સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુકાળના સમયમાં રાહત

દુકાળના સમયમાં રાહત

દુકાળના સમયમાં રાહત

તમને લાગશે કે આ વળી ‘કયો દુકાળ?’ આ ખરા ધર્મના જ્ઞાન વિષેનો દુકાળ છે. એક પ્રાચીન સમયના યહુદી પ્રબોધક એ વિષે જણાવે છે: “પ્રભુ યહોવાહ કહે છે, જુઓ, એવા દિવસો આવે છે, કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્‍નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.” (આમોસ ૮:૧૧) ખરા જ્ઞાનના દુકાળમાં રાહત લાવવા માટે ૪૮ સભ્યોને વૉચટાવર ગિલયડની સ્કુલ જે ન્યૂયૉર્ક, પૅટરસનમાં રાખવામાં આવે છે, ત્યાંનાં ૧૧૨માં વર્ગમાં તાલીમ મળી. અને પછી તેઓને ૧૯ જુદા જુદા દેશોમાં, અને ટાપુઓમાં મોકલવામાં આવ્યા.

તેઓ આ દુકાળમાં ખોરાક નહિ, પરંતુ જ્ઞાન, અનુભવ અને તાલીમ લઈને જાય છે. પાંચ મહિના સુધી તેઓએ બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો જેથી દેશ-વિદેશના લોકોની મિશનરી સેવા માટે, તેઓનો વિશ્વાસ મજબૂત થાય. માર્ચ ૯, ૨૦૦૨માં તેઓનો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હતો, જે ૫,૫૫૪ લોકોએ ખુશીથી સાંભળ્યો હતો.

સ્ટીવન લેટ જે યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય છે, તેમણે ઉત્સાહથી કાર્યક્રમની શરૂઆત કરી. અલગ અલગ દેશોથી આવેલા મહેમાનોએ તેમને આવકાર આપ્યો. તેમણે ઈસુનાં શબ્દોની સમજણ આપી કે, “તમે જગતનું અજવાળું છો.” (માત્થી ૫:૧૪) આ અજવાળું મિશનરીઓની સેવા છે. પછી તે સમજાવે છે: ‘તમારી સેવામાં યહોવાહના અદ્‍ભુત કાર્યોનું “અજવાળું” આપો, જેથી નમ્ર લોકો યહોવાહના સુંદર કાર્યો અને હેતુઓ જોઈ શકે.’ ભાઈ લેટે મિશનરીઓને બાઇબલનો પ્રકાશ ફેલાવવાનું ઉત્તેજન આપ્યું. જેથી જૂઠી માન્યતાઓનો અંધકાર દૂર કરીને સચ્ચાઈને ચાહનારાઓને ખરું માર્ગદર્શન મળે.

સફળતા માટે યોગ્ય વલણ રાખવું

કાર્યક્રમની શરૂઆત પછી, મિશનરીઓને સફળ થવા માટે અનેક પ્રવચનો તૈયાર કરવામાં આવ્યા હતા. બાલ્તસાર પર્લા, યુનાઇટેડ સ્ટેટ્‌સ શાખા સમિતિના સભ્યએ, તેઓમાંનો પહેલો વાર્તાલાપ આપ્યો. જેનો વિષય, “હિમ્મતવાન થઈને એ કામ કર” હતો. (૧ કાળવૃત્તાંત ૨૮:૨૦) પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાનને એક અઘરું કામ કરવાનું હતું. એ કામ યરૂશાલેમમાં, યહોવાહનું મંદિર બાંધવાનું હતું. એવું કામ તેમણે કદી કર્યું ન હતું. સુલેમાને એ કામ શરૂ કર્યું અને યહોવાહના આશીર્વાદથી એ મંદિરનું કામકાજ પૂરુ થઈ શક્યું. આ બનાવમાંથી શીખવવા માટે ભાઈ પર્લાએ જણાવ્યું: ‘તમને મિશનરી સેવાની, નવી સોંપણી મળી છે તેથી તમારે બળવાન તથા ખૂબ હિમ્મતવાન બનવાની જરૂર છે.’ જો તેઓ યહોવાહથી દૂર નહિ જાય તો, યહોવાહ પણ તેઓને કદી છોડશે નહિ, એ જાણીને વિદ્યાર્થીઓને દિલાસો મળ્યો. ભાઈએ પછી જે જણાવ્યું એ સાંભળીને બધા જ શ્રોતાઓનું દિલ પીગળી ગયું. તેમણે કહ્યું: ‘મિશનરી તરીકે તમે ઘણું સારું કરી શકો છો. મને અને મારા કુટુંબને મિશનરીઓએ સત્ય શીખવ્યું!’

