સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણી મુશ્કેલીઓનો અંત બહુ જ નજીક છે!

આપણી મુશ્કેલીઓનો અંત બહુ જ નજીક છે!

આપણી મુશ્કેલીઓનો અંત બહુ જ નજીક છે!

“જો દુનિયાની સરકારો ચેરીટીઓ સાથે મળીને મુશ્કેલીઓ દૂર કરવા કામ ન કરે, તો એ માનવ સેવાની કિંમત કંઈ નથી. અનુભવ બતાવે છે કે ચેરીટીઓના હાથ રાજકારણથી બાંધેલા હોવાથી તેઓ બહુ કરી શકતા નથી.” એવું ૨૦૦૦માં દુનિયાના રેફયુજીની હાલત (અંગ્રેજી) અહેવાલે જણાવ્યું.

જો કે મોટા પ્રમાણમાં માનવ સેવા આપવામાં આવે છે છતાં, આપણી મુશ્કેલીઓ તો કૂદકેને ભૂસકે વધી રહી છે. એવી પરિસ્થિતિ હોય ત્યાં કેવી રીતે દેશો વચ્ચે શાંતિ આવી શકે? હકીકતમાં, અશક્ય છે. તો પછી એનો ઇલાજ શું છે? એ પ્રશ્નનો જવાબ પ્રેષિત પાઊલે એફેસી મંડળના ખ્રિસ્તીઓને જે પત્ર લખ્યો, એમાંથી મળી આવે છે. એ પત્રની શરૂઆતમાં તેમણે જણાવ્યું કે, આપણા સર્વ દુઃખો અને તકલીફો પાછળ જે કારણ રહેલું છે, એનો પરમેશ્વર કઈ રીતે અંત લઈ આવશે. ચાલો આપણે એના વિષે વાંચીએ. એ માહિતી આપણને એફેસી ૧:​૩-​૧૦માં મળી આવે છે.

‘સઘળાં વાનાં ખ્રિસ્તમાં ભેગાં કરાશે’

યહોવાહના હેતુ વિષે સમજાવતાં પાઊલે કહ્યું કે, તે “સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાંવહીવટ]” કરશે. એટલે એનો શું અર્થ થાય? એનો અર્થ થાય કે સમયોની સંપૂર્ણતામાં યહોવાહ પરમેશ્વર પોતે “સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ” કરશે. (એફેસી ૧:​૧૦) હા, યહોવાહ પોતે એવું કરી રહ્યા છે. જેથી તે સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંઓ પર પોતાના હેતુ પ્રમાણે રાજ કરે. ‘સઘળાં વાનાં ખ્રિસ્તમાં ભેગાં કરાશે’ એના વિષે બાઇબલના પંડિત જે. એચ. થેયર્સે, જે લખ્યું એ રસપ્રદ છે. તે કહે છે: “પોતાની માટે પોતાની પાસે . . . સઘળાં વાનાં પાછા એકઠાં કરશે (જે અત્યાર સુધી પાપના કારણે છૂટા હતા) જેથી એ ખ્રિસ્તમાં એક થાય.”

એ બતાવે છે કે ઈતિહાસમાં જે પ્રથમ અશાંતિ ઊભી થઈ હોવાથી, યહોવાહ પરમેશ્વરે ફરીથી તેઓને એકઠાં કરવાની જરૂર પડી. આપણા પ્રથમ મા-બાપ, એટલે આદમ અને હવા, પરમેશ્વરના માર્ગમાં ચાલવાને બદલે તેઓ શેતાન સાથે જોડાયા. યહોવાહથી અલગ થઈને, તેઓને પોતાની માટે ભલું-ભૂંડું પસંદ કરવાનો હક્ક જોઈતો હતો. (ઉત્પત્તિ ૩:​૧-૫) તેઓએ પાપ કર્યું હોવાથી, પરમેશ્વરના નિયમ પ્રમાણે તેઓને, યહોવાહના કુટુંબમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલું જ નહિ, તેઓએ યહોવાહની મિત્રતા પણ ગુમાવી. આ રીતે સઘળાં માણસોમાં પાપ આવ્યું. તેથી, આજે આપણે સર્વ પ્રકારનાં દુઃખો અનુભવી રહ્યા છીએ.​—⁠રૂમી ૫:​૧૨.

