સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે અંધશ્રદ્ધાળુ છો?

શું તમે અંધશ્રદ્ધાળુ છો?

શું તમે અંધશ્રદ્ધાળુ છો?

આજે આખી દુનિયામાં લોકો અનેક પ્રકારની અંધશ્રદ્ધામાં માને છે. તેઓ કહેશે કે એ તો તેઓની સંસ્કૃતિ છે. અથવા તેઓ ટાઈમ પાસ કરવા રાશિ વાંચતા હોય છે. મોટા ભાગે પશ્ચિમ દેશોમાં લોકો શુકન-અપશુકનમાં માનતા નથી. પરંતુ, આફ્રિકામાં અંધશ્રદ્ધા લોકોના જીવન પર રાજ કરે છે.

આફ્રિકાની મોટા ભાગની સંસ્કૃતિમાં અંધશ્રદ્ધા ફેલાયલી છે. તેથી, ત્યાંની ફિલ્મો, રેડિયો પ્રોગ્રામ તથા સાહિત્યમાં, મૃત્યુ પામેલાઓની ભક્તિ અને મેલી વિદ્યા જોવા મળે છે. તો પછી, શા માટે લોકો અંધશ્રદ્ધામાં માને છે? તેમ જ શુકન-અપશુકનની શરૂઆત ક્યાંથી થઈ?

શા માટે લોકો વહેમીલા છે?

ઘણા લોકો મરણ પામેલાઓના આત્માથી અથવા ભૂતોથી ડરતા હોય છે. અમુક ચિહ્‍નો પરથી તેઓ પોતાના પ્રિયજનનો આત્મા ચેતવે છે અથવા તેઓ પર દુ:ખ લાવશે કે તેઓને આશીર્વાદ આપશે એવો અર્થ કાઢતા હોય છે.

તેમ જ, લોકો પાસે બીમારીનો ઇલાજ ન હોવાથી અનેક પ્રકારના વહેમમાં માનવા લાગે છે. પ્રગતિશીલ દેશોમાં મોટા ભાગે દવાઓ મોંઘી હોવાથી લોકો સહેલાઈથી ખરીદી શકતા નથી. તેમ જ, ઘણા લોકો બીમાર ન પડે માટે પ્રાચીન રિવાજો, ભૂવાઓ અને જ્યોતિષોની મદદ શોધતા ફરે છે. ડૉક્ટરો દર્દીઓની ભાષા, રિવાજો અને બીમારી સહેલાઈથી સમજી શક્તા ન હોવાથી, દર્દીઓ ભૂવાઓ તથા જ્યોતિષો પાસે ઇલાજ કરાવીને સંતોષ અનુભવે છે. આ રીતે શુકન-અપશુકનની માન્યતા ફૂલેફાલે છે.

વહેમીલાઓ માને છે કે બીમારીઓ અને અકસ્માતો આપમેળે આવતા નથી. પરંતુ, એની પાછળ ભૂત-પિશાચોનો હાથ છે. મૃત્યુ પામેલા પ્રિય જનનો આત્મા તેઓથી કોઈક કારણસર નારાજ છે એવું કદાચ ભૂવાઓ કહેશે. કદાચ જ્યોતિષો કહેશે કે કોઈકે વ્યક્તિ પર મૂઠ મારી છે, એ કારણથી તેનું અકસ્માત થયું છે અથવા તે બીમાર છે.

આજે દુનિયામાં શુકન-અપશુકન વિષે ભિન્‍ન માન્યતાઓ જોવા મળે છે. એ સ્થાનિક લોકોની માન્યતા પર ફુલેફાલે છે. પરંતુ, એક વસ્તુ ચોક્કસ છે કે દરેક શુકન-અપશુકનની માન્યતામાં ભૂત પિશાચોને ખુશ રાખવાની જરૂર દેખાતી હોય છે.

શું શુકન-અપશુકનમાં માનવું જોઈએ?

