સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

છેતરાશો નહિ

છેતરાશો નહિ

છેતરાશો નહિ

મનુષ્યને ઉત્પન્‍ન કરવામાં આવ્યો ત્યારથી છેતરપિંડી જોવા મળે છે. ઇતિહાસમાં સૌથી પહેલો બનાવ છેતરપિંડીનો નોંધવામાં આવ્યો છે. એ બનાવ શેતાને, હવાને એદન બાગમાં છેતરી ત્યારનો છે.​—⁠ઉત્પત્તિ ૩:૧૩; ૧ તીમોથી ૨:૧૪.

ત્યારથી લઈને પૃથ્વી પર છેતરપિંડી ન થઈ હોય એવું ક્યારેય બન્યું નથી, ખાસ કરીને આજે તો એ સાવ સામાન્ય બની ગઈ છે. આજના સમય વિષે અગાઉથી ભાખતા બાઇબલ ચેતવણી આપે છે: “દુષ્ટ માણસો અને જૂઠા શિક્ષકો વધુ ને વધુ દુષ્ટ બનતા જશે. તેઓ જાતે શેતાનથી છેતરાયા છે અને ઘણાંઓને તેઓ છેતરશે.”​—⁠૨ તીમોથી ૩:​૧૩, IBSI.

જુદા જુદા અનેક કારણોને લીધે લોકોને છેતરવામાં આવે છે. ધુતારાઓ અને જૂઠાં વચનો આપીને વિશ્વાસ જીતી લેનારાઓ, લોકોના પૈસા પડાવી લેવા તેઓને છેતરે છે. અમુક નેતાઓ કોઈ પણ કિંમતે સત્તા પર ચીટકી રહેવા પોતાના મતદારોને છેતરતા હોય છે. અરે, કેટલાક તો, પોતાની જાતને પણ છેતરતા હોય છે. અણગમતી હકીકતને સ્વીકારવાને બદલે તેઓ પોતાને એમ મનાવીને છેતરતા હોય છે કે ધૂમ્રપાન, નશીલા પદાર્થોનું વ્યસન અને જાતીય અનૈતિકતા જેવા ખરાબ આચરણોમાં કોઈ જોખમ નથી.

ધર્મની બાબતમાં પણ લોકો છેતરાતા હોય છે. ઈસુના સમયના ધર્મગુરુઓ લોકોને છેતરતા હતા. આ ઢોંગી ધર્મગુરુઓને ઈસુએ કહ્યું: “તેઓ આંધળા દોરનારા છે; અને જો આંધળો આંધળાને દોરે તો બન્‍ને ખાડામાં પડશે.” (માત્થી ૧૫:૧૪) વધુમાં, ધાર્મિક બાબતોમાં પણ લોકો પોતાને છેતરતા હોય છે. નીતિવચનો ૧૪:૧૨ કહે છે: “એક એવો માર્ગ છે, કે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.”

હા, એમાં કોઈ નવાઈ નથી કે ઈસુના સમયની જેમ આજે ઘણાં લોકો ધાર્મિક બાબતોમાં છેતરાતા હોય છે! પ્રેષિત પાઊલે કહ્યું કે શેતાને “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારૂ કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય.”​—⁠૨ કોરીંથી ૪:૪.

કોઈ ઠગ વ્યક્તિ આપણને છેતરે તો આપણે પૈસા ગુમાવીએ છીએ. એક નેતા આપણને છેતરે તો, આપણે અમુક સ્વતંત્રતા ગુમાવી શકીએ છીએ. પરંતુ જો શેતાન આપણને ઈસુ ખ્રિસ્ત વિષેના સત્યનો નકાર કરવા માટે છેતરે તો, આપણે અનંતજીવન ગુમાવીશું. તેથી સાવધ રહો, છેતરાશો નહીં. ધાર્મિક સત્યના એક માત્ર ઉદ્‍ભવ બાઇબલને ખુલ્લા દિલથી અને મનથી ધ્યાન આપો. જો એમ નહિ કરીશું તો, આપણે સૌથી મોટા લાભને ગુમાવીશું.​—⁠યોહાન ૧૭:૩.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.