ટૂંક સમય માટે દુષ્ટતા ચાલવા દીધી

‘શા માટે પરમેશ્વરે તેઓને એમ કરવા દીધું?’ કદાચ તમે એવું વિચારતાં હશો, અથવા ‘શા માટે તેમણે પોતાની મહા શક્તિથી તેઓને રોક્યા નહિ? જો એમ કર્યું હોત તો આજે આપણને કોઈને દુઃખી થવું ન પડત!’ એમ કહેવું કદાચ આપણી માટે સહેલું હોઈ શકે. પરંતુ, જો પરમેશ્વરે પોતાની મહા શક્તિ એ રીતે વાપરી હોત તો, એનાથી શું સાબિત થાત? ધારો કે તમારી પાસે એવી શક્તિ છે, અને તમારી સાથે જે કોઈ સહમત ન થાય તેને તમે એક બાજુ હટાવી દો. એમ કરવાથી શું તમારા મિત્રો, તમારી સાથે દોસ્તી રાખશે? કદી નહિ.

જો કે તેઓએ પરમેશ્વરની મહા શક્તિ સામે પડકાર ફેંક્યો ન હતો. પરંતુ, તેઓએ જે કર્યું એનાથી બતાવવા માંગતા હતા કે, યહોવાહ ન્યાયી રીતે રાજ કરતા નથી. તેથી, તે તેઓ પર રાજ કરવા હક્કદાર નથી. તેઓએ જે પ્રથમ વાદવિવાદ ઊભો કર્યો એ થાળે પાડવા યહોવાહે, મનુષ્યોને રાજ કરવા થોડો સમય આપ્યો છે. (સભાશિક્ષક ૩:૧; લુક ૨૧:૨૪) એ સમય પૂરો થશે ત્યારે ફરીથી યહોવાહ પૃથ્વી પર રાજ કરવા લાગશે. ત્યાં સુધી એ સાબિત થઈ જશે કે ફક્ત યહોવાહ પરમેશ્વરનું રાજ્ય જ હંમેશ માટે પૃથ્વી પર સાચું સુખ-શાંતિ લાવી શકે. ત્યાર પછી પૃથ્વી પર કોઈ જુલમગારો રહેશે જ નહિ.​—⁠ગીતશાસ્ત્ર ૭૨:​૧૨-​૧૪; દાનીયેલ ૨:​૪૪.

“દુનિયાનું સૃજન કરવામાં આવ્યું તે પહેલાં”

પાઊલ જણાવે છે કે “દુનિયાનું સૃજન કરવામાં આવ્યું એ પહેલાં” એમ કરવાનું યહોવાહે સંકલ્પ કર્યું હતું. (એફેસી ૧:⁠૪, પ્રેમસંદેશ) જો કે સૃષ્ટિ, આદમ અને હવાને ઉત્પન્‍ન કરવામાં આવ્યાં એના અગાઉના સમય વિષે અહીં વાત કરવામાં આવતી નથી. એનું કારણ કે તેઓ હજુ યહોવાહ વિરુદ્ધ ગયા ન હતા. તેથી એ પહેલાંની દુનિયા “ઉત્તમોત્તમ” હતી. (ઉત્પત્તિ ૧:​૩૧) તોપછી પાઊલ કઈ ‘દુનિયા’ વિષે વાત કરી રહ્યા હતા? આદમ તથા હવાએ પાપ કર્યું પછી તેઓને જે બાળકો થયાં, એમાંથી જેઓ મુક્તિ માટે લાયક છે, એ ‘દુનિયા’ વિષે તે વાત કરતા હતા. જો કે તેઓને હજુ બાળકો થયાં પણ ન હતાં, એ પહેલાંથી યહોવાહ જાણતા હતા કે, પોતે કેવી રીતે આદમનાં સંતાનને પાપમાંથી છોડાવશે.​—⁠રૂમી ૮:​૨૦.

