સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નામ વગરના ઈશ્વરની વેદી

નામ વગરના ઈશ્વરની વેદી

નામ વગરના ઈશ્વરની વેદી

લગભગ ૧,૯૫૦ વર્ષ પહેલાં, ગ્રીસના આથેન્સ શહેરની પ્રેષિત પાઊલે મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે એક અજાણ્યા દેવની વેદી જોઈ. થોડા સમય બાદ, તેમણે એ વેદીનો ઉલ્લેખ કરતા યહોવાહ પરમેશ્વર વિષે સુંદર સાક્ષી આપી.

અરિઓપાગસમાં પ્રવચન આપતા, પાઊલે કહ્યું: “હે આથેન્સના માણસો, મેં જોયું છે કે તમે ઘણાં ધાર્મિક છો. કેમ કે શહેરમાં પસાર થતાં મેં ઘણી વેદીઓ જોઈ. તેમાંની એક પર લખેલું હતું કે ‘અજાણ્યા ઈશ્વરને માટે.’ જેનું જાણ્યા સિવાય તમે ભજન કરો છો, એ ઈશ્વરને હું તમારી આગળ પ્રગટ કરવા માગું છું.”​—પ્રેષિતોનાં કાર્યો ૧૭:૨૨-૩૧, IBSI.

જોકે એ આથેન્સની વેદી કદી જોવા મળી નથી પરંતુ, ગ્રીસના બીજા ભાગોમાં એના જેવી ઘણી વેદીઓ જોવા મળી છે. દાખલા તરીકે, બીજી સદીના ભુગોળશાસ્ત્રી પોસેનીયસે, આથેન્સની નજીક ફેલેરોનમાં, “અજાણ્યા દેવના નામ”ની વેદી વિષે જણાવ્યું. (ગ્રીસનું વર્ણન, એટીકા અંગ્રેજી પુસ્તક ૧, ચોથો અધ્યાય) એ જ પ્રમાણે, તેમણે ઓલિમ્પિયામાં પણ “અજાણ્યા દેવની વેદી” વિષે જણાવ્યું.​—ઈલીઅ અંગ્રેજી પુસ્તક ૧, ૧૪મો અધ્યાય, ૮મી કલમ.

ગ્રીક લેખક, ફિલોસ્ત્રાટસે (લગભગ ૧૭૦-૨૪૫ સી.ઈ.), તેના પુસ્તક, ટાયેનાના એપોલોનીયસનું જીવનમાં (અંગ્રેજી પુસ્તક ૬, અધ્યાય ૩.) લખ્યું કે: આથેન્સમાં, “અજાણ્યા દેવોના માનમાં પણ વેદી બાંધવામાં” આવે છે. તેમ જ, ફિલસૂફોનું જીવનમાં (અંગ્રેજી, ૧.૧૧૦) ડાયાજીનીસ લેર્સીયસે (લગભગ ૨૦૦-૨૫૦ સી.ઈ.) લખ્યું કે, “નામ વગરની વેદીઓ” આથેન્સના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે.

રોમના લોકોએ પણ નામ વગરના દેવોની વેદી બાંધી હતી. અહીં બતાવવામાં આવેલી, પહેલી કે બીજી સદી બી.સી.ઈ.ની વેદી છે કે જે રોમ, ઇટાલીમાં, પેલેટાઈન એન્ટીક્વેરીયમ નામના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. એનું લેટીન લખાણ જણાવે છે કે તે કોઈ “દેવ અથવા દેવીની” વેદી હોવી જોઈએ. આ લેટીન લખાણનો “વારંવાર પ્રાર્થનામાં અથવા શ્લોક તરીકે, શિલાલેખ પર અને સાહિત્યમાં ઉપયોગ થાય છે.”

“જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્‍ન કર્યું,” તેમને હજુ પણ ઘણાં લોકો ઓળખતા નથી. પરંતુ, જેમ પાઊલે આથેન્સના રહેવાસીઓને કહ્યું તેમ, આ પરમેશ્વર યહોવાહ, “આપણામાંના કોઈથી દૂર નથી.”​—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:​૨૪, ૨૭, IBSI.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

વેદી: Soprintendenza Archeologica di Roma

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.