાડે છે! તે જેમ તેમ બોલી, બીજા લોકોની ખોટી પંચાત કરીને તેઓનું નામ બગાડે છે. પરંતુ “વિશ્વાસુ” વડીલોઓએ તરત જ કાંઇક પગલાં ભરવાં જોઈએ. “મુર્ખ” બનવાને બદલે, તેઓને ખબર છે કે ક્યારે ચુપ રહેવું જોઈએ, અને ક્યારે બોલવું જોઈએ. અફવા ફેલાવવાને બદલે તેઓ એને ઢાંકી દે છે. હોંશિયાર માણસ જાણે છે કે વગર વિચાર્યે બોલવાથી કેટલું નુકસાન થઇ શકે, તેથી ધ્યાન રાખી બોલવાથી માણસ “વિશ્વાસુ” બને છે. તેવા હોંશીયાર વ્યક્તિઓ, ભાઈ-બહેનોને વફાદાર રહે છે, અને કોઈની ખાનગી વાતો, જે તેઓના જીવને જોખમમાં મુકે, એને ઉઘાડી પાડતાં નથી. આવા પ્રમાણિક લોકો ખરેખર મંડળ માટે કેટલાં આશીર્વાદરૂપ છે.

યહોવાહ આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા અઢળક આત્મિક શિક્ષણ આપે છે, જેથી આપણને નિર્દોષ રહેવા મદદ મળી શકે. (માત્થી ૨૪:૪૫) આપણી નગર જેવી મંડળીઓમાં વડીલો પણછે, જે આપણને  મદદ કરવા તૈયાર હોય છે. (એફેસી ૪:​૧૧-​૧૩) આપણે ખરેખર આ બધાની કદર કરીએ છીએ કારણ કે “જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો ખાડામાં પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.” (નીતિવચનો ૧૧:૧૪) ગમે તે થાય, ચાલો આપણે પ્રમાણિક રહેવાના નિર્ણયને વળગી રહીએ.​—⁠ગીતશાસ્ત્ર ૨૬:⁠૧.

[પાન ૨૬ પર બ્લર્બ]

ભક્તિભાવના કામો ઓછા કરવા અને પૈસા પાછળ દોડવું કેવું મૂર્ખાઈભર્યું કહેવાય!

[પાન ૨૪ પર ચિત્રો]

અયૂબ પ્રમાણિક રહ્યો, અને યહોવાહે તેના પર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો

[પાન ૨૫ પર ચિત્ર]

અભિમાનના કારણે ઊઝઝાહનું મોત થયું