મોટા ભાગે, કોઈના કુટુંબમાં જોડિયા બાળકો જન્મે તો તેઓ આનંદિત હોય છે. તેમ છતાં, એને અમુક લોકો અપશુકન માનશે. દાખલા તરીકે, પશ્ચિમ આફ્રિકામાં જોડિયા બાળકો જન્મે તો ઘણા લોકો તેઓની પૂજા કરવા લાગશે. એમાંનું એક અથવા બંને બાળક મરી જાય તો પણ તેઓનું કુટુંબ જોડિયા બાળકોની નાની મૂર્તિ બનાવીને તેઓને ભજે છે. વળી, અમુક દેશોમાં જો કોઈકના કુટુંબમાં જોડિયા જન્મે તો તેઓ અપશુકન માનશે. એટલું જ નહિ, પરંતુ અમુક માબાપ એક બાળકને મારી પણ નાખે. શા માટે? તેઓ એવું માનતા હોય છે કે, એ જોડિયાં જીવતાં રહે તો ક્યારેક એમાંનું એક પોતાના માબાપને મારી નાખશે.

આ ઉદાહરણો બતાવે છે કે અમુક અંધશ્રદ્ધાઓ નુકસાનકારક નથી પરંતુ, અમુક તો ચોક્કસ છે. કદાચ આવી માન્યતાઓ ભલે નુકસાનકારક ન લાગે. તેમ છતાં, એનો ખોટો અર્થ કાઢવાથી જોખમકારક નીવડી શકે છે.

હકીકતમાં, શુકન-અપશુકનમાં માનવું એ એક પ્રકારનો ધર્મ કહેવાય. અપશુકનમાં માનવાથી ખરાબ પરિણામો પણ આવી શકે છે. તેથી, પોતાને પ્રશ્ન પૂછવા જોઈએ: શુકન-અપશુકનમાં માનવાથી ખરેખર કોને લાભ થાય છે?

વહેમ પાછળ કોણ છે?

આજે ઘણા પુરાવાઓ બતાવે છે કે શેતાન છે. તોપણ, ઘણા લોકો શેતાન, તેના ભૂતો કે દુષ્ટ આત્મા છે એમ સ્વીકારતા નથી. આ એના જેવું છે કે યુદ્ધમાં પોતાના દુશ્મનને પારખી ન શકે તો પોતાનો જ મરો થાય. પાઊલે કહ્યું કે “આપણું આ યુદ્ધ . . . આત્મિક લશ્કરોની સામે છે.” એવી જ રીતે, શેતાન અને તેના ભૂતોને ઓળખીશું નહી તો, આપણો પણ મરો થશે.​—⁠એફેસી ૬:૧૨.

ખરું કે આપણે દુષ્ટ આત્માઓને જોઈ શકતા નથી, પરંતુ તેઓ જરૂર છે. બાઇબલ આપણને જણાવે છે કે એક દુષ્ટ આત્માએ સર્પ દ્વારા પ્રથમ સ્ત્રી, હવાને લલચાવી. આમ, તે તેને પરમેશ્વરની વિરુદ્ધ બંડ પોકારવા દોરી ગયો. (ઉત્પત્તિ ૩:૧-૫) બાઇબલ તે દુષ્ટ આત્માની આ રીતે ઓળખ આપે છે: “તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) એ શેતાન બીજા સ્વર્ગ દૂતોને પણ લલચાવી પરમેશ્વર વિરુદ્ધ બંડ પોકારવા ઉત્તેજન આપવામાં સફળ થયો હતો. (યહુદા ૬) આમ કરવાથી, એ દુષ્ટ આત્માઓ પરમેશ્વરના દુશ્મનો બન્યા.

ઈસુ અને તેમના શિષ્યોએ માણસોમાંથી દુષ્ટ આત્માઓ અથવા ભૂતોને કાઢ્યાં હતાં. (માર્ક ૧:૩૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૮) તેઓમાં કંઈ મૂએલાનો આત્મા ન હતો, કારણ કે “મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) પરંતુ, તેઓ શેતાનના અપદૂતો હતા. તેથી, તેઓની અસર હેઠળ આવીએ એ ડહાપણ ભર્યું નથી. કેમ કે, તેઓ પોતાના ગુરુ શેતાન જેવા હોવાથી, આપણને ગળી જવા શોધતા ફરે છે. (૧ પીતર ૫:૮) તેઓ ઇચ્છે છે કે આપણે યહોવાહ પરમેશ્વરના રાજ્યમાં ભરોસો ન મુકીએ.

