સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પ્રકાશ આપીને પોતાના લોકોની શોભા વધારે છે

યહોવાહ પ્રકાશ આપીને પોતાના લોકોની શોભા વધારે છે

યહોવાહ પ્રકાશ આપીને પોતાના લોકોની શોભા વધારે છે

“[અરે સ્ત્રી] ઊઠ, પ્રકાશિત થા; કેમકે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.”​—⁠યશાયાહ ૬૦:​૧.

૧, ૨. (ક) માણસોની પરિસ્થિતિ કેવી છે? (ખ) માણસજાતના અંધકાર પાછળ કોનો હાથ છે?

 “આપણા સમયમાં યશાયાહ કે સંત પાઊલ જેવું કોઈ હોત તો કેવું સારું!” આમ, ૧૯૪૦ના દાયકાના અમેરિકાના પ્રમુખ હેરી ટૃમેને દુઃખ વ્યક્ત કરતા કહ્યું. તેમણે શા માટે આમ કહ્યું? કારણ કે તેમણે જોયું કે એ સમયે દુનિયાને ઉચ્ચ નૈતિક માર્ગદર્શન આપી શકે એવા ટોચના સારા નેતાઓની જરૂર છે. જગત ૨૦મી સદીના સૌથી અંધકારમય સમય, એટલે કે બીજા વિશ્વયુદ્ધમાંથી હમણાં જ પસાર થયું હતું. જોકે, યુદ્ધ તો બંધ થઈ ગયું હતું, પરંતુ જગતમાં હજુ શાંતિ ન હતી. ચોતરફ અંધકાર છવાયેલો હતો. ખરેખર, આજે એ યુદ્ધના ૫૭ વર્ષ પછી પણ જગત અંધકારમાં છે. જો પ્રમુખ ટૃમેન આજે જીવતા હોત તો, ચોક્કસ તેમણે પણ યશાયાહ કે પાઊલ જેવા સારા નેતાઓની જરૂર અનુભવી હોત.

આપણને ખબર નથી કે પ્રમુખ ટૃમેન અંધકારના મૂળ વિષે જાણતા હતા કે કેમ, પરંતુ, પાઊલે પોતાના લખાણોમાં એનાથી સાવધ રહેવા જણાવ્યું હતું. દાખલા તરીકે, પાઊલે સાથી ખ્રિસ્તીઓને ચેતવણી આપી: “આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (એફેસી ૬:૧૨) આ શબ્દોથી પાઊલે બતાવ્યું કે તે જગતમાં ચારેબાજુ ફેલાયેલા અંધકાર વિષે વાકેફગાર હતા અને તે એ પણ જાણતા હતા કે એની પાછળ “જગતના સત્તાધારીઓ” અથવા દુષ્ટ અપદૂતોનો હાથ છે. જગતના આ અંધકાર પાછળ શક્તિશાળી અપદૂતો હોવાથી, એને દૂર કરવા નિર્બળ માનવીઓ શું કરી શકે?

૩. માણસજાત અંધકારમાં હોવા છતાં, યશાયાહે વિશ્વાસુ વ્યક્તિઓ માટે શું ભાખ્યું?

યશાયાહે પણ માણસજાતને અસર કરતા આ અંધકાર વિષે ભાખ્યું. (યશાયાહ ૮:​૨૨; ૫૯:૯) તેમ છતાં, આપણા દિવસોની રાહ જોતા તેમણે પરમેશ્વરની પ્રેરણાથી ભાખ્યું કે આ અંધકારના સમયમાં, જેઓ પ્રકાશને ચાહે છે, તેઓને યહોવાહ પ્રકાશિત કરશે. તો પછી, ભલે આજે આપણી પાસે માર્ગદર્શન માટે પાઊલ કે યશાયાહ નથી, પરંતુ આપણી પાસે તેમનાં પ્રેરિત લખાણો છે. યહોવાહને પ્રેમ કરનારાઓ માટે કયા આશીર્વાદો છે એ જોવા, ચાલો આપણે યશાયાહે લખેલા ૬૦મા અધ્યાયની ભવિષ્યવાણીને ધ્યાનમાં લઈએ.