“સફળતા માટે યહોવાહ તરફ જુઓ” એ વિષય પર, નિયામક જૂથના સભ્ય સેમ્યુલ હર્ડએ વાર્તાલાપ આપ્યો. આ વિદ્યાર્થીઓને, મિશનરી સેવા શરૂ કર્યા પછી સફળતા મળશે કે કેમ, એ યહોવાહ સાથેના તેમના સંબંધ પર આધાર રાખે છે. ભાઈ હર્ડએ તેઓને સલાહ આપી: ‘ગિલયડની તાલીમ દ્વારા, તમે બાઇબલમાંથી ઘણું શીખ્યા છો અને તમને શીખવાની મજા પણ આવી છે. પરંતુ, ખરી સફળતા માટે એ શિક્ષણ બીજા લોકોને આપો.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) મિશનરીઓને બીજા લોકોની સેવામાં ‘અર્પણ’ થવાની ઘણી તકો મળે છે.​—⁠ફિલિપી ૨:૧૭.

છેવટે, આ શિક્ષકો તેઓના વિદ્યાર્થીઓને શું સલાહ આપશે? માર્ક નુમેરનો વિષય રૂથ ૩:૧૮માંથી લેવાયો હતો, ‘બાબતનું શું પરિણામ આવશે તેની રાહ જુઓ.’ ભાઈ નુમેરે રૂથ અને નાઓમીના દાખલામાંથી શીખવ્યું કે, પૃથ્વી પર યહોવાહની સંસ્થા છે, તેના પર પૂરો ભરોસો રાખવો અને પરમેશ્વરે જેને અધિકાર આપ્યો છે તેઓનું માન રાખવું. વિદ્યાર્થીઓને ખૂબ જ ગમ્યું જ્યારે ભાઈ નુમેરે કહ્યું કે ‘અમુક વખતે, તમને અસર કરે એવા નિર્ણયો શા માટે લેવામાં આવે છે એ સમજી શકતાં ન હોય, તો તમે શું કરશો? શું તમે મન ફાવે તેમ કરશો, કે પછી પૂરાં ભરોસાથી યહોવાહની ‘રાહ’ જોશો, જેથી પરિણામ સારું જ આવે.’ (રૂમી ૮:૨૮) તેમણે પછી સલાહ આપી કે પરમેશ્વરના ‘રાજ્ય હેતુ આગળ વધારવામાં વ્યસ્ત રહો અને વ્યક્તિઓની ભૂલો તરફ નહિ પરંતુ યહોવાહની આખી સંસ્થા તરફ જુઓ,’ આમ કરવાથી મિશનરીઓ દેશ-વિદેશમાં સારી રીતે સેવા આપી શકશે.