એમ કરવા શેતાન અને તેના અપદૂતો કયું સાધન વાપરે છે એ વિષે બાઇબલ જણાવે છે: “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” (૨ કોરીંથી ૧૧:૧૪) શેતાન આપણને ખાતરી કરાવવા ઇચ્છે છે કે તે આપણને સુખી જીવન આપી શકે છે. તેઓની મદદથી થોડા સમય માટે કદાચ અમુક લાભો થઈ શકે. પરંતુ, તેઓ આપણી મુશ્કેલીઓનો ઉકેલ હંમેશ માટે લાવી શકતા નથી. (૨ પીતર ૨:૪) તેઓનો થોડા જ સમયમાં વિનાશ થશે. તોપછી, તેઓ બીજાને કેવી રીતે અનંતજીવન આપી શકે. (રૂમી ૧૬:૨૦) હકીકતમાં, આપણા ઉત્પન્‍નકર્તા જ આપણને સાચું સુખ અને અનંતજીવન આપી શકે. એટલું જ નહિ, શેતાન અને તેના ભૂતોથી પણ યહોવાહ સૌથી સારું રક્ષણ આપી શકે છે.​—⁠યાકૂબ ૪:⁠૭.

આપણે જ્યોતિષો કે ભૂવાઓ દ્વારા ભૂતોની મદદ લઈએ એ યહોવાહ પરમેશ્વરને જરાય પસંદ નથી. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; ૨ રાજાઓ ૨૧:૬) તેઓની મદદ લેવાથી, આપણે યહોવાહના દુશ્મન સાથે દોસ્તી કરવા બરાબર કહેવાય! જ્યોતિષ, હસ્તરેખા જોનાર, તાંત્રિકો કે કોઈ પણ પ્રકારના જાદુગરોની સલાહ લેવાથી આપણે પોતાને શેતાન અને તેના ભૂતોના દાસ બનાવી દઈએ છીએ. એવું કરીશું તો, આપણે પોતાને યહોવાહના દુશ્મન સાબિત કરીએ છીએ.

શું શેતાનથી રક્ષણ મળી શકે?

આફ્રિકામાં આવેલ નાઈજરમાં ઍડા * નામની વ્યક્તિ રહે છે. તે યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવક પાસેથી બાઇબલ વિષે શીખી રહ્યો હતો. તે પોતાની દુકાનમાં શા માટે માદળિયું રાખતો એ વિષે જણાવે છે કે: “મારા ઘણા દુશ્મનો છે.” તેમણે તેને બાઇબલમાંથી શીખવ્યું કે ફક્ત યહોવાહ પરમેશ્વર જ સાચું રક્ષણ આપી શકે છે. તેમણે ઍડાને બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૩૪:૭મી કલમ વાંચી આપી. જે કહે છે: “યહોવાહના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.” એ પછી ઍડાએ કહ્યું: “યહોવાહ મને સાચું રક્ષણ આપી શકતા હોય તો હું આ માદળિયું ફેંકી દઈશ.” હવે અમુક વર્ષો પછી તે ખ્રિસ્તી મંડળમાં વડીલ અને પૂરા સમયના સેવક તરીકે સેવા આપી રહ્યા છે. તેનો એક પણ દુશ્મન તેનો વાળ વાંકો કરી શક્યો નથી.

બાઇબલ બતાવે છે કે આપણે અંધશ્રદ્ધામાં માનતા હોઈએ કે નહિ, છતાં દરેકના જીવનમાં અણધાર્યા બનાવો બને છે. (સભાશિક્ષક ૯:૧૧) પરંતુ, યહોવાહ દુષ્ટતાથી આપણી કસોટી કરતા નથી. (યાકૂબ ૧:૧૩) આદમ દ્વારા આપણને પાપ અને મરણ વારસામાં મળ્યા છે. (રૂમી ૫:૧૨) એ કારણે દરેક વ્યક્તિ બીમાર થાય છે, ભૂલ કરે છે અને મુશ્કેલીમાં પડે છે. તેથી, આપણે મુશ્કેલીઓમાં અથવા બીમાર પડીએ ત્યારે એવું ન વિચારવું જોઈએ કે એ શેતાનના દૂતોનું કામ છે. આપણે એવું માનીશું તો તેઓને ખુશ કરવા લાગીશું. * તેથી, આપણે બીમાર પડીએ ત્યારે “જૂઠો, અને જૂઠાનો બાપ” શેતાન પાસેથી નહિ, પરંતુ ડૉક્ટરોની મદદ લેવી જોઈએ. (યોહાન ૮:૪૪) અહેવાલ બતાવે છે કે સદીઓથી અનેક પ્રકારની અંધશ્રદ્ધામાં માનનારા બીજાઓ કરતાં સુખી અથવા લાંબુ જીવન જીવતા નથી. તેથી, એમાં ન માનનારાઓ વધારે તંદુરસ્ત હોય છે.