ભવિષ્યવાણીમાં સ્ત્રી પ્રકાશ આપે છે

૪, ૫. (ક) યહોવાહ સ્ત્રીને શું કરવાની આજ્ઞા આપે છે, અને તેને કયું વચન આપે છે? (ખ) યશાયાહના ૬૦મા અધ્યાયમાં કઈ રોમાંચક માહિતી આપવામાં આવી છે?

યશાયાહના ૬૦મા અધ્યાયની શરૂઆતની કલમોમાં એક સ્ત્રીની દુઃખદ સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. તે જમીન પર પડેલી છે અને તેની ચારે બાજુ અંધકાર છવાયેલો છે. પરંતુ અચાનક પ્રકાશ થાય છે અને યહોવાહ તેને કહે છે: “[અરે સ્ત્રી] ઊઠ, પ્રકાશિત થા; કેમકે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.” (યશાયાહ ૬૦:૧) આ સ્ત્રી માટે સમય આવ્યો છે કે તે ઊઠે અને પરમેશ્વરના પ્રકાશ, તેમના મહિમાને ફેલાવે. શા માટે? એનો જવાબ આપણને ત્યાર પછીની કલમમાં જોવા મળે છે: “જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવાહ તારા પર ઊગશે, ને તેનો મહિમા તારા પર દેખાશે.” (યશાયાહ ૬૦:૨) આ સ્ત્રી યહોવાહની આજ્ઞાઓ પાળે છે ત્યારે, તેને અદ્‍ભુત પરિણામની ખાતરી આપવામાં આવે છે. યહોવાહ કહે છે: “પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે.”​—⁠યશાયાહ ૬૦:⁠૩.

આ ત્રણ કલમોમાં, યશાયાહના ૬૦મા અધ્યાયની શરૂઆત અને બાકીની કલમોનો સારાંશ આપવામાં આવ્યો છે. એ પ્રબોધકીય સ્ત્રીના અનુભવો વિષે ભાખે છે, તેમ જ સમજાવે છે કે આખા જગતમાં અંધકાર છે છતાં, કઈ રીતે આપણે યહોવાહના પ્રકાશમાં રહી શકીએ છીએ. પરંતુ, આ શરૂઆતની ત્રણ કલમોનો ખરેખર શું અર્થ થાય છે?

૬. યશાયાહ અધ્યાય ૬૦માંની સ્ત્રી કોણ છે, અને પૃથ્વી પર એ કોને લાગુ પડે છે?

યશાયાહ ૬૦:૧-૩માં બતાવેલી સ્ત્રી સિયોન છે. એ આત્મિક વ્યક્તિઓનું બનેલું યહોવાહનું સ્વર્ગીય સંગઠન છે. આજે, પૃથ્વી પરના ‘દેવના ઈસ્રાએલનો’ શેષભાગ સિયોનનું પ્રતિનિધિત્વ કરે છે. એ આત્માથી અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ છે, જેને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવાની આશા છે. (ગલાતી ૬:​૧૬) આ આત્મિક રાષ્ટ્ર ૧,૪૪,૦૦૦ સભ્યોનું બનેલું છે. તેઓમાંથી જેઓ આ “છેલ્લા સમયમાં” પૃથ્વી પર જીવી રહ્યા છે, તેઓ પર યશાયાહના ૬૦માં અધ્યાયની પરિપૂર્ણતા થઈ રહી છે. (૨ તીમોથી ૩:૧; પ્રકટીકરણ ૧૪:૧) આ ભવિષ્યવાણી અભિષિક્ત ખ્રિસ્તીઓના સાથીઓ, “બીજાં ઘેટાં” જે ‘મોટી સભાના’ છે, તેઓ વિષે પણ જણાવે છે.​—⁠પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:⁠૧૬.

