સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણી મુશ્કેલીઓનો કદી અંત આવશે?

શું આપણી મુશ્કેલીઓનો કદી અંત આવશે?

શું આપણી મુશ્કેલીઓનો કદી અંત આવશે?

જગતની હાલત વિષે આયર્લૅન્ડના એક અહેવાલમાં આમ જણાવ્યું: “આજે પૃથ્વીની પા ભાગની વસ્તી ગરીબીમાં રહે છે, ૧.૩ અબજ લોકો એક ડોલરથી પણ ઓછા પૈસામાં જીવન ગુજારે છે, ૧ અબજ લોકો અભણ છે, ૧.૩ અબજ લોકો પાસે પીવા શુદ્ધ પાણી પણ નથી, અને ૧ અબજ લોકો દરરોજ ભૂખ્યા સૂઈ જાય છે.”

એ કેટલું દુઃખદ કહેવાય કે મનુષ્યો, જગતની મુશ્કેલીઓનો અંત લાવી શકયા નથી! એ અહેવાલે એમ પણ જણાવ્યું કે, મોટા ભાગે લાચાર અને નિર્દોષ સ્ત્રી-બાળકો મુશ્કેલીઓનો ભોગ બને છે. એ જાણવાથી ખુબ જ દુઃખ થાય છે. શું એ નિરાશાજનક નથી કે ૨૧મી સદીમાં પણ “અગણિત લોકોનો દરરોજ” માનવ હક્ક છીનવી લેવામાં આવે છે? એવું ૨૦૦૦માં દુનિયાના બાળકોની હાલત (અંગ્રેજી) અહેવાલે જણાવ્યું.

“એક જ પેઢીમાં નવી દુનિયા”

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડનું (યુનિસેફ) એવું માનવું છે કે “સમાજમાં જે મુશ્કેલીઓ આવી પડે છે . . . એનાથી લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. પરંતુ, એ દૂર થઈ શકે એમ છે.” તેમ જ એમા એમ પણ કહ્યું કે અબજો લોકો ક્રૂર પરિસ્થિતિ સહી રહ્યા છે, “જે દૂર કરી શકાય એમ નથી.” હકીકતમાં તેઓએ એમ જાહેર કર્યું છે કે “દરેક લોકોને જાણવું જોઈએ કે એક જ પેઢીમાં નવી દુનિયા આવવાની શક્યતા છે.” તેઓનું માનવું છે કે એ દુનિયામાં સર્વ લોકો “ગરીબી, જાતિ ભેદભાવ, હિંસા અને બીમારીથી મુક્ત થશે.”

આજે જેઓ “ઝઘડા અને દુઃખો” દૂર કરવા સખત મહેનત કરી રહ્યા છે તેઓને જોઈને, સદ્‍ગુણ વિચાર ધરાવતા લોકોને હિંમત મળે છે. દાખલા તરીકે, ૧૫ વર્ષ પહેલાં રશિયામાં આવેલ ચેર્નોબિલના અણુમથકમાં દુર્ઘટના થઈ હતી. તેથી, ચેર્નોબિલના બાળકોની સારવાર, નામની યોજના કરવામાં આવી. તેઓ, “એ દુર્ઘટનાના કારણે હજારો બાળકોને કેન્સર થયું હોવાથી તેઓના દુઃખમાં રાહત આપવા સખત મદદ કરી રહ્યા છે,” એમ ધ આઈરીશ એક્ઝામિનર, એપ્રિલ ૪, ૨૦૦૦નું છાપું કહે છે. આજે યુદ્ધો અને આફતોના ભોગ બનેલા અગણિત લોકોનું દુઃખ હળવું કરવા, નાની મોટી ચેરીટીઓની મદદથી ઘણા લાભો થયા છે.

તેમ છતાં, જેઓ માનવ સેવા આપી રહ્યા છે, તેઓની નજર સામે જ હકીકત ઉભી હોય છે. તેમ જ “વર્ષો પહેલાં જે મુશ્કેલીઓ હતી, એના કરતાં આજની મુશ્કેલીઓના મૂળિયાં ખુબ જ ઊંડા છે.” ડેવિડ બેગ, આઈરીશ ચેરીટી કમિશનરના મુખ્ય મંત્રી છે. તે કહે છે કે મોઝામ્બિકમાં ભયંકર પૂર આવ્યું ત્યારે “અનેક પંથો, કામદારો અને લોકોએ માની ન શકાય એવી રીતે મદદ પૂરી પાડી હતી. પરંતુ, અમે એકલા હાથે આવી આફતો સામે ઊભા રહી શકીએ એમ નથી.” આફ્રિકામાં જે મદદ મોકલવામાં આવે છે એ વિષે તેમણે સીધેસીધી રીતે આમ કહ્યું: “જેમ આશા આપતા અમુક દીવાઓ ટગુમગુ બળતા હોય એના જેવા તેઓ છે.” તેમણે જગતની હાલત વિષે જે હકીકત જણાવી એની સાથે કદાચ ઘણા લોકો સહમત થશે.

“એક જ પેઢીમાં નવી દુનિયા” આવશે એવી આશા રાખવી, શું આપણા માટે વાજબી છે? જો કે જે રીતે આજે માનવ સેવા આપવામાં આવે છે એ ખરેખર પ્રશંસનીય છે. તેમ છતાં, ન્યાયી નવી દુનિયા લાવવા માટે બીજો કોઈ ઇલાજ હોય તો, એ તપાસવો ખરેખર વાજબી કહેવાશે. બાઇબલ બતાવે છે કે એ કઈ રીતે આવશે. એના વિષે હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.

[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પાન ૩, બાળકો: UN/DPI Photo by James Bu