વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
ખ્રિસ્તી સ્ત્રીએ કયા ધાર્મિક કારણોસર માથે ઓઢવું જોઈએ?
પ્રેષિત પાઊલે લખ્યું કે, “જે કોઈ સ્ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તે પોતાના માથાનું અપમાન કરે છે.” શા માટે? કારણ કે શિરપણાના સિદ્ધાંત વિષે યહોવાહ કહે છે: “સ્ત્રીનું શિર પુરુષ છે.” ખ્રિસ્તી મંડળમાં, પ્રાર્થના કરવી કે બોધ આપવાની જવાબદારી પુરુષોની છે. પરંતુ, અમુક સંજોગોમાં પતિ અથવા બાપ્તિસ્મા પામેલ પુરુષ ભક્તિની આ જવાબદારી નિભાવી શકતા ન હોય ત્યારે, ખ્રિસ્તી સ્ત્રીએ એને હાથ ધરવી પડે છે. એ સમયે તેણે માથે ઓઢવું જ જોઈએ.—૧ કોરીંથી ૧૧:૩-૧૦.
આવા સંજોગો કદાચ લગ્ન જીવનમાં ઊભા થઈ શકે જ્યાં સ્ત્રીએ માથે ઓઢવું પડે છે. દાખલા તરીકે, કુટુંબ બાઇબલ અભ્યાસ કરે છે ત્યારે પતિ તેઓને શીખવે છે. અથવા જમતા પહેલાં તેઓ માટે પ્રાર્થના કરે છે. પરંતુ તે બીજા ધર્મનો હોય તો, આ જવાબદારી પત્ની ઉપર આવે છે. તેથી, બાળકો કે બીજાઓ સાથે બાઇબલ અભ્યાસ ચલાવતા અને પ્રાર્થના કરતી વખતે, જો તેનો પતિ હાજર હોય તો તેણે માથે ઓઢવું જોઈએ. પરંતુ તેનો પતિ હાજર ન હોય તો, તેણે માથે ઓઢવાની જરૂર નથી. કેમ કે નીતિવચનો ૧:૮; ૬:૨૦.
પરમેશ્વરે તેને પણ બાળકોને શીખવવાની જવાબદારી સોંપી છે.—કુટુંબમાં તરુણ વયનો બાપ્તિસ્મા પામેલો દીકરો હોય તો શું? તે પણ મંડળનો સભ્ય હોવાથી, તેને કોઈ અનુભવી ખ્રિસ્તી ભાઈ તરફથી તાલીમ મળવી જોઈએ. (૧ તીમોથી ૨:૧૨) જો પિતા યહોવાહના સાક્ષી હોય તો, તે દીકરાને શીખવી શકે. તેમ છતાં, જો પિતા હાજર ન હોય અને માતાએ દીકરાનો અથવા બીજા બાળકોનો બાઇબલ અભ્યાસ લેવો પડે તો, તેણે માથું ઢાંકવું જોઈએ. પરંતુ, અભ્યાસ વખતે કે જમતી વેળાએ, મા પોતાના બાપ્તિસ્મા પામેલ દીકરાને પ્રાર્થના સોંપશે કે કેમ, એનો તે પોતે નિર્ણય લઈ શકે. જો તેને એમ લાગે કે તેનો પુત્ર હજુ પૂરી રીતે તૈયાર નથી થયો તો, તે પોતે પ્રાર્થના કરી શકે. આવા સમયે, તેણે માથે ઓઢવું જોઈએ.
મંડળની અમુક સભાઓમાં ભાગ લેતી વખતે પણ, ખ્રિસ્તી સ્ત્રીએ માથે ઓઢવાની જરૂર પડી શકે. દાખલા તરીકે, પ્રચાર કાર્ય માટે રાખવામાં આવેલી સભાઓમાં ફક્ત ખ્રિસ્તી બહેનો જ હોય અને બાપ્તિસ્મા પામેલ કોઈ ભાઈ હાજર ન હોય. અથવા એમ પણ બની શકે કે મંડળની સભામાં કોઈ બાપ્તિસ્મા પામેલ ભાઈ હાજર ન હોય. આવા સંજોગોમાં, જો એક બહેને મંડળની અથવા પ્રચાર કાર્યની સભાને હાથ ધરવી પડે તો, તેણે માથે ઓઢવું જોઈએ.