૭. વર્ષ ૧૯૧૮માં સિયોનની શું સ્થિતિ હતી, અને એ વિષે કઈ રીતે ભવિષ્યવાણી કરવામાં આવી હતી?

પ્રબોધકીય સ્ત્રીની જેમ, શું એક સમયે ‘દેવનું ઈસ્રાએલ’ પણ અંધકારમાં પડી રહ્યું હતું? હા, એ ૮૦ કરતાં વધારે વર્ષો પહેલાં બન્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, અભિષિક્ત ખ્રિસ્તીઓએ પ્રચાર કાર્ય ચાલુ રાખવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. વળી, યુદ્ધના છેલ્લા વર્ષ ૧૯૧૮માં તો પ્રચાર કાર્ય લગભગ બંધ કરી દેવામાં આવ્યું. જગતવ્યાપી પ્રચાર કાર્યની દેખરેખ રાખતા ભાઈ જોસફ એફ. રધરફર્ડ, તથા આગેવાની લેતા બીજા ભાઈઓ પર ખોટા આરોપો મૂકીને તેઓને જેલની લાંબી સજા કરવામાં આવી. એ સમયના અભિષિક્ત ખ્રિસ્તીઓનું વર્ણન, પ્રકટીકરણના પુસ્તકમાં ‘આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાતા મોટા નગરના’ રસ્તામાં પડી રહેલા મુડદાં તરીકે કરવામાં આવ્યું હતું. (પ્રકટીકરણ ૧૧:૮) આમ, સિયોનના બાળકો, અથવા પૃથ્વી પરના અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે ખરેખર અંધકારનો સમય હતો!

૮. વર્ષ ૧૯૧૯માં કયો મોટો ફેરફાર જોવા મળ્યો, અને એનું શું પરિણામ આવ્યું?

ત્યાર બાદ, વર્ષ ૧૯૧૯માં એક મોટો ફેરફાર જોવા મળ્યો. યહોવાહે સિયોન પર પોતાનો પ્રકાશ ચમકાવ્યો! પરમેશ્વરના ઈસ્રાએલનો આ શેષભાગ ફરીથી ઊભો થયો અને તેમના પ્રકાશને ફેલાવવા લાગ્યો. તેઓએ કોઈપણ જાતના ડર વગર રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. (માત્થી ૫:​૧૪-​૧૬) આ ભાઈઓએ ફરી પૂરા જોમથી પ્રચાર કર્યો એ માટે આપણે આભારી છીએ, કેમ કે એનાથી બીજાઓ યહોવાહના પ્રકાશ તરફ ખેંચાયા. શરૂઆતમાં, આ નવા આવનારાઓને પરમેશ્વરના ઈસ્રાએલના વધારાના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓને યશાયાહ ૬૦:૩માં રાજાઓ કહેવામાં આવ્યા, કેમ કે તેઓ પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યમાં ખ્રિસ્ત સાથે રાજ કરવાના છે. (પ્રકટીકરણ ૨૦:૬) ત્યાર પછી, બીજાં ઘેટાંનું મોટું ટોળું યહોવાહના પ્રકાશ તરફ ખેંચાયું. તેઓ ભવિષ્યવાણીમાં ઉલ્લેખવામાં આવેલી “પ્રજાઓ” છે.

સ્ત્રીના બાળકો ઘરે આવે છે!

૯, ૧૦. (ક) સ્ત્રી કયું દૃશ્ય જોઈને ખુશ થઈ જાય છે, અને એ શાને લાગુ પડે છે? (ખ) સિયોન પાસે આનંદ કરવાનું કયું કારણ છે?