એનો અર્થ એ નથી કે વિશ્વના સર્વોપરી, મનુષ્યની માફક બાબતો થાળે પાડે છે. જેમ કે મનુષ્ય કોઈ આફત આવી પડે એ પહેલાં અનેક યોજનાઓ કરશે, જેથી જરૂર પડે તો એનો આફતમાં ઉપયોગ કરી શકે. પરંતુ, યહોવાહ પોતાના હેતુ પ્રમાણે જે ધાર્યું હોય એ સિદ્ધ કરે છે. એ વિષે પાઊલ સમજાવે છે કે યહોવાહ કેવી રીતે હંમેશ માટે પૃથ્વી પર સુખ-શાંતિ લાવશે. તો એ કેવી રીતે આવશે?

કોણ છૂટકારો લાવશે?

પાઊલ સમજાવે છે કે આદમ દ્વારા વારસામાં જે પાપ આવ્યું છે, એની અસર દૂર કરવા પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા ખ્રિસ્તના શિષ્યો આગેવાની લેશે. તે આગળ કહે છે કે યહોવાહે ‘ખ્રિસ્તમાં આપણને પસંદ’ કર્યા છે, જેઓ ઈસુ સાથે તેના સ્વર્ગીય રાજ્યમાં રાજ કરે. એના વિષે આગળ સમજાવતાં પાઊલ કહે છે કે, યહોવાહે “પોતાના પ્રેમના કારણે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરના પુત્રો બનીએ તેવું ઈશ્વરે ક્યારનુંયે નક્કી કર્યું હતું.” (એફેસી ૧:​૪, ૫, પ્રેમસંદેશ) જો કે યહોવાહે તેઓ દરેકને અગાઉથી પસંદ અથવા નિર્માણ કર્યા ન હતા. પરંતુ, તેમણે અગાઉથી એક વર્ગ પસંદ કર્યો હતો, જે વિશ્વાસુ ભક્તોનો બનેલો છે. તેઓ ખ્રિસ્ત સાથે મળીને શેતાન, આદમ અને હવા દ્વારા માણસજાતમાં જે પાપ આવ્યું છે, એ દૂર કરવા પગલા ભરશે.​—⁠લુક ૧૨:૩૨; હેબ્રી ૨:​૧૪-૧૮.

એ કેવું અજોડ કહેવાય! શેતાને જ્યારે યહોવાહ પર પ્રથમ વાર પડકાર ફેંક્યો ત્યારે, તેનું કહેવું એમ હતું કે મનુષ્યને ખામીવાળો ઉત્પન્‍ન કરવામાં આવ્યો છે. જો તેઓ પર દબાણ લાવવામાં અથવા લલચાવવામાં આવે તો, તેઓ સર્વ યહોવાહ વિરુદ્ધ બંડ પોકારશે. (અયૂબ ૧:​૭-​૧૨; ૨:​૨-૫) પછી સમય જતાં આદમના અપૂર્ણ સંતાનોમાં યહોવાહે ભરોસો રાખીને તેઓને આત્મિક દીકરાઓ બનાવવા માટે તેઓમાંથી અમુકને દત્તક લીધા. એમ કરવાથી તેમણે અજોડ રીતે તેઓને ‘તેની કૃપા’ બતાવી. જેઓ નાના વર્ગમાંના છે તેઓને સ્વર્ગમાં લઈ જવામાં આવશે. તેઓને શા માટે સ્વર્ગમાં લઈ જવામાં આવશે?​—⁠એફેસી ૧:​૩-⁠૬; યોહાન ૧૪:​૨, ૩; ૧ થેસ્સાલોનીકી ૪:​૧૫-​૧૭; ૧ પીતર ૧:​૩, ૪.

