સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એકબીજાનું સારું કરીએ’

‘એકબીજાનું સારું કરીએ’

“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ”

‘એકબીજાનું સારું કરીએ’

પરમેશ્વરના રાજ્ય વિષે બધાએ જાણવાની જરૂર છે. તેથી, ઈસુએ રાજ્ય પ્રચારકાર્યને જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું. (માર્ક ૧:૧૪; લુક ૮:⁠૧) ઈસુના શિષ્યો પણ તેમના પગલે ચાલવા માગતા હતા. તેથી, તેઓએ પણ રાજ્ય પ્રચારકાર્યને જીવનમાં પ્રથમ મૂક્યું. (લુક ૬:૪૦) ઈસુની જેમ આજે યહોવાહના સાક્ષીઓને પણ રાજ્યના સંદેશાથી બીજાઓને મળતા આશીર્વાદો જોઈને ખૂબ આનંદ થાય છે.​—⁠માત્થી ૧૧:૨૮-૩૦.

ઈસુએ બીજાઓને ફક્ત પરમેશ્વરનું જ્ઞાન જ આપ્યું ન હતું. તેમણે બીમાર લોકોને સાજા કર્યા અને ભૂખ્યાંઓને ખવડાવ્યું. (માત્થી ૧૪:૧૪-૨૧) તેમ જ, આજે યહોવાહના સાક્ષીઓ પણ બાઇબલ શિક્ષણ ઉપરાંત બીજા સારાં કાર્યો કરે છે. શું શાસ્ત્ર આપણને “સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર” કરતું નથી? (ત્રાંસા અક્ષરો અમારા છે) (૨ તીમોથી ૩:​૧૬, ૧૭) તેમ જ, શું એ ઉત્તેજન નથી આપતું કે આપણે ‘બધાંઓનું સારું કરીએ?’⁠—​ગલાતી ૬:⁠૧૦.

“ભાઈઓ મદદ કરવા તૈયાર છે”

સપ્ટેમ્બર ૧૯૯૯માં તાઇવાનમાં એક મહા ભૂકંપ આવ્યો. થોડા મહિના પછી વેનેઝુએલામાં ખૂબ વરસાદને લીધે કાદવનું પૂર આવ્યું, જેમાં ઘણું નુકસાન થયું. થોડા સમય અગાઉ મોઝામ્બિકની પ્રજાએ પૂરને લીધે ઘણી મુશ્કેલી વેઠી હતી. આ ત્રણેય દેશોમાં યહોવાહના સાક્ષીઓએ તરત જ ખોરાક, પાણી, કપડાં, વાસણો, દવાઓ અને તંબૂઓ મોકલ્યા. ઈજા પામેલાઓની સારવાર માટે તેઓએ તાત્કાલિક ‘ઇસ્પિતાલો’ પણ બાંધી. તેમ જ, ઘરબાર વિનાના થઈ ગયેલાઓ માટે તેઓએ નવા મકાનો બાંધ્યાં.

આવી પ્રેમાળ મદદ જોઈને ભોગ બનેલાઓનું દિલ ઊભરાઈ આવ્યું. “જરૂરના સમયે આપણા ભાઈઓ હાજર હતા,” માલયૉરી નામની એક બહેન કહે છે. વેનેઝુએલામાં તેમનું ઘર કાદવના પૂરમાં તણાઈ ગયું હતું. સ્વયંસેવકોએ તેમના કુટુંબ માટે એક નવું ઘર બાંધ્યું. તેથી, તે કહે છે કે “યહોવાહની આ કૃપા માટે હું ખૂબ જ આભારી છું.” મોઝામ્બિકમાં પૂરથી નુકસાન પામેલા ભાઈઓને નવા રાજ્યગૃહની ચાવી આપવામાં આવી ત્યારે, આખું મંડળ ગીત ગાઈ ઊઠ્યું કે, “યહોવાહ અમારો આશ્રય છે.” *

આફતમાં આવી પડેલા ભાઈઓને મદદ કરવાથી સ્વયંસેવકોને પણ ઘણો લાભ થયો. મોઝામ્બિકમાં શરણાર્થી છાવણીમાં સેવા આપતા મારસૅલા નામના ભાઈ કહે છે, “આપણા ભાઈઓની સેવા કરવાથી મને ઘણો આનંદ થયો.” તેમ જ, તાઇવાનમાં હૂઆંગ નામનો એક સ્વયંસેવક કહે છે, “દુઃખી ભાઈઓને જોઈતો ખોરાક અને તંબૂઓ પહોંચાડવાથી મારો પોતાનો વિશ્વાસ મજબૂત થયો.”