શેતાન અને અપદુતો કરતાં યહોવાહ શક્તિશાળી છે. તે આપણું ભલું ઇચ્છે છે. “ન્યાયીઓ પર પ્રભુની [યહોવાહની] નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે.” (૧ પીતર ૩:૧૨) તેમના રક્ષણ અને સમજણ શક્તિ માટે પ્રાર્થના કરો. (નીતિવચનો ૧૫:૨૯; ૧૮:૧૦) બાઇબલમાંથી સત્ય શીખવાથી આપણને સૌથી સારું રક્ષણ મળી શકે. તેથી, સત્ય શીખવા પ્રયત્ન કરો. શા માટે આપણા પર દુ:ખ આવે છે અને શું કરવાથી આપણે પરમેશ્વરની કૃપા પામી શકીએ એ વિષે એ જ્ઞાન આપણને મદદ કરશે.

યહોવાહના જ્ઞાનથી થતા લાભો

અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ બનવાથી આપણને રક્ષણ મળતું નથી. પરંતુ, યહોવાહના હેતુ વિષે સત્ય શીખવાથી ખરું રક્ષણ મળે છે. બેનીન દેશમાં રહેતા ઝીનના કિસ્સામાં એ સાચું સાબિત થયું. ઝીનનું કુટુંબ સખત અંધશ્રદ્ધાળુ હતું. તેઓ પોતાના રિવાજો પ્રમાણે માનતા હતા કે સ્ત્રીએ છોકરાને જન્મ આપ્યો હોય તો તેણે નવ દિવસ ઝૂંપડાંમાં રહેવું જોઈએ. પરંતુ, છોકરીને જન્મ આપ્યો હોય તો, તેણે સાત દિવસ રહેવું જોઈએ. એમ ન કરે તો, અપશુકન કહેવાય.

વર્ષ ૧૯૭૫માં ઝીનની પત્નીએ સુંદર છોકરાંને જન્મ આપ્યો, જેનું નામ માર્ક છે. પરંતુ, સગા-સંબંધીઓ અને મિત્રોના દબાણથી શું ઝીન તેની પત્નીને ઝૂંપડામાં રાખશે? ના. ઝીન અને તેની પત્ની બાઇબલમાંથી જે શીખ્યા એ કારણથી તેઓને ભૂત-પિશાચો સાથે કોઈ સંબંધ રાખવો ન હતો.​—⁠રૂમી ૬:૧૬; ૨ કોરીંથી ૬:૧૪, ૧૫.

એમ ન કરવાથી શું તેઓના કુટુંબ પર કોઈ આફત આવી? એ વાતને વર્ષો વીતી ગયાં અને આજે માર્ક યહોવાહના સાક્ષીઓના મંડળમાં સેવકાઈ ચાકર તરીકે સેવા આપી રહ્યો છે. તેઓ શુકન-અપશુકનનની અસર હેઠળ રહ્યાં ન હોવાથી આજે આખું કુટુંબ વિશ્વાસમાં દૃઢ છે. એ માટે તેઓ ખૂબ આભારી છે.​—⁠૧ કોરીંથી ૧૦:૨૧, ૨૨.

યહોવાહના સાક્ષીઓએ આવી માન્યતાથી દૂર રહેવું જોઈએ. તેમ જ, આપણા ઉત્પન્‍નકર્તા યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત જે સત્ય શીખવે છે એ પ્રમાણે ચાલવું જોઈએ. એમ કરવાથી, આપણે જે ખરું છે એ કરીને મનની શાંતિ અનુભવીશું.​—⁠યોહાન ૮:૩૨.

[ફુટનોટ્‌સ]

^ નામો બદલવામાં આવ્યાં છે.

^ સપ્ટેમ્બર ૧, ૧૯૯૮ના ચોકીબુરજમાં, “બીમારી—એમાં શેતાનનો હાથ છે?” લેખ જુઓ.

