સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘દેવનો શબ્દ શક્તિશાળી છે’

‘દેવનો શબ્દ શક્તિશાળી છે’

રાજ્ય પ્રચારકોના અનુભવ

‘દેવનો શબ્દ શક્તિશાળી છે’

કેરેબીઅન સમુદ્રમાં આવેલા જમૈકા ટાપુ પર મોટા ભાગના રહેવાસીઓ બાઇબલથી સારી રીતે પરિચિત છે. તેઓ પાસે કિંગ જેમ્સ વર્ઝન બાઇબલ છે. તેઓમાંના અમુકે અનુભવ્યું છે કે ‘દેવનો શબ્દ જીવંત અને સમર્થ [શક્તિશાળી] છે.’ (હેબ્રી ૪:૧૨) પરમેશ્વરનું વચન ‘શક્તિશાળી’ હોવાથી જીવનમાં સારા ફેરફારો લાવે છે. એ આપણને નીચેના અનુભવમાંથી જોવા મળે છે.

જમૈકામાં ક્લીવલૅન્ડ નામનો માણસ રહે છે. એક દિવસે તે કામ પરથી ઘરે પહોંચ્યો એટલામાં જ યહોવાહના એક સાક્ષીએ તેની મુલાકાત લીધી. તેણે ક્લીવલૅન્ડ સાથે બાઇબલમાંથી ચર્ચા કર્યા પછી, તેને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક આપ્યું. જો કે ક્લીવલૅન્ડને ખબર ન હતી કે, બાઇબલનું જ્ઞાન તેના જીવનમાં કેવા ફેરફાર લાવશે.

તે દિવસમાં ત્રણ વાર પરમેશ્વરને પ્રાર્થના કરતો હતો. સાચી ભક્તિ કઈ રીતે કરવી એ વિષે પોતાને મદદ કરવા તે પ્રાર્થના કરતો હતો. ક્લીવલૅન્ડ જાણતો હતો કે તેના માબાપ પરમેશ્વરને સાચી રીતે ભજતા ન હતા. પરંતુ, બીજા ધર્મો વિષે અભ્યાસ કરીને તે વધારે ગૂંચવાઈ ગયો હતો. જો કે, તેણે યહોવાહના સાક્ષીઓ વિષે સાંભળ્યું હતું. પરંતુ, તેઓનો ધર્મ સાચો છે કે કેમ એની તેને ખબર ન હતી. તેમ છતાં, ક્લીવલૅન્ડ તેઓ સાથે બાઇબલ વિષે શીખવા લાગ્યો. શા માટે? કેમ કે તે તેઓને જૂઠા સાબિત કરવા માગતો હતો!

ક્લીવલૅન્ડને બે સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો હતા. પરંતુ બાઇબલમાંથી શીખ્યા પછી તેને સમજાયું કે યહોવાહ પરમેશ્વર એવી બાબતોને ધિક્કારે છે. (૧ કોરીંથી ૬:૯, ૧૦) યહોવાહના સાક્ષીઓ સાથે ફક્ત બે વાર બાઇબલનો અભ્યાસ કર્યા પછી, તેણે એ સ્ત્રીઓ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. પછી, તે યહોવાહના સાક્ષીઓની સભામાં પણ જવા લાગ્યો.

ક્લીવલૅન્ડ પોતાના સમાજમાં ફૂટબોલ ટીમનો આગળ પડતો ખેલાડી હતો. તેથી, તેના માટે બધું જ સહેલું ન હતું. સભાઓના દિવસે ફૂટબોલ મેચ હોય ત્યારે, સભાઓમાં જવું તેના માટે ખૂબ અઘરું હતું. તેણે શું કર્યું? તેની ટીમના બીજા ખેલાડીઓ, કોચ અને મિત્રો તરફથી સખત દબાણ હોવા છતાં, તેણે ફૂટબોલ રમવાનું છોડી દીધું. એ ખરેખર તેના માટે બીજી કસોટી હતી. હા, યહોવાહના શિક્ષણને કારણે તેના જીવનમાં સારા ફેરફાર થઈ રહ્યા હતા!

ક્લીવલૅન્ડ પોતે જે શીખતો હતો એ વિષે બીજાઓને કહેવા લાગ્યો. એ બતાવતું હતું કે તેના જીવનમાં યહોવાહના શિક્ષણની ઊંડી અસર થઈ રહી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) તેથી, તેની ફૂટબોલ ટીમના બે ખેલાડીઓ પણ યહોવાહના સાક્ષીઓની સભામાં આવવા લાગ્યા. પછી ક્લીવલૅન્ડ પ્રચાર કાર્ય માટે તૈયાર થયો ત્યારે, બીજાઓને બાઇબલમાંથી શીખવવાનો તેને ઘણો જ આનંદ થતો.

બાઇબલનું જ્ઞાન લેવાથી તેના જીવન પર ઊંડી અસર થઈ હતી. છેવટે, ક્લીવલૅન્ડે પોતાનું જીવન યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. તે હવે તેના મંડળમાં સેવકાઈ ચાકર અને પૂરા સમયના સેવક તરીકે સેવા આપી રહ્યો છે.

આજે જમૈકા અને આખી દુનિયામાં લાખો એ શીખ્યા છે કે યહોવાહનું વચન ‘જીવંત અને શક્તિશાળી છે.’

[નકશા/પાન ૮ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

જમૈકા

[ક્રેડીટ લાઈન]

Map and globe: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.