યશાયાહ ૬૦:૧-૩ની ભવિષ્યવાણી વિષે વધારે જાણકારી આપતા યહોવાહ હવે સ્ત્રીને બીજી એક આજ્ઞા આપે છે. તે જે કહે છે એ સાંભળો: “તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો.” સ્ત્રી એ જુએ છે ત્યારે, તે કેટલી આનંદિત થઈ જાય છે! તેનાં બાળકો ઘરે આવી રહ્યાં છે. કલમ આગળ કહે છે: “તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે; તારા પુત્રો દૂરથી આવશે, ને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.” (યશાયાહ ૬૦:૪) વર્ષ ૧૯૧૯થી દુનિયાભરમાં રાજ્યને જાહેર કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી, હજારો નવી વ્યક્તિઓ પરમેશ્વરની સેવામાં જોડાઈ રહી છે. તેઓ પણ સિયોન, પરમેશ્વરના ઈસ્રાએલના અભિષિક્ત સભ્યોના “પુત્રો” અને ‘પુત્રીઓ’ બને છે. આમ, યહોવાહે ૧,૪૪,૦૦૦માંથી બાકી રહેલા લોકોને પ્રકાશ આપીને સિયોનની શોભા વધારી છે.

૧૦ સિયોને પોતાનાં બાળકોને પાછા મેળવીને કેટલો આનંદ અનુભવ્યો હશે એની શું તમે કલ્પના કરી શકો છો? તેમ છતાં, યહોવાહ સિયોનને ખુશ થવાના બીજા કારણો પણ આપે છે. એમાં આપણે વાંચીએ છીએ: “ત્યારે તું તે જોઇને પ્રકાશિત થઈશ, ને તારૂં હૃદય ઉછળશે ને પ્રફુલ્લિત થશે; કેમકે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે, ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.” (યશાયાહ ૬૦:૫) એ પ્રબોધકીય શબ્દોના સુમેળમાં, ૧૯૩૦ના દાયકાથી, પૃથ્વી પર જીવવાની આશા રાખતા ખ્રિસ્તીઓ સિયોનમાં વધી રહ્યા છે. તેઓ ‘સમુદ્રથી,’ એટલે કે પરમેશ્વરથી દૂર થઈ ગયેલી માનવજાતિમાંથી બહાર નીકળી આવ્યા છે, અને તેઓને પ્રજાઓનું દ્રવ્ય તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તેઓ “સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ” છે. (હાગ્ગાય ૨:૭; યશાયાહ ૫૭:૨૦) ધ્યાન આપો, કે આ “કિંમતી વસ્તુઓ” પોતાની મરજી પ્રમાણે યહોવાહની સેવા કરતી નથી. એને બદલે, તેઓ પોતાના અભિષિક્ત ભાઈઓ સાથે, “એક ટોળું, એક ઘેટાંપાળક” બનીને ઉપાસના કરે છે. આમ તેઓ સિયોનની શોભા વધારે છે.​—⁠યોહાન ૧૦:૧૬.

વેપારીઓ અને ઘેટાંપાળકો સિયોનમાં આવે છે

૧૧, ૧૨. સિયોન તરફ આવતાં ટોળાઓનું વર્ણન કરો.

૧૧ ભાખવામાં આવેલા આ સમુદાયને કારણે યહોવાહના ઉપાસકોમાં ખૂબ જ વધારો થયો છે. આ પછીની ભવિષ્યવાણીમાં ભાખવામાં આવ્યું છે. કલ્પના કરો કે તમે પ્રબોધકીય સ્ત્રી સાથે સિયોન પહાડ પર ઊભા છો. પૂર્વ દિશાએ જુઓ અને તમને શું જોવા મળે છે? “ઊંટોનાં ઝૂંડ, મિદ્યાન તથા એફાહમાંનાં ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; શેબાથી સર્વ આવશે; તેઓ સોનું તથા લોબાન આણશે, ને યહોવાહનાં સ્તોત્ર જાહેર કરશે.” (યશાયાહ ૬૦:⁠૬) વેપારીઓનાં ટોળેટોળાં પોતાના ઊંટોના કાફલા સાથે યરૂશાલેમ તરફ આવી રહ્યાં છે. ઊંટોથી આખો દેશ ભરાઈ ગયો છે! વેપારીઓ પોતાની સાથે કિંમતી ભેટો, “સોનું તથા લોબાન” લાવે છે. આ વેપારીઓ જાહેરમાં ‘યહોવાહની ઉપાસના કરવા’ તેમના પ્રકાશ તરફ આવી રહ્યા છે.