પ્રેષિત પાઊલ જણાવે છે કે પરમેશ્વરના દત્તક પુત્રો તેમના સ્વર્ગીય રાજ્યમાં “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” બનશે. (રૂમી ૮:​૧૪-​૧૭) તેઓ સ્વર્ગમાં રાજાઓ અને યાજકો બન્યા પછી, આજે આપણે જે દુઃખો અનુભવી રહ્યા છીએ, એ દૂર કરવા તેઓ મોટો ભાગ ભજવશે. (પ્રકટીકરણ ૫:​૧૦) એ ખરું છે કે “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” પરંતુ, જલદી જ પરમેશ્વરના પસંદ કરાએલા આત્મિક દીકરાઓ ઈસુ ખ્રિસ્ત સાથે મળીને સર્વ ન્યાયી લોકો “નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.”​—⁠રૂમી ૮:​૧૮-​૨૨.

કુરબાની દ્વારા “ઉદ્ધાર”

આદમનાં સંતાનને પાપમાંથી છોડાવવા માટે યહોવાહે અપાર કૃપા બતાવીને ઈસુ ખ્રિસ્તનું બલિદાન કે કુરબાની આપી. એ વિષે પાઊલ લખે છે: “એના લોહી દ્વારા [ઈસુ ખ્રિસ્ત], તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.”​—⁠એફેસી ૧:⁠૭.

યહોવાહનો હેતુ સિદ્ધ કરવામાં ઈસુ ખ્રિસ્ત મુખ્ય ભૂમિકા ભજવે છે. (હેબ્રી ૨:​૧૦) ઈસુએ પોતાનું બલિદાન આપ્યું હોવાથી હવે યહોવાહે કાયદેસર આદમના સંતાનોમાંથી અમુકને દત્તક લઈને સ્વર્ગમાં લઈ જવું શક્ય બનાવ્યું. તેથી, યહોવાહ હવે પોતાના ન્યાયી નિયમોમાં તડજોડ કર્યા વગર આદમ દ્વારા માણસજાતમાં જે પાપ આવ્યું એ દૂર કરશે. (માત્થી ૨૦:૨૮; ૧ તીમોથી ૨:૬) એમ કરવા યહોવાહ પોતાના ન્યાયી નિયમોને સંપૂર્ણ રીતે વળગી રહ્યા.​—⁠રૂમી ૩:​૨૨-​૨૬.

યહોવાહનો “મર્મ”

યહોવાહ પરમેશ્વરે હજારો વર્ષો સુધી પૃથ્વી માટેનો પોતાનો હેતુ જણાવ્યો ન હતો, કે તે એ કેવી રીતે સિદ્ધ કરશે. પ્રથમ સદીમાં ‘તેમણે પોતાની ઇચ્છાનો મર્મ ખ્રિસ્તીઓને જણાવ્યો’ હતો. (એફેસી ૧:૯) પાઊલ સાથે અભિષિક્ત ખ્રિસ્તીઓ પણ સ્પષ્ટ રીતે સમજતા હતા કે ઈસુ ખ્રિસ્ત યહોવાહના હેતુમાં કઈ ભૂમિકા ભજવે છે. એની સાથે યહોવાહના સ્વર્ગીય રાજ્યમાં તેઓ ખ્રિસ્તની સાથે સહશાસકો હોવાથી તેઓ કઈ ભૂમિકા ભજવશે, એ પણ જાણતા હતા. (એફેસી ૩:​૫, ૬, ૮-​૧૧) હા, યહોવાહનું રાજ્ય ઈસુ ખ્રિસ્ત તથા તેના સહશાસકોના હાથમાં જશે, અને તેઓ દ્વારા પરમેશ્વર ફક્ત સ્વર્ગમાં જ નહિ પણ પૃથ્વી પર હંમેશ માટે સુખ-શાંતિ લઈ આવશે. (માત્થી ૬:૯, ૧૦) તેઓ દ્વારા, શરૂઆતમાં પૃથ્વી જેવી હતી એવી જ યહોવાહ ફરીથી પોતાના હેતુ પ્રમાણે સુંદર બનાવશે.​—⁠યશાયાહ ૪૫:૧૮; ૬૫:​૨૧-​૨૩; પ્રેરિતોનાં કૃત્યો ૩:​૨૧.

