સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું શુકન-અપશુકનમાં માનવું જોઈએ?

શું શુકન-અપશુકનમાં માનવું જોઈએ?

શું શુકન-અપશુકનમાં માનવું જોઈએ?

કલ્પના કરો કે તમે ઘરમાંથી બહાર નીકળતા જ કોઈનું મોં જુઓ છો! અથવા ચાલતી વખતે તમારા પગને પથ્થરની ઠેસ લાગે છે, કે પછી રાત્રે કોઈ પક્ષીને ખાસ અવાજમાં બોલતું સાંભળો છો. તમને વારંવાર એક જ સપનું આવ્યા કરે છે. જો કે આવી બાબતો ઘણા લોકો માટે સામાન્ય હોય છે. પરંતુ, પશ્ચિમ આફ્રિકાના લોકો જો એવું કંઈક અનુભવે તો, તેઓ એને અપશુકન કહે છે. તેઓ માને છે કે એનાથી ભૂત-પિશાચો કોઈ એંધાણ કે પૂર્વસંકેત આપે છે. એથી કદાચ સારું કે ખરાબ પરિણામ આવી શકે.

જો કે ફક્ત આફ્રિકાના લોકો જ શુકન કે અપશુકનમાં માને છે એવું નથી. ચીન તથા રશિયાના લોકો પણ વર્ષોથી નાસ્તિક હોવા છતાં એમાં માને છે. કદાચ તમે જાણતા હશો કે આજે ઘણા લોકો ૧૩મીના શુક્રવારને, કે રસ્તે ચાલતા કાળી બિલાડી રસ્તો ઓળંગે તો એને અપશુકન માને છે. તેથી તેઓ રાશિ ભવિષ્ય જુએ છે અથવા જ્યોતિષીઓની મદદ લે છે. તેમ જ પૃથ્વીના ઉત્તર ભાગમાં, અરોરા બોરીઍલસ નામનો પ્રકાશ જોવા મળે તો, અમુક લોકો એને યુદ્ધ અને બીમારીના પૂર્વ એંધાણ કહે છે. વળી, ભારતના ટ્રક ડ્રાઇવરો એવું માને છે કે સખત તાપમાં ગાડી ચલાવતા પહેલાં જાતીય સંબંધ બાંધવાથી તેઓનું શરીર ઠંડું રહે છે. પરંતુ, એ કારણથી ત્યાં આજે ઝડપથી એઈડ્‌સ ફેલાઈ રહ્યો છે. એ જ રીતે જાપાનમાં બોગદું પૂરું થયા પહેલાં એમાં કોઈ સ્ત્રી અંદર જાય તો કામદારો અપશુકન માને છે. તેમ જ, ઘણા ખેલાડીઓ પણ આ અંધશ્રદ્ધામાં માને છે. વોલીબોલનો એક ખેલાડી માને છે કે સફેદને બદલે કાળા રંગના મોજા પહેરવાથી તે રમતમાં જીત મેળવે છે. આવી તો બીજી અસંખ્ય માન્યતાઓ છે.

પરંતુ તમે શું માનો છો? શું તમે સમજાવી ન શકાય એવી કોઈ બાબતોથી ડરો છો? એમ હોય તો, તમે પણ અંધશ્રદ્ધા કે શુકન-અપશુકનમાં માનો છો.

કોઈ વ્યક્તિ રોજિંદા જીવનમાં પોતાની જાતે નિર્ણયો લઈ શકતી ન હોય તો, તે અજાણતા કોઈની ગુલામ બની રહી છે. શું એ યોગ્ય છે? શું આપણે એવી કોઈ પણ દુષ્ટ શક્તિના ગુલામ થવું જોઈએ? એમાં કયા જોખમો રહેલા છે?