૧૨ સિયોન પાસે આવનારા ફક્ત વેપારીઓ જ નથી. ઘેટાંપાળકો પણ સિયોનમાં ભેગા થાય છે. ભવિષ્યવાણી આગળ જણાવે છે: “કેદારનાં સર્વ ટોળાં તારે સારૂ ભેગાં કરવામાં આવશે, નબાયોથના ઘેટા તારી સેવાના કામમાં આવશે.” (યશાયાહ ૬૦:૭ ક) ગોવાળિયાઓ પણ પવિત્ર શહેરમાં આવી રહ્યા છે અને પોતાના ટોળામાંથી ઉત્તમ પ્રાણીઓનું યહોવાહને અર્પણ કરે છે. એટલું જ નહિ, પણ તેઓ ખુશીથી સિયોનની સેવા કરે છે! તો પછી, યહોવાહ આ પરદેશીઓને કેવી રીતે સ્વીકારે છે? યહોવાહ પોતે એનો જવાબ આપે છે: “તેઓ માન્ય થઈ મારી વેદી પર ચઢશે, ને મારા સુશોભિત મંદિરને હું શોભાયમાન કરીશ.” (યશાયાહ ૬૦:૭ ખ) યહોવાહ આનંદથી આ પરદેશીઓની સેવા અને અર્પણોને સ્વીકારે છે. તેઓની હાજરી મંદિરની શોભા વધારે છે.

૧૩, ૧૪. પશ્ચિમથી શું આવતું દેખાઈ રહ્યું છે?

૧૩ હવે પશ્ચિમ તરફ તમારા માથા ઊંચા કરીને જુઓ. તમે શું જોઈ શકો છો? દૂરથી, જે સફેદ વાદળા જેવા દેખાય છે, એ સમુદ્રની સપાટી પર ફેલાય જાય છે. તમારા મનમાં જે પ્રશ્ન ઊઠે છે એ જ પ્રશ્ન યહોવાહ પણ પૂછે છે: “આ જેઓ વાદળની પેઠે, ને પોતાની બારીઓ તરફ ઊડીને આવતાં કબૂતરની પેઠે, ઊડી આવે છે તેઓ કોણ હશે?” (યશાયાહ ૬૦:૮) એનો જવાબ યહોવાહ પોતે જ આપે છે: “ખચીત દ્વીપો મારી વાટ જોશે, અને તારા દેવ યહોવાહના નામની પાસે ને ઈસ્રાએલના પવિત્ર દેવની પાસે તારા પુત્રોને તેમના સોનારૂપાસહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેણે તને શોભાયમાન કર્યો છે.”​—⁠યશાયાહ ૬૦:⁠૯.

૧૪ શું તમે આ દૃશ્યની કલ્પના કરી શકો છો? દૂર પશ્ચિમ બાજુએથી અનેક ટપકાંઓના એક ઝૂમખા જેવું સફેદ વાદળું નજીક આવતું દેખાય છે. હવે એ સમુદ્રના મોજાં પર તરતા પક્ષીઓ જેવા દેખાય છે. પરંતુ એ જ્યારે નજીક આવે છે ત્યારે, તમે જુઓ છો કે એ તો વહાણો છે, અને પવનને રોકવા માટે એના સઢ ખુલ્લાં કરી દીધા છે. ઘણાં વહાણો યરૂશાલેમ જવા આવી રહ્યાં છે, અને એઓને જોઈને જાણે કબૂતરોનું ટોળું આવી રહ્યું હોય એમ લાગે છે. પૂર ઝડપે આવી રહેલા આ વહાણો દૂરદૂરના બંદરોએથી વિશ્વાસુઓને યરૂશાલેમમાં યહોવાહની ઉપાસના કરવા લાવે છે.

