સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમને ખબર છે હું શા માટે તમારા પૈસા પાછા આપું છું?”

“તમને ખબર છે હું શા માટે તમારા પૈસા પાછા આપું છું?”

“તમને ખબર છે હું શા માટે તમારા પૈસા પાછા આપું છું?”

“મને પૈસાની ખૂબ જ જરૂર છે,” નાના નામની ત્રણ છોકરાની એકલી માતાને આવો ઘણી વાર વિચાર આવતો. તે જ્યોર્જિયા પ્રજાસત્તાકના કાસપી જીલ્લામાં રહે છે. એક દિવસે તેનું સપનું સાચું પડ્યું. પોલીસ સ્ટેશનની બાજુમાં રસ્તા પરથી તેને લગભગ ૩૦૦ લારે (૭૨૦૦ રૂપિયા) મળ્યા. ત્યાં આજુબાજુ કોઈ ન હતું અને તેને તો ઘણા પૈસા મળી ગયા હતા. લારેની નોટો એકદમ નવી લાગતી હતી, જે પાંચ વર્ષ પહેલાં જ બહાર પડી હતી. તેણે ક્યારેય ૧૦૦ લારેની નોટ પણ જોઈ ન હતી. ત્યાં આજુબાજુના દુકાનદારો પણ બે કે ત્રણ વર્ષમાં એટલું કમાતા નથી!

પરંતુ નાનાને વિચાર આવ્યો કે ‘જો આ પૈસા રાખવાથી પરમેશ્વરને દુઃખ થતું હોય, તો એ શું કામના? એનાથી તો પરમેશ્વરમાં મારી શ્રદ્ધા પણ નહિ રહે.’ આ બહેને ઘણા સદ્‍ગુણો વિકસાવ્યા હતા. અરે, યહોવાહની સેવામાં ટકી રહેવા તેણે ઘણી વાર સતાવણી અને મારપીટ પણ સહન કરી છે.

પછી નાના પોલીસ સ્ટેશને ગઈ. ત્યાં તેણે જોયું તો, પાંચ પોલીસો કંઈક શોધી રહ્યા હતા. તેઓ ઉદાસ દેખાતા હતા. નાનાને તરત જ ખબર પડી ગઈ કે તેઓ ખોવાઈ ગયેલા પૈસાને શોધે છે. તેથી નાનાએ તેઓને પૂછ્યું: “શું તમારું કંઈ ખોવાઈ ગયું છે?”

“પૈસા!” તેઓ બોલી ઊઠે છે.

“કેટલા?”

“ત્રણસો લારે!”

પછી નાનાએ તેઓને કહ્યું: “મને તમારા પૈસા મળ્યા છે. તમને ખબર છે હું શા માટે તમારા પૈસા પાછા આપું છું?” પોલીસો છક થઈ ગયા અને કંઈ બોલી શક્યા નહિ.

“કારણ કે હું એક યહોવાહની સાક્ષી છું. જો હું સાક્ષી ન હોત તો, મેં તમને આ પૈસા પાછા આપ્યા ન હોત.”

આ પૈસા એક પોલીસ ઈન્સ્પેક્ટરના હતા. તે નાનાની સચ્ચાઈથી એટલા તો ખુશ થઈ ગયા કે તેમણે તેને ૨૦ લારેનું ઈનામ આપ્યું.

આ વાત કાસપી જીલ્લામાં ચારે બાજુ ફેલાઈ ગઈ. બીજા દિવસે, પોલીસ સ્ટેશનમાં સાફસૂફી કરતી એક સ્ત્રીએ નાનાને કહ્યું: ‘હવે પોલીસ ઈન્સ્પેક્ટર પોતાની ઑફિસમાં હંમેશાં યહોવાહના સાક્ષીઓના સાહિત્યો રાખે છે અને એમાં વધારે રસ બતાવે છે.’ બીજા એક પોલીસે પણ કહ્યું કે ‘જો બધા લોકો યહોવાહના સાક્ષીઓ હોય તો, પોલીસની જરૂર પણ ન પડે!’

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.