સ્વયંસેવાના સારાં પરિણામો

સ્વયંસેવાથી જગતમાં હજારો કેદીઓના જીવન સુધર્યા છે. કઈ રીતે? તાજેતરના વર્ષોમાં યહોવાહના સાક્ષીઓએ યુનાઈટેડ સ્ટેટ્‌સની ૪,૦૦૦ જેલોના લગભગ ૩૦,૦૦૦ કેદીઓને બાઇબલ પ્રકાશનો વહેંચ્યા છે. અમુક જેલોમાં, સાક્ષીઓ બાઇબલ શીખવવા અને સભાઓ ચલાવવા પણ જાય છે. શું એનાથી કોઈ લાભ થયો છે?

અમુક કેદીઓ બાઇબલનો અભ્યાસ કર્યા પછી સાથી કેદીઓને શીખવે છે. પરિણામે, જગતની ઘણી જેલોમાં કેદીઓ ભેગા મળીને યહોવાહની ભક્તિ કરે છે. વર્ષ ૨૦૦૧માં, યુ.એસ.એ.માં ઑરેગનના એક કેદીએ કહ્યું, “અમારી સંખ્યા વધી રહી છે. અમે સાત પ્રકાશકો છીએ અને ૩૮ બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ. અમારી જાહેર સભામાં અને ચોકીબુરજના અભ્યાસમાં પચીસથી વધુ કેદીઓ આવે છે. ઈસુના સ્મરણ પ્રસંગની ખાસ સભામાં પણ ૩૯ લોકો આવ્યા હતા અને જલદી જ ત્રણ કેદીઓ બાપ્તિસ્મા લેવાના છે.”

લાભો અને આશીર્વાદો

સરકારી અધિકારીઓ કહે છે કે યહોવાહના સાક્ષીઓની સેવા સારાં પરિણામ લાવે છે. સરકારી અધિકારીઓએ યહોવાહના સાક્ષીઓની સેવાના સારાં પરિણામોની ઘણી પ્રશંસા કરી છે. એક અહેવાલ કહે છે, “પાછલા દસ વર્ષથી જે કેદીઓએ યહોવાહના સાક્ષીઓ તરીકે બાપ્તિસ્મા લીધું છે તેઓમાંનો એક પણ જેલમાં પાછો આવ્યો નથી. એની સરખામણીમાં, બીજા સમૂહના લગભગ ૫૦-૬૦ ટકા કેદીઓ પાછા આવે છે.” આવું પરિણામ જોઈને, આઈડ્‌હોમાં એક પાદરીએ જગતના યહોવાહના સાક્ષીઓના વડા મથક પર લખ્યું: “હું તમારા ધર્મમાં માનતો નથી, પણ તમારી સંસ્થા મને ગમે છે.”

કેદીઓને મદદ કરવાથી સ્વયંસેવકોને પણ મોટો લાભ થાય છે. જેલમાં એક મંડળીએ પહેલી વાર યહોવાહ માટે ગીત ગાયું. એ સાંભળીને એક સેવકે કહ્યું: “એ ૨૮ કેદીઓને ગાતા સાંભળીને મને ખૂબ આનંદ થયો. તેઓ પૂરા દિલથી જોરથી ગાતા હતા! એ મારા માટે યાદગાર અનુભવ હતો.” ઍરીઝૉનામાં કેદીઓને મળતા એક સ્વયંસેવકે લખ્યું: “આ કામ કરવાથી કેવા સારા આશીર્વાદો મળ્યા!”

જગતવ્યાપી યહોવાહના સાક્ષીઓ ઈસુના આ શબ્દો સાથે સહમત થાય છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોના કૃત્યો ૨૦:૩૫) તેઓ માને છે કે બીજાઓની સેવા કરવાથી પોતે ઘણા આશીર્વાદો મેળવશે.⁠—​નીતિવચન ૧૧:⁠૨૫.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, સીંગ પ્રેસીસ ટૂ જેહોવાહમાં ૮૫ નંબરનું ગીત જુઓ.

[પાન ૮ પર ચિત્ર]

વેનેઝુએલા

[પાન ૮ પર ચિત્ર]

તાઇવાન

[પાન ૮ પર ચિત્ર]

મોઝામ્બિક