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

જગતભરની અમુક અંધશ્રદ્ધાઓ

• ચોખાના વાટકામાં ચૉપસ્ટિક ઊભી હોય તો કોઈકનું મરણ થાય છે

• ઘુવડને તાપમાં બેઠેલું જોવાથી અપશુકન થાય છે

• ધાર્મિક વિધિમાં મીણબત્તી ઓલવાઈ જવાનો અર્થ એમ થાય છે કે ત્યાં દુષ્ટ આત્માઓ છે

• છત્રી નીચે પડે તો, ઘરમાં કોઈનું ખૂન થશે

• ખાટલા પર ટોપી મૂકવામાં આવે તો અપશુકન કહેવાય

• ઘંટ કે બેલ વગાડવાથી ભૂત-પિશાચો નાસી જાય

• જન્મદિવસ ઉજવતી વખતે કેક પર સળગતી મીણબત્તીઓ એક જ ફૂંકમાં ઓલવાઈ જાય તો દિલની ઇચ્છાઓ પૂરી થશે

• પલંગને અડીને ઝાડુ ઊભું રાખ્યું હોય તો, એમાંથી ભૂત-પિશાચો અપશુકન કરશે

• રસ્તે ચાલતા કાળી બિલાડી રસ્તો ઓળંગે તો અપશુકન થાય છે

• જમવાનો ફૉર્ક નીચે પડી જાય તો, કોઈ પુરુષ ઘરે મુલાકાતે આવશે

• ચિત્રમાં હાથીઓનું મોઢું દરવાજા તરફ હોય તો શુકન કહેવાય

• બારણાની સાખ પર ઘોડાની નાળ હોય તો શુકન કહેવાય

• ઘરમાં આઇવિ નામની વેલ રાખવાથી ભૂત-પિશાચોથી રક્ષણ મળે

• સીડી નીચે ચાલવું અપશુકન કહેવાય

• અરીસો તૂટી જાય તો સાત વર્ષ અપશુકન થશે

• મરી વેરાઈ જાય તો, તમારા ખાસ મિત્ર સાથે ઝઘડો થશે

• નિમક વેરાઈ જાય તો, તમારા ડાબા ખભા પરથી ચપટી નિમક નાખવું જોઈએ, નહિ તો અપશુકન થશે

• ઝૂલતી ખુરશીમાંથી ઊઠ્યા પછી એ ઝૂલ્યા કરે તો, એમાં ભૂત-પિશાચો આવીને બેસશે

• ઊંધા જોડા રાખવાથી અપશુકન થાય છે

• કોઈ મરી જાય ત્યારે, બારી ખુલ્લી રાખવી જોઈએ જેથી તેનો જીવ બહાર નીકળી શકે

[પાન ૬ પર બોક્સ]

શુકન-અપશુકનના પંજામાંથી છૂટી

દક્ષિણ આફ્રિકાના એક ભાગમાં યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરી રહ્યા હતા. તેઓએ એક દરવાજો ખખડાવ્યો ત્યારે સ્ત્રીએ આવીને ખોલ્યું. તે સાનગોમા (એટલે ડાકણ) હોવાથી તેણે પોતાનો ડ્રૅસ પહેર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે ત્યાંથી જલદી ચાલ્યા જાય, પરંતુ એ સ્ત્રીને સંદેશો સાંભળવો હતો. તેઓમાંના એક યહોવાહના સાક્ષીએ તેને મેલી વિદ્યા વિષે દેવ શું કહે છે એ પુનર્નિયમ ૧૮:૧૦-૧૨માંથી વાંચી સંભળાવ્યું. તેને એ ગમ્યું હોવાથી તેઓ સાથે બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થઈ. તેણે કહ્યું કે બાઇબલ અભ્યાસ કર્યા પછી મને ખાતરી થશે કે યહોવાહ પરમેશ્વરને મેલી વિદ્યા પસંદ નથી, તો હું એ છોડી દઈશ.

તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો, એ પુસ્તકમાંથી દસ પ્રકરણનો અભ્યાસ કર્યો. એ પછી તેણે જંતરમંતરને લગતી વસ્તુઓ બાળી નાખી અને યહોવાહના સાક્ષીઓની સભામાં જવા લાગી. એ ઉપરાંત, તે પોતાના પતિથી ૧૭ વર્ષ સુધી અલગ રહેતી હતી. તેથી, તે બાઇબલમાંથી જે શીખી એ કારણે પોતાના પતિ સાથે ફરીથી રહેવા ગઈ. તેઓ બંને બાપ્તિસ્મા પામીને આજે યહોવાહના સાક્ષી તરીકે સેવા આપી રહ્યા છે.

[પાન ૬ પર ચિત્ર]

“સાનગોમા” હાડકાઓ નાખીને જોષ જુએ છે

[પાન ૭ પર ચિત્રો]

ફક્ત યહોવાહનું સત્ય જ સાચું સુખ અને રક્ષણ આપી શકે