જલદી જ પૃથ્વી પરથી દરેક પ્રકારનો જુલમ દૂર કરવાનો તેમનો સમય આવી રહ્યો છે. પરંતુ, એની તૈયારી હકીકતમાં યહોવાહે પેન્તેકોસ્તના દિવસે, ૩૩ની સાલમાં કરી હતી. કેવી રીતે? ખ્રિસ્ત સાથે જેઓ ‘સ્વર્ગમાં’ રાજ કરવાના છે, તેઓને યહોવાહ ‘ભેગા કરવા’ લાગ્યા હતા. એમાં એફેસી મંડળના ખ્રિસ્તી ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. (એફેસી ૨:​૪-૭) એ ઉપરાંત આપણા સમયમાં યહોવાહ ‘પૃથ્વી પરનાં સઘળાં વાનાં’ ભેગા કરી રહ્યા છે. (એફેસી ૧:​૧૦) આખી પૃથ્વી પર આજે જે રીતે પ્રચાર કાર્ય થઈ રહ્યું છે, એનાથી તે દરેક દેશોને શુભસંદેશો આપી રહ્યા છે કે, તેમનું રાજ્ય હવે ઈસુ ખ્રિસ્તના હાથમાં છે. જેઓ એ સંદેશો સ્વીકારે છે તેઓને આત્મિક રીતે રક્ષણ અને સાજાપણું મળે એ માટે ભેગા કરવામાં આવી રહ્યા છે. (યોહાન ૧૦:૧૬) હવે જલદી જ સ્વચ્છ પૃથ્વી પર તેઓ સુખ-શાંતિમાં આરામથી રહી શકશે.​—⁠૨ પીતર ૩:​૧૩; પ્રકટીકરણ ૧૧:૧૮.

જેઓ પર જુલમ ગુજરી રહ્યો છે તેઓને સારવાર આપવા માટે માનવ સેવા આપતી સંસ્થાઓએ “ઘણી પ્રગતિ કરી છે.” એવું ૨૦૦૦માં દુનિયાના બાળકોની હાલત (અંગ્રેજી) અહેવાલે જણાવ્યું. તેમ છતાં, પરમેશ્વરના સ્વર્ગીય રાજ્ય દ્વારા ઈસુ ખ્રિસ્ત અને તેના સહશાસકો અજોડ રીતે મોટો ફેરફાર લાવશે. આપણે દરેક પ્રકારના ઝઘડા, જુલમ અને દુઃખ અનુભવી રહ્યા છીએ એ પણ તેઓ દૂર કરશે.​—⁠પ્રકટીકરણ ૨૧:​૧-૪.

[પાન ૪ પર ચિત્રો]

માનવ સેવા આપવાથી મુશ્કેલીઓ દૂર થતી નથી

[પાન ૬ પર ચિત્ર]

ખ્રિસ્તના બલિદાન દ્વારા આપણને આદમના પાપથી મુક્તિ મળશે

[પાન ૭ પર ચિત્ર]

આજે પણ આત્મિક રક્ષણ અને સાજાપણું મળી શકે છે

[પાન ૭ પર ચિત્રો]

જલદી જ, મસીહી રાજ્ય દ્વારા આપણને સર્વ દુઃખોથી મુક્તિ મળશે