યહોવાહનું સંગઠન મોટું થાય છે

૧૫. (ક) યશાયાહ ૬૦:૪-૯માં કઈ વૃદ્ધિ વિષે ભાખવામાં આવ્યું છે? (ખ) સાચા ખ્રિસ્તીઓ કેવું વલણ બતાવે છે?

૧૫ જગતભરમાં ૧૯૧૯થી જે વધારો થઈ રહ્યો છે, એનું કલમ ૪થી ૯ની ભવિષ્યવાણીમાં, કેવું સુંદર ચિત્ર બતાવવામાં આવ્યું છે! શા માટે યહોવાહે સિયોનને આવી વૃદ્ધિનો આશીર્વાદ આપ્યો? કેમ કે ૧૯૧૯થી, પરમેશ્વરના ઈસ્રાએલે, યહોવાહ વિષે પૂરા દિલથી જાહેર કર્યું છે. તેમ છતાં, શું તમે નોંધ લીધી કે કલમ ૭ અનુસાર નવી વ્યક્તિઓ ‘પરમેશ્વરની વેદી પર ચઢે’ છે? વેદી પર અર્પણ ચઢાવવામાં આવે છે, અને ભવિષ્યવાણીનો આ ભાગ આપણને યાદ દેવડાવે છે કે યહોવાહની સેવામાં બલિદાન આપવાનો સમાવેશ થાય છે. પ્રેષિત પાઊલે લખ્યું: “હું તમને વિનંતી કરીને કહું છું, કે દેવની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું, અર્પણ કરો.” (રૂમી ૧૨:૧) પાઊલના આ શબ્દોના સુમેળમાં, સાચા ખ્રિસ્તીઓ અઠવાડિયામાં ફક્ત એકાદ સભામાં હાજર રહીને જ સંતોષ માનતા નથી. તેઓ શુદ્ધ ઉપાસના આગળ વધારવા પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ આપે છે. શું આવા સમર્પિત ઉપાસકોની હાજરી, યહોવાહના ઘરની શોભા નથી વધારતી? યશાયાહની ભવિષ્યવાણી બતાવે છે કે એ વધારે છે. અને આપણે ખાતરી રાખી શકીએ કે આવા ઉત્સાહી ઉપાસકો યહોવાહની નજરમાં શોભાયમાન છે.

૧૬. પ્રાચીન સમયમાં ફરી બાંધકામ કરવામાં કોણે મદદ કરી, અને આધુનિક સમયમાં કોણ કરે છે?

૧૬ આ નવા લોકો પરમેશ્વરની સેવામાં પૂરા જોશથી કામ કરવા ઇચ્છે છે. ભવિષ્યવાણી આગળ કહે છે: “પરદેશીઓ તારા કોટ બાંધશે, ને તેમના રાજાઓ તારી સેવા કરશે.” (યશાયાહ ૬૦:૧૦) આ ભવિષ્યવાણીની પ્રથમ પરિપૂર્ણતા, યહુદીઓ બાબેલોનના બંદીવાસમાંથી પાછા ફર્યા ત્યારે થઈ. ત્યારે તેઓ અને રાજાઓ તથા રાષ્ટ્રોના બીજા લોકોએ મંદિર અને યરૂશાલેમ શહેર ફરી બાંધવામાં મદદ કરી. (એઝરા ૩:૭; નહેમ્યાહ ૩:૨૬) આધુનિક પરિપૂર્ણતામાં, મોટું ટોળું સાચી ઉપાસનાને આગળ વધારવા અભિષિક્ત શેષભાગને ટેકો આપે છે. તેઓ ખ્રિસ્તી મંડળોમાં વધારો કરવા મદદ કરે છે અને યહોવાહના સંગઠનના શહેર જેવા ‘કોટને’ મજબૂત કરે છે. તેઓ રાજ્યગૃહો, સંમેલન હૉલ અને બેથેલગૃહો બાંધવામાં પણ મદદ કરે છે. આ બધી રીતોએ, તેઓ યહોવાહના સંગઠનમાં થઈ રહેલા વધારાની દેખરેખ રાખવામાં, અભિષિક્ત ભાઈઓને સાથ આપે છે!

