સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વર્ષ ૨૦૦૩માં ઇન્ટરનેશનલ સંમેલનો

વર્ષ ૨૦૦૩માં ઇન્ટરનેશનલ સંમેલનો

વર્ષ ૨૦૦૩માં ઇન્ટરનેશનલ સંમેલનો

ઑક્ટોબર ૬, ૨૦૦૧, શનિવારના રોજ અમેરિકામાં ન્યૂ જર્સીના જર્સી શહેરમાં, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સીલ્વેનિયાના સભ્યોની વાર્ષિક સભા ભરવામાં આવી હતી. આ સભા પછી, એના સભ્યો તથા મહેમાનોએ એક ખાસ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. એના બીજા દિવસે કૅનેડા અને યુનાઈટેડ સ્ટેટ્‌સના ચાર શહેરોમાં વધારાની સભાઓ ભરવામાં આવી. યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યોએ પોતાનું પ્રવચન આપ્યા પછી નીચે પ્રમાણેની જાહેરાત કરી:

“આપણે ભવિષ્યને જોઈએ છીએ તેમ, પરમેશ્વરના સર્વ લોકો ભેગા મળતા રહે એ ઘણું મહત્ત્વનું છે. આ સલાહ પ્રેષિત પાઊલે આપી હતી અને તેમણે એ પણ કહ્યું કે આપણે યહોવાહના મહાન અને ભયંકર દિવસની નજીક જઈએ છીએ તેમ એકબીજાને ઉત્તેજન આપીએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) આ સલાહના સુમેળમાં આપણે આ વર્ષે [૨૦૦૨] જગતના દરેક ભાગમાં ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનો યોજવાની આશા રાખીએ છીએ. પછી, વર્ષ ૨૦૦૩માં યહોવાહની ઇચ્છા હશે તો જગતના અમુક ભાગમાં ખાસ ઇન્ટરનેશનલ મહાસંમેલનો રાખવામાં આવશે. જગતના બનાવોને પારખતા આજે જ સાવધ રહીને જાગતા રહેવાનો સમય છે.”

આ જગતના અંતમાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે તેમ, પરમેશ્વરના લોકોનું કાર્ય આગળ વધવું જ જોઈએ. રાજ્યના સુસમાચારની સાથે આ ચેતવણીરૂપ સંદેશાને રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજાને જાહેર કરવો જ જોઈએ: “દેવથી બીહો ને તેને મહિમા આપો; કેમકે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે.” (પ્રકટીકરણ ૧૪:૬, ૭) તેથી, આપણા પિતાની ઇચ્છા પ્રમાણે ૨૦૦૩માં જગતના ભિન્‍ન શહેરોમાં ઇન્ટરનેશનલ સંમેલનોની યોજના કરવામાં આવી છે.

ઉત્તર અમેરિકા અને યુરોપના અમુક શહેરોમાં શક્યપણે આ સંમેલનો યોજવામાં આવશે. વર્ષ ૨૦૦૩માં મોડેથી પ્રતિનિધિઓના જૂથ એશિયાના થોડા શહેરોમાં જાય એવી ગોઠવણ કરવામાં આવશે; વર્ષના અંતે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને પૅસિફિક વિસ્તારોમાં બીજા જૂથો જશે. અમુક શાખાઓએ ખાસ મહાસંમેલનના સ્થળોએ અમુક પ્રતિનિધિઓને મોકલવાની વિનંતી કરી હોવાથી, દરેકને ત્યાં જવાનું આમંત્રણ આપવું શક્ય નથી. તોપણ, થોડા પ્રતિનિધિઓ જુદા જુદા દેશોની દરેક જગ્યાએ જાય એનાથી ઉત્તેજન મળશે.

યહોવાહના સાક્ષીઓના મંડળો આ સંમેલનો વિષે થોડા સમયમાં માહિતી મેળવશે. જે પ્રતિનિધિઓ આમંત્રણ મેળવશે તેઓ હાજરી આપી શકે એ માટે સંમેલનોની ચોક્કસ તારીખો અને શહેરની માહિતી તેઓને પોતાની શાખા દ્વારા આપવામાં આવશે. તેથી, વિનંતી કરવામાં આવે છે કે હમણાં આ બાબત વિષે તમે કંઈ પૂછપરછ કરશો નહીં.

આખરે, પ્રતિનિધિ તરીકે અમુક લોકોને જ પસંદ કરવામાં આવશે તથા તેઓ બાપ્તિસ્મા પામેલા અને ઉદાહરણરૂપ હોવા જોઈએ. પરિણામે, પ્રતિનિધિઓને આવકારવાનો અને એકબીજાને ઉત્તેજન આપવાની સારી તકો મળશે. (હેબ્રી ૧૩:૧, ૨) એનાથી ‘એકબીજાનો વિશ્વાસ’ દૃઢ થશે. (રૂમીઓને પત્ર ૧:૧૧, ૧૨) આ ગોઠવણ વિષેની વધારાની માહિતી શાખાઓ પછીથી આપશે.

વર્ષ ૨૦૦૩માં મોટાભાગના દેશોમાં દર વખતની જેમ, ત્રણ દિવસના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનોની ગોઠવણ કરવામાં આવશે. આ ગોઠવણથી સર્વને ‘સાંભળવાની, શીખવાની અને દિલાસો આપવાની’ તક મળશે. (પુનર્નિયમ ૩૧:૧૨; ૧ કોરીંથી ૧૪:૩૧) એનાથી પરમેશ્વરના સર્વ લોકોને ‘ઈશ્વરનો અનુભવ કરવાની અને તે કેટલા માયાળુ છે એ જોવાની’ તક મળશે. (ગીતશાસ્ત્ર ૩૪:​૮, IBSI) સર્વ ઇન્ટરનેશનલ સંમેલનોમાં તેમ જ ઘણા ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનોમાં મિશનરિઓ હશે અને અમુક મિશનરિઓનો ભાગ પણ હશે.

આ વર્ષે આપણે “રાજ્યના ઉત્સાહી પ્રચારકો” ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનનો આનંદ માણીશું, જે આપણને સાક્ષી આપવામાં મદદ કરશે. તેથી, આવતા વર્ષ માટે યહોવાહે આપણા માટે જે જોગવાઈ કરી છે એની રાહ જોઈએ. એ આપણને આજના કટોકટીના સમયમાં ‘જાગતા રહેવા, સાવધ રહેવા અને તૈયાર રહેવામાં’ મદદ કરશે.⁠—માત્થી ૨૪:૪૨-૪૪.