શું ખ્રિસ્તી સ્ત્રીએ પ્રવચનનું ભાષાંતર કરતા અથવા બહેરા-મૂંગાને ઈશારાની ભાષામાં સમજાવતી વખતે માથે ઓઢવું જોઈએ? શું તેમણે જાહેરમાં આપણાં પ્રકાશનોના ફકરા વાંચતી વખતે માથે ઓઢવું જોઈએ? ના. જે બહેનો આ કામ હાથમાં લે છે તેઓ શીખવવાનું કે વડીલોનું કામ નથી કરતા. તેમ જ દૃશ્યમાં, અનુભવ કહેતી વખતે અથવા તો સેવા શાળામાં ટૉક આપતી વખતે તેમણે માથું ઓઢવાની જરૂર નથી.
મંડળમાં બાપ્તિસ્મા પામેલ પુરુષો શીખવે છે, પરંતુ મંડળની બહાર શીખવવાની અને પ્રચાર કરવાની જવાબદારી બંને પુરુષ અને સ્ત્રીની છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) તેથી જ્યારે સ્ત્રી, કોઈ બાપ્તિસ્મા પામેલા પુરુષની હાજરીમાં, બીજાઓને પ્રચાર કાર્ય કરે ત્યારે તેણે માથે ઓઢવાની જરૂર નથી.
પરંતુ, જો ઘરમાં નિયમિત બાઇબલ અભ્યાસ લેવામાં આવતો હોય અને બાપ્તિસ્મા પામેલ પુરુષ હાજર હોય તો સંજોગો અલગ ગણાશે. કારણ કે આ પહેલેથી નક્કી કરેલું શિક્ષણ છે કે જ્યાં કોઈ અભ્યાસ ચલાવવામાં આગેવાની લે છે. આ મંડળનો એક વધારાનો ભાગ ગણાશે. તેથી જો કોઈ ખ્રિસ્તી સ્ત્રી બાપ્તિસ્મા પામેલ પુરુષની હાજરીમાં અભ્યાસ ચલાવે તો, તેણે માથે ઓઢવું જોઈએ. પરંતુ પ્રાર્થના તો બાપ્તિસ્મા પામેલ ભાઈ જ કરશે. બહેનો ભાઈની હાજરીમાં પ્રાર્થના ન કરી શકે, સિવાય કે એ માટે કોઈ ખાસ કારણ હોય, જેમ કે કોઈ ભાઈ બોલી શકતો ન હોય.
કદાચ એમ બની શકે કે કોઈ ખ્રિસ્તી બહેનને, બાપ્તિસ્મા ન પામેલ પ્રકાશક ભાઈ સાથે બાઇબલ અભ્યાસમાં જવું પડે. જો બહેન ચાહે તો, તેને અભ્યાસ લેવાનું કહી શકે. પરંતુ, તે ભાઈ એક બાપ્તિસ્મા પામેલ બહેન સામે પ્રાર્થના કરી શકશે નહિ. તેથી, બહેન પોતે પ્રાર્થના કરે એ યોગ્ય ગણાશે. પરંતુ, બહેને અભ્યાસ ચલાવતા અને પ્રાર્થના કરતી વખતે પોતાનું માથું ઢાંકવું જોઈએ. ભલે તે પ્રકાશક ભાઈએ બાપ્તિસ્મા લીધું નથી પરંતુ, બીજાઓ તેને પ્રચાર કાર્યમાં ભાગ લેતા જોઈને, તેને મંડળનો એક સભ્ય ગણે છે.
પ્રેષિત પીતરે લખ્યું: “દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ.” (૧ કોરીંથી ૧૧:૧૦, પ્રેમસંદેશ) હા, ખ્રિસ્તી બહેનો કરોડો દૂતો માટે માન આપવાનું સારું ઉદાહરણ બેસાડી શકે છે. સ્ત્રીઓના આધીન રહેવાના ઉદાહરણને જોઈને દૂતો પણ યહોવાહને માન આપતા રહી શકે. તેથી એ કેટલું સારું ગણાશે કે જરૂર હોય એ પ્રસંગે, યહોવાહનો ડર રાખતી બહેનો માથે ઓઢે.
[પાન ૨૬ પર ચિત્રો]
માથે ઓઢીને સ્ત્રીઓ શિરપણાને માન આપે છે