૧૭. કઈ એક રીતે યહોવાહ પોતાના લોકોની શોભા વધારે છે?

૧૭ યશાયાહ ૬૦:૧૦માંના છેલ્લા શબ્દો કેટલા ઉત્તેજન આપનારા છે! યહોવાહ કહે છે: “મારા કોપમાં મેં તને માર્યો, પણ મારી કૃપામાં મેં તારા પર દયા કરી છે.” હા, ૧૯૧૮/૧૯માં, યહોવાહે પોતાના લોકોને શિસ્ત આપી. એ તો પહેલાની બાબત હતી. પરંતુ, આજે યહોવાહ તેમના અભિષિક્ત સેવકો અને તેઓના મિત્રો અથવા બીજા ટોળાઓ પ્રત્યે દયા બતાવે છે. આ પુરાવો આપે છે કે તેમણે આ નોંધનીય વધારાથી તેઓને આશીર્વાદ આપ્યો છે અને ‘તેઓને શોભાયમાન કરી’ રહ્યાં છે.

૧૮, ૧૯. (ક) યહોવાહ પોતાના સંગઠનમાં નવા આવનારાઓ વિષે કયું વચન આપે છે? (ખ) યશાયાહ અધ્યાય ૬૦ની બાકીની કલમો આપણને શું કહે છે?

૧૮ દર વર્ષે હજારો નવા “પરદેશીઓ” યહોવાહના સંગઠનમાં જોડાય છે, અને હજુ પણ ઘણા લોકો માટે એ માર્ગ ખુલ્લો જ છે. યહોવાહ સિયોનને કહે છે: “તારી ભાગળો નિત્ય ઉઘાડી રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ; જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના બંધનમાં રાખેલા રાજાઓસહિત તારી પાસે લાવવામાં આવે.” (યશાયાહ ૬૦:૧૧) કેટલાક વિરોધીઓ એ ‘ભાગળોને’ બંધ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તેઓ સફળ થશે નહિ. યહોવાહે પોતે અનેક રીતે કહ્યું છે કે એ દરવાજાઓ ખુલ્લા રહેશે. વધારો થતો રહેશે.

૧૯ આ છેલ્લા દિવસોમાં, બીજી ઘણી રીતોએ યહોવાહ તેમના લોકોને આશીર્વાદ આપે છે, અને તેઓને શોભાયમાન કરે છે. યશાયાહના ૬૦મા અધ્યાયની બાકીની કલમો એ રીતો વિષે બતાવે છે.

શું તમે સમજાવી શકો?

• પરમેશ્વરની “સ્ત્રી” કોણ છે અને પૃથ્વી પર એના પ્રતિનિધિ કોણ છે?

• ક્યારે સિયોનના બાળકો પડી ગયા હતા, તેઓ ક્યારે અને કઈ રીતે “ઊભા” થયા?

• વિવિધ ચિહ્‍નોનો ઉપયોગ કરીને, રાજ્ય પ્રચાર કાર્યના આજના વધારા વિષે યહોવાહે કઈ રીતે ભાખ્યું?

• કઈ રીતે યહોવાહે પોતાના લોકોને પ્રકાશ આપ્યો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાહ ‘સ્ત્રીને’ ઊભા થવાની આજ્ઞા આપે છે

[પાન ૧૨ પર ચિત્ર]

વહાણોનો કાફલો દૂરથી પક્ષીઓ જેવો લાગે છે