સેપ્ટ્યુઆજીંટમાં ચાર મૂળાક્ષરોમાં પરમેશ્વરનું નામ
સેપ્ટ્યુઆજીંટમાં ચાર મૂળાક્ષરોમાં પરમેશ્વરનું નામ
પરમેશ્વરનું નામ યહોવાહ, ચાર મૂળાક્ષરોમાં એટલે કે ચાર હેબ્રી અક્ષરોમાં יהוה (યહવહ) તરીકે વર્ણવવામાં આવ્યું છે. લાંબા સમયથી એમ માનવામાં આવતું હતું કે સેપ્ટ્યુઆજીંટની નકલોમાં આ ચાર મૂળાક્ષરોનું પરમેશ્વરનું નામ જોવા મળતું ન હતું. આમ, એવી દલીલ કરવામાં આવતી હતી કે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના લેખકોએ હેબ્રી શાસ્ત્રવચનોમાંથી ટાંકતી વખતે, પોતાના લખાણોમાં પરમેશ્વરના નામનો ઉપયોગ કર્યો નહિ હોય.
છેલ્લા સો વર્ષોથી કરવામાં આવતી ઘણી શોધોએ બતાવ્યું કે પરમેશ્વરનું નામ સેપ્ટ્યુઆજીંટમાં હતું. એક લખાણ કહે છે: “એ ગ્રીક યહુદીઓની પરમેશ્વરના પવિત્ર નામને ચોકસાઈપૂર્વક જાળવી રાખવાની તીવ્ર ઇચ્છા હતી આથી, હેબ્રી બાઇબલનું ગ્રીકમાં ભાષાંતર કર્યું ત્યારે, તેઓએ ગ્રીક લખાણોમાં ચાર મૂળાક્ષરોના દૈવી નામની નકલ કરી.”
આજે મોજૂદ ઘણા પપાઈરસના ટુકડાઓમાંના એકનું ઉદાહરણ ડાબી બાજુના ચિત્રમાં જોવા મળે છે. ઑક્ઝાઇન્ચસ, ઇજીપ્તમાંથી મળી આવેલા આ પપાઈરસના ટુકડાને ૩૫૨૨ નંબર આપવામાં આવ્યો છે અને એના પર પ્રથમ સદી સી.ઈ.ની તારીખો છે. * એનું માપ લગભગ ૭થી ૧૦.૫ સેન્ટિમિટર છે અને એમાં અયૂબ ૪૨:૧૧, ૧૨ કલમોના ભાગો જોવા મળે છે. આ ચાર મૂળાક્ષરોમાં પરમેશ્વરનું નામ ચિત્રમાં પ્રાચીન હેબ્રી અક્ષરોમાં જોવા મળે છે. *
તો પછી, શું શરૂઆતમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોની નકલોમાં પરમેશ્વરનું નામ જોવા મળતું હતું? તજજ્ઞ જ્યોર્જ હૉવર્ડ કહે છે: “શરૂઆતના ચર્ચના શાસ્ત્રવચનો માટે બનાવેલા ગ્રીક બાઇબલ [સેપ્ટ્યુઆજીંટ]ની નકલોમાં હજુ પણ ચાર મૂળાક્ષરોમાં પરમેશ્વરનું નામ લખેલું હોવાથી, ન[વા] ક[રાર]ના લેખકોએ, શાસ્ત્રવચનોમાંથી ટાંકતી વખતે બાઇબલ લખાણોમાં આ પરમેશ્વરના નામને એ જ મૂળાક્ષરોમાં સાચવ્યું હતું એમ માનવું વાજબી છે.” એવું લાગે છે કે થોડા સમય બાદ લહિયાઓએ પરમેશ્વરના નામને બદલે કીરીઓસ (પ્રભુ) અને થીઓસ (પરમેશ્વર) જેવાં ખિતાબોનો ઉપયોગ કર્યો હતો.
[ફુટનોટ્સ]
^ ઑક્ઝાઇન્ચસમાંથી મળેલા પપાઈરસ વિષે વધારે માહિતી માટે ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૨ના અંગ્રેજી ચોકીબુરજના પાન ૨૬-૮ પર જુઓ.
^ પ્રાચીન ગ્રીક આવૃત્તિમાં પરમેશ્વરના નામના બીજાં ઉદાહરણો માટે, પવિત્ર શાસ્ત્રવચનોનું નવી દુનિયાનું ભાષાંતર—સંદર્ભ સાથે (અંગ્રેજી), પરિશિષ્ટ ૧ સી (appendix 1C) જુઓ.
[પાન ૩૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Courtesy of the Egypt Exploration Society