વોલીસ લીવરન્સ, પોતે મિશનરી હતા અને હવે તે ગિલયડના એક શિક્ષક છે. તેમણે છેલ્લો વાર્તાલાપ આપ્યો, જેનો વિષય હતો, “પરમેશ્વરની સેવાને જીવનમાં પહેલી મૂકવી.” તેમણે શીખવ્યું કે પ્રબોધક દાનીયેલ, અને યિર્મેયાહનાં લખાણોમાંથી જોઈ શક્યા કે ઈસ્રાએલીઓનો ગુલામીમાંથી છુટકારો નજીક હતો. (યિર્મેયાહ ૨૫:૧૧; દાનીયેલ ૯:૨) યહોવાહ સમયસર શું કરવાનાં છે એ દાનીયેલ જાણતા હતા, તેથી તેણે યહોવાહની સેવા જીવનમાં પહેલા મૂકી. પરંતુ પ્રબોધક હાગ્ગાયના સમયમાં જે ઈસ્રાએલીઓ રહેતા હતા તેઓ એમ માનતા હતા કે હજુ “વખત આવ્યો નથી.” (હાગ્ગાય ૧:૨) તેઓ કેવા સમયમાં રહેતા હતા એ ભૂલી ગયા અને એશ-આરામનું જીવન જીવવા લાગ્યા. અરે મંદિરને ફરી બાંધવા માટે તેઓને બાબેલોનથી છોડવામાં આવ્યા હતા એ પણ ભૂલી ગયા. ભાઈ લીવરન્સે છેલ્લે કહ્યું: “તેથી યહોવાહની સેવા હંમેશા તમારા જીવનમાં પ્રથમ મૂકો.”

ગિલયડના શિક્ષક, લોરન્સ બોવને આ વિષય પર ચર્ચા કરી કે, “જે તેમના જીવંત શબ્દનો ઉપયોગ કરે છે તેને યહોવાહ આશીર્વાદ આપે છે.” (હેબ્રી ૪:૧૨) આ ચર્ચામાં ગિલયડ વર્ગને ક્ષેત્રસેવામાં જે અનુભવો થયા અને પ્રચાર કરતી વખતે બાઇબલનો ઉપયોગ કરવાથી યહોવાહ કેવા આશીર્વાદ આપે છે, એ વિષે જણાવામાં આવ્યું. ભાઈએ બતાવ્યું કે ઈસુએ પરમેશ્વરના સેવકો માટે સરસ દાખલો બેસાડયો: ‘ઈસુ ખરેખર કહી શકે કે તેમણે જે કંઈ શીખવ્યું તે પોતાનો જ કક્કો નહિ પરંતુ પરમેશ્વરના શબ્દમાંથી શીખવ્યું.’ એ સમયે, નમ્ર લોકો સત્ય પારખી શક્યા અને એ જાણવા સારા પગલા ભર્યા. (યોહાન ૭:૧૬, ૧૭) આજે પણ આમ જ થાય છે.

ગિલયડમાં દરેક સારા કાર્ય માટે તાલીમ અપાય છે

રીચડ એબ્રહામસન અને પૅટ્રિક લાફ્રૅંકા જે લાંબા સમયથી બેથેલમાં સેવા કરે છે, તેઓએ અગાઉના છ મિશનરીઓના ઇન્ટર્વ્યૂં લીધા, જેઓ હવે પોતાનો પૂરો સમય અનેક પ્રકારની સેવામાં વાપરે છે. ભલે તેઓ ગમે એ સેવા કરતા હોય, પરંતુ તેઓ બાઇબલ અભ્યાસ કરવાની, સંશોધન કરવાની અને લોકો સાથે હળી-મળીને રહેવાની ગિલયડની તાલીમ હજુ વાપરે છે. એ સાંભળીને, આ ૧૧૨મા વર્ગના વિદ્યાર્થીઓને ઉત્તેજન મળ્યું.

નિયામક જૂથના સભ્ય, થીયોડોર જારસે આ કાર્યક્રમનું મુખ્ય પ્રવચન આપ્યું, જેનો વિષય હતો “શેતાનની નફરત સહન કરવાથી શું ફાયદો થાય.” છેલ્લા પાંચ મહિનાથી આ વિદ્યાર્થીઓ એક પ્રેમાળ દેવશાહી, વાતાવરણમાં હતા. તેઓ શીખ્યા કે આપણે દુશ્મનના જગતમાં રહીએ છીએ. તેથી જગત ફરતે યહોવાહના લોકો પર હુમલા થાય છે. (માત્થી ૨૪:૯) બાઇબલમાંથી અનેક અહેવાલો બતાવીને ભાઈ જારસે બતાવ્યું કે, ‘શેતાન આપણા પર જ નજર રાખતો હોવાથી આપણે યહોવાહને એકદમ વળગી રહીએ, જેથી કોઈ પણ કસોટી પાર કરવાની હિંમત મળે.’ (અયૂબ ૧:૮; દાનીયેલ ૬:૪; યોહાન ૧૫:૨૦; પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) ભાઇએ અંતે જણાવ્યું કે, ‘દેવના ભક્તો સામે, ભલે ગમે તેવા હુમલા થાય છતાં, જેમ યશાયાહ ૫૪:૧૭ જણાવે છે તેમ આપણી ‘વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ.’ યહોવાહ આપણને પોતાના સમયે અને પોતાની રીતે જરૂર બચાવશે.’

“સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર” થયેલા ૧૧૨માં ગિલયડના વિદ્યાર્થીઓ, હવે ખરેખર દેશ-વિદેશના આત્મિક દુકાળને દૂર કરવા તૈયાર છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) તેઓ પરમેશ્વરનો સંદેશો, આ દેશોમાં કેવી રીતે પહોંચાડે છે, એ જાણવા માટે આપણે આતુર છીએ.

[પાન ૨૩ પર બોક્સ]

વર્ગની વિગતો

દેશોને પ્રતિનિધ કર્યાની સંખ્યા: ૬

સોંપણી કરવામાં આવેલા દેશોની સંખ્યા: ૧૯

વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૮

સરેરાશ ઉંમર: ૩૩.૨

સત્યમાં સરેરાશ વર્ષો: ૧૫.૭

પૂરા-સમયના સેવાકાર્યમાં સરેરાશ વર્ષો: ૧૨.૨

[પાન ૨૪ પર ચિત્ર]

વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૨મો સ્નાતક વર્ગ

નીચે આપેલા નામો, જેઓ આગળ ઊભા છે, તેઓથી શરૂ થાય છે, અને એ નામો દરેક લાઈનમાં ડાબેથી જમણે આપવામાં આવ્યાં છે.

(૧) પારોટ, એમ.; હુકર, ઈ.; અનાયા, આર.; રેનોલ્ડ્‌સ, જે.; જેસવાલડે, કે.; ગોનઝાલ્ઝિ, જે. (૨) રોબીનસ્ન, સી.; ફિલિપ્સ, બી.; મૈડમંટ, કે.; મોર, આઈ.; નોક્સ, જે.; બારનેટ, સી. (૩) સ્ટર્સ, ટી.; પામર, બી.; યાન, સી.; ગૃટહ્ય્‌સ, એસ.; ગ્રોપિ, ટી.; બાક, સી. (૪) અનાયા, આર.; સુકોરેફ, ઈ.; સ્ટુઅટ, કે.; સીમોઝરાગ, એન.; સિમોટ્રેલ, સી.; બાક, ઈ. (૫) સ્ટુઅટ, આર.; યાન, એચ.; ગિલફેધર, એ.; હારિસ, આર.; બારનેટ, ડી.; પારોટ, એસ. (૬) મૈડમંટ, એ.; મોર, જે.; ગૃટહ્ય્‌સ, સી.; ગિલફેધર, સી.; નોક્સ, સી.; સ્ટાઈસ, ટી. (૭) જેસવાલડે, ડી.; ગ્રોપિ, ટી.; સુકોરેફ, બી.; પામર, જી.; ફિલિપ્સ, એન.; સિમોટ્રેલ, જે. (૮) હારિસ, એસ.; હુકર, પી.; ગોનઝાલ્ઝિ, જે.; સીમોઝરાગ, ડી.; રેનોલ્ડ્‌સ, ડી.; રોબીનસ્ન, એમ.