સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બગલા પાસેથી શીખો

બગલા પાસેથી શીખો

બગલા પાસેથી શીખો

‘વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે પણ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.’ (યિર્મેયાહ ૮:૭) પ્રબોધક યિર્મેયાહ યહુદાહના લોકોને, યહોવાહના ન્યાયચુકાદાના દિવસની ચેતવણી આપતા હતા, કારણ કે એ યહૂદીઓ યહોવાહને છોડીને જૂઠા દેવ-દેવીઓને ભજવા લાગ્યા હતા. (યિર્મેયાહ ૭:૧૮, ૩૧) અવિશ્વાસુ યહૂદીઓને બોધપાઠ શીખવવા માટે, યિર્મેયાહે શા માટે બગલાનો ઉપયોગ કર્યો?

ઈસ્ત્રાએલના લોકો બગલા વિષે, ખાસ કરીને ધોળા બગલા વિષે જાણકાર હતા, કારણ કે એ વિસ્તારમાંથી બગલા પસાર થતા હતા. આ મોટા કદ અને લાંબા પગવાળા પક્ષીનું નામ હેબ્રી ભાષામાં સ્ત્રીલિંગમાં છે, જેનો અર્થ “વફાદારી કે અતૂટ પ્રીતિ” થાય છે. આ નામનો અર્થ તેઓને માટે યોગ્ય છે, કારણ કે આ ધોળા બગલા જેવા બીજા કોઈ જ પક્ષી નથી, જેઓમાં નર અને માદાની જોડી એકબીજા સાથે જીવનભર રહે. શિયાળો આવે ત્યારે તેઓ ગરમ પ્રદેશમાં ઊડી જાય છે. પરંતુ તેઓ દર વર્ષે પાછા આવે ત્યારે એ જ માળા પર જાય છે.

આ બગલાઓની વફાદારી અનેક બાબતોમાં દેખાય આવે છે. જેમ કે નર અને માદા બન્‍ને તેઓના ઈંડાનું સેવન કરે છે અને પછી બચ્ચાંનો ઉછેર પણ સાથે મળીને કરે છે. આપણું અજોડ પ્રાણી જગત (અંગ્રેજી) નામનું એક પુસ્તક જણાવે છે: “મા-બાપ તરીકે બગલાઓ ખરેખર એક-બીજાને વફાદાર રહે છે. દાખલા તરીકે, જર્મનીમાં એક નર બગલો ઇલેક્ટ્રીક તારમાં ફસાઈને શોટ લાગવાથી મરી ગયો. તેની માદાએ ત્રણ દિવસ સુધી એકલીએ ઈંડા સેવવાનું ચાલુ રાખ્યું અને ફક્ત ખોરાક લેવા થોડોક જ સમય માળામાંથી બહાર ગઈ હતી. . . . બીજા એક કિસ્સામાં જ્યારે એક માદાને બંદૂકથી મારી નાખવામાં આવી, ત્યારે પિતાએ એકલાએ બચ્ચાંને ઉછેર્યા હતાં.”

બગલાઓમાં વફાદારીનો ગુણ હોવાને કારણે તેઓ પોતાના સાથીને વિશ્વાસુ રહે છે, તેમ જ બચ્ચાંને પણ મોટા થાય ત્યાં સુધી પ્રેમથી કાળજી રાખે છે. આમ, તેઓ તેમના નામના અર્થ “વફાદાર” પ્રમાણે જીવે છે. આમ અવિશ્વાસુ અને હઠીલા ઈસ્રાએલીઓ માટે આ બગલાનો દાખલો સુંદર હતો.

આજે ઘણા લોકોને લાગે છે કે વફાદારી જેવા ગુણો જૂના જમાનાની વાત થઈ ગઈ છે. જો કે આ ગુણો કિંમતી હોવા છતાં આજકાલ કોઈ આ ગુણ પ્રમાણે કામ કરવા તૈયાર નથી. આજે છૂટાછેડા, છોડીને ભાગી જવું, અપ્રમાણિકતા અથવા છેતરપિંડી કરવી, એ બતાવે છે કે વફાદારીની કોઈ કિંમત જ રહી નથી. એના બદલે બાઇબલ વફાદારીને ઘણું જ મહત્ત્વ આપે છે જેમાં પ્રેમ અને દયા જેવા ગુણોનો પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત તે ખ્રિસ્તીઓને વિનંતી કરે છે કે, “તમે પવિત્ર, ન્યાયી અને નવી વ્યક્તિ બનો અને આ નવો સ્વભાવ પહેરી લો.” (એફેસી ૪:​૨૪, IBSI) હા, આ નવો સ્વભાવ આપણને વફાદાર રહેવા માટે ઉત્તેજન આપે છે તેમ છતાં આપણે બગલા પાસેથી વફાદારીનો ગુણ શીખી શકીએ છીએ.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.