સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તું સદ્‍ગુણી સ્ત્રી છે”

“તું સદ્‍ગુણી સ્ત્રી છે”

“તું સદ્‍ગુણી સ્ત્રી છે”

આ શબ્દોથી, ઈસ્ત્રાએલમાં લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં, એક મોઆબી વિધવાના વખાણ કરવામાં આવ્યા હતા. તે યુવાન સ્ત્રીનું નામ રૂથ હતું, જે ઈસ્ત્રાએલી સ્ત્રી નાઓમીની વહુ હતી. તે સમયે, દેશમાં ન્યાયાધીશો ન્યાય કરતાં હતાં. સમાજમાં, રૂથ તેના સદ્‍ગુણો માટે જાણીતી હતી. (રૂથ ૩:૧૧) તેણે આવી કીર્તિ કઈ રીતે મેળવી? આપણે તેના સદ્‍ગુણોમાંથી શું શીખી શકીએ?

રૂથ “આળસની રોટલી” ખાતી ન હતી. તે ખેતરમાં આખો દિવસ મજુરી કરતી હતી. ત્યાં જુવાનો રૂથને સાથ આપવા તૈયાર હતા, તેમ છતાં તેણે પોતે કામ કરવાનું ચાલુ રાખ્યું. બાઇબલ આવી મહેનતુ અને કુશળ સ્ત્રીના ઘણાં વખાણ કરે છે. (નીતિવચનો ૩૧:૧૦-૩૧; રૂથ ૨:૭, ૧૫-૧૭)

રૂથ ઘણી વિશ્વાસુ અને નમ્ર સ્વભાવની હતી. તેણે વિધવા રહીને ઘણો ભોગ પણ આપ્યો. તેની સાસુ નાઓમીને સાથ આપવા માટે તેણે પોતાનું માવતર છોડી દીધું. તેમ જ તેણે તેની સાસુનો ધર્મ અપનાવીને યહોવાહની ભક્તિ કરી. તેથી દરેકને તે ઘણી વહાલી હતી. શાસ્ત્રની ભાષામાં રૂથ નાઓમીને ‘સાત દીકરાથી પણ વધારે’ સારી લાગી.​—⁠રૂથ ૧:​૧૬, ૧૭; ૨:​૧૧, ૧૨; ૪:⁠૧૫.

રૂથના ગુણો ફક્ત માણસોએ જ નહિ, પરંતુ પરમેશ્વરે પણ વખાણ્યા. તેથી તેને ઈસુ ખ્રિસ્તના પૂર્વજ બનવાનો આશીર્વાદ મળ્યો. (માત્થી ૧:૫; ૧ પીતર ૩:૪) રૂથ, યહોવાહના ઉપાસકો માટે સુંદર નમૂનો પૂરો પાડે છે, ખાસ કરીને ખ્રિસ્તી